મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રેસ મીડિયા ના તમામ મિત્રો ના જવાબદારીભર્યા સહયોગ વગર જી.જી.કોવિડ હોસ્પિટલ યૌન શોષણ કાંડ ની લડાઈ જીતવી અશક્ય હતી....બહેનો માટે મંચ હંમેશા રહેશે સજ્જ--શેતલબેન શેઠ
News Jamnagar June 23, 2021
જામનગર
અહેવાલ…ભરત જી.ભોગાયતા
મહિલા ન્યાય મંચ દ્વારા નોટરાઇઝડ સોગંદનામા ના સરાહનીય પુરાવા ની બાબત અને કાયદાકીય જોગવાઇઓ જાહેર કરાઇ તેમજ મક્કમ ધરણા…. રંગ લાવ્યા-લડતમા આવ્યો રસપ્રદ વળાંક
જી.જી. હોસ્પીટલ અને મેડીકલ કોલેજ મા બિનજરૂરી સન્નાટો……..ખરેખર નિર્દોષ અને સાચા લોકોએ ડરવાનુ ન હોય……આપણે ત્યા કાયદાનુ સંતુલીત શાસન અમલમા છે
પ્રેસ મીડિયા ના તમામ મિત્રોના જવાબદારી ભર્યા સહયોગ વગર gggh covid કાંડ ની લડાઈ જીતવી અશક્ય હતી તેમ જામનગરના મહિલા અગ્રણી શેતલબેન શેઠ એ જણાવ્યુ છે
મહિલા ન્યાય મંચ દ્વારા નોટરાઇઝડ સોગંદનામા ના સરાહનીય પુરાવા ની બાબત અને કાયદાકીય જોગવાઇઓ જાહેર કરાઇ તેમજ મક્કમ ધરણા કર્યા તે રંગ લાવ્યા અને લડતમા રસપ્રદ વળાંક આવ્યો તેમ પણ વિશ્ર્લેષણ થાય છે
જી.જી. હોસ્પિટલ ના યૌન શોષણ મુદ્દે ગઈકાલ રાતે બે આરોપી ની ધરપકડ થઇ છે અને તે પછી ધરણા પર થી ઉભા થયા તેમ જણાવી મહિલા ન્યાય મંચના પ્રણેતા શેતલબેન એ એક નિવેદનમા જણાવ્યુ છે કે આ લડાઈ માં સૌ પ્રથમ તો દીકરીઓ જે સામે આવી અને મને સાથ આપ્યો તેઓ ની હિમ્મત બિરદાવીશ સાથે સાથે ખુબ ખુબ આભાર માનુ છુ કેમકે પ્રેસ મીડિયા ના તમામ મિત્રો નો સહકાર મળ્યો છે જેમના વગર આ લડાઈ જીતવી અશક્ય હતી, મારી સાથે મહિલા ન્યાય મંચ ના સહપ્રણેતા એડવોકેટસ કોમલ બેન ભટ્ટ અને નિમીષા બેન ત્રિવેદી , જેનબ બેન ખફી , રચના બેન નંદાણીયા , જ્યોતિ બેન ભારવાડીયા ની પણ હું ઋણી રહીશ કે મારી સાથે અડગ ઉભા રહ્યા તેમ જણાવી શેતલબેને ઉમેર્યુ છે કે ધરણા માં ટેકો આપવા આવનાર હાલારી ભાનુશાળી જ્ઞાતિ ના અગ્રણીઓ વિજયભાઈ નાખવા , જે ડી ભાઈ , કચ્છી ભાનુશાળી જ્ઞાતિ ના અગ્રણીઓ , હરીશ ભાઈ ચૌહાણ , સંજય ભાઈ ચૌહાણ , જામનગર કર્મ કાંડી બ્રાહ્મણ ની શાસ્રી જીગરભાઇ પંડ્યાની આગેવાનીમા આવેલી ટીમ જેમણે જણાવ્યુ કે નારી સન્માન એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે તેમજ આનંદ ભાઈ ગોહિલ જેમને સમય જોયા વગર દીકરીઓ માટે મહેનત કરી , કલ્પેશ ભાઈ હડીયલ , આનંદ ભાઈ રાઠોડ , ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ રીટા બેન જોટંગીયા , ભાજપ મહિલા મોરચા ના બંને મહામંત્રી ધારા બેન પટેલ અને રેખા બેન વેગડ નો પણ એમના સમય બદલ આભાર અને ખાસ મયુર ભાઈ ચાવડા જે દીકરીઓ અને બધા અટેન્ડન્ટ ની સાથે એક મિત્ર અને સલાહકાર ની જેમ ટેકો આપી રાત દિવસ રહ્યા એમની હિમ્મત ની દાદ દઈશ. ઉપરાંત મારી ટીમના અઝીમ ખાન પઠાણ , સંજય ભાઈ ચેતરીયા , દીપક ભાઈ અને મારી બેંક ની ટીમ વિશાખા બેન બુચ અને કોમલ બેન વડગામા જે લોકો મારું પીઠ બળ છે.તેમનો આભાર વ્યક્ત કરાયો છે મારા ભાઈ સુનિલ ભાઈ આશર જેની સલાહ વગર કદાચ હું કાંઈ પણ કરવા અસક્ષમ છું, ભાવેશ ભાઈ ગોંડલીયા અને પ્રશાંત ભાઈ જે હંમેશ મારી સાથે છે આ બધા ની હું ઋણી છું . આ જીત દીકરીઓ ની છે પણ લડાઈ હજુ લડવાની બાકી છે કેમકે જ્યા ક્યાય પણ બહેનો ને સતામણી હશે ત્યા ન્યાય અપાવવા મંચ હંમેશા સજ્જ જ છે તેમ પણ ભારપુર્વક જણાવ્યુ છે
જીજી હોસ્પીટલ મેડીકલકોલેજ મા કારણ વગર સન્નાટો…..શુ થશે…?? કોના તપેલા ચડશે?? ની ચર્ચા
મહત્વની બાબત આ અંગે જાણકારોમા ચર્ચાય છે તે એ છે કે એક તરફ મહિલાઓ ની લડત બીજી તરફ પોલીસની ગુનો નોંધી ઠોસ કાર્યવાહીના પગલા વગેરે બાબત થી હવે જીજીજીએચ કોવિડ જાતીય સતામણી મામલા ની ચર્ચા કરતા પણ હોસ્પીટલ અને મેડીકલ કેમ્પસ મા અમુક અમુક ફાનસના ફોટા ની જેમ ભડકે છે અમુક અમથા અમથા શીયાવીયા થય ગયા છે અમુક તો કિનારે બેસી ઉંડાણ માપવામા વ્યસ્ત છે.
તો વળી અમુક એમ કહે છે આ મામલામા હજુ બીજા કોઇ સંડોવાયેલા હશે કે શુ?? હજુ કોઇ ઉપર પસ્તાળ પડશે કે શું?? તો કોઇ કહે હજુ કોક માથા ના નામ ખુલશે કે એમને વ્યુહાત્મક રીતે અળગા રખાશે?? વગેરે પ્રશ્ર્નોની ચર્ચા કરનારાઓ એ એ યાદ રાખવુ ઘટે કે હવે પોલીસ તપાસ કરે છે માટે જીજી હોસ્પીટલના કોક હોય શકે મેડીકલ કોલેજ ના કોઇ હોય શકે કે કોઇએ આખ આડા કાન કર્યા હશે……..વગેરે ચર્ચા કરવાની જ જરૂર નથીકેમકે પોલીસ તપાસ મા બધુ જ સામે આવશે દુધ નુ દુધ પાણીનુ પાણી થઇ જશે માત્ર વછેરા જ નહી નંદવાય સૌ સહયોગીઓ ને કાયદાના સ્વાદ ચાખવા મળશે જ કેમકે આપણે ત્યા કાયદાનુ સંતુલીત શાસન છે.
માટે પોલીસ કાર્યવાહી હવે થવા દેવી જોઇએ તેમ જ ક્યાય પણ આવુ ચાલતુ હોય તો પણ પોલીસને ખાનગીમા વિગત આપવી જોઇએ ઉપરાંત મહિલા સંસ્થાઓ આગેવાન બહેનો અગ્રણીઓ ભદ્રસમાજ સૌ રજુઅાત કરવા કાયમ તૈયાર જ છે વળી શાસકપક્ષ મા તો ખુદ મુખ્યમંત્રી જ સંવેદનશીલ હોઇ સૌ સમાજના હિત મા શક્ય સહયોગ આપશે પગલા લેશે અને લેવડાવશે તે ધરપત રાખવી હાલ જરૂરી છે અને તંત્ર ની તપાસ દાખલારૂપ તબક્કે પહોચે તેની અપેક્ષા સાથે શાંતિથી પ્રતિક્ષા પણ સૌ જાણકારો ને જાગૃત લોકો કરશે જ તેમ વિશ્ર્લેષકો માને છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024