મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
GGGH COVID ના સંવેદનશીલ મામલામાં કોંગ્રેસની-કોર્પોરેટરની- લડત યોગ્ય પ્રચાર થતા નિર્ણાયક તબક્કે પહોંચી
News Jamnagar June 23, 2021
જામનગર
અહેવાલ ભરત જી.ભોગાયતા
જી.જી. હોસ્પીટલ અને મેડીકલ કોલેજ મા બિનજરૂરી સન્નાટો……..ખરેખર નિર્દોષ અને સાચા લોકોએ ડરવાનુ ન હોય……આપણે ત્યા કાયદાનુ સંતુલીત શાસન અમલમા છે
કોંગ્રેસ નેતા દીગુભા તેમજ કોર્પોરેટર નુરમામદભાઇ સહિત સૌ ની જહેમત સરાહનીય
જામનગર ખાતે આવેલ જી.જી.કોવિડ હોસ્પીટલમાં ચાલતા યોનશોષણ પ્રકરણ સૌ પ્રથમ કલેકટરશ્રી જામનગરને કોવીડ હોસ્પીટલમા એટેન્ડન્સ તરીકે નોકરી કરતા ભાઇઓ અને બહેનો એ આવેદન પત્ર આપેલ ત્યારે ખુલાશો થયેલ. હતો કે મામલો સંવેદનશીલ છેઆ યોનશોપણ પ્રકરણમાં એટેન્ડન્ટ યુવતીઓને ન્યાય અપાવવા માટે છેલ્લા અઠવાડીયા થી જામનગર શહેરમાં સામાજીક રાજ્કીય કાર્યકરો તેમજ સામાજીક એ નારી સંગઠનો તેમજ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી દિગુભા જાડેજા ના માર્ગદર્શન હેઠળ કોગ્રેસ ના કોર્પોરેટરો દ્વારા આ પ્રકરણમાં સી.બી.આઈ. તેમજ નામ.કોર્ટનાં જજસાહેબ મારફતે તપાસ માંગણી કરેલ અને કોગ્રેસના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પાલેજા ધ્વારા ડી.વાય.એસ.પી જામનગર ને લેખીતમા ફરીયાદ આપવામા આવેલ હતી બીજી તરફ નારી સંસ્થા ધ્વારા ધરણા કરવામાં આવેલ ત્યારે આ પ્રકરણમાં મોડે મોડે સરકાર ધ્વારા બે વ્યકિતઓ સામે ફરીયાદ નોંધવામાં આવેલ છે.
દરેક મીડીયાનો વિશેષ આભાર માનવામા આવ્યો
આ ફરીયાદ માટે લડત ચલાવનાર સામાજીક રાજ્કીય કાર્યકરો સામાજીક તથા નારીસંગઠનો તથા કોગ્રેસ ના પ્રમુખ તથા કોપોરેંટર એ કરેલ કાર્યવાહી બદલ અમો જામનગર શહેરના જવાબદાર નાગરીક તરીકે તેઓનો આભાર માનીએ છીએ અને મુબારકબાદ પાઠવીયે છીએ તેમ જણાવી કોર્પોરેટર નુરમામદભાઇએ જણાવ્યુ છે કે ખરેખર આ ફરીયાદ નોંધવામાં આવેલ છે. તે બાબતનો ના મુબારકબાદીના હકદાર જામનગર શહેર જીલ્લાના પ્રિન્ટ મીડીયાના અને ઈલેકટ્રોનીકમીડીયા-ટેલીવીઝન ના તેમજ ન્યુઝ પોર્ટલ વેબસાઇટ ઇ પેપર વેબપેજ ન્યુઝ લીંક વગેરે પ્રકારના ન્યુઝ માધ્યમોના સૌ તંત્રીઓ પ્રતિનિધિઓ પત્રકારો ફોટોગ્રાફરો કેમેરામેન ન્યુઝપેપરના રેસીડન્ટ એડીટર બ્યુરો ચીફ તેમજ માલીકો છે. કેમકે સૌ એ કોઈપણ જાતના દબાણવગર શેહશરમ વગર કે ડર્યાવગર આ અત્યંત કલંકરૂપ મામલે નૈતિક જવાબદારી સમજી લોકશાહીની ચોથી જાગીરને જીવંત રાખવા માટે નીડતાથી ને તટસ્થા થી તેમજ પક્ષપાત વગર તેમજ શેહમા આવ્યા વગર રીપોર્ટીંગ કરી આ યોન શોષણ પ્રકરણમાં નાના માં નાની માહિતિ એકઠી કરી એ લોકો અને સરકારી તંત્રને પુરી પાડી એજાગૃતતા દાખવેલ છે. એ તેના પરિણામ સ્વરુપે આ પ્રકરણમાં ફરીયાદ નોંધવામાં આવેલ છે. જેથી અમો પ્રિન્ટ મીડીયા તેમજ ઈલેકટ્રોનીક મીડીયાના દરેક તંત્રી અને પ્રતિનિધિઓને સહિત સૌ પ્રકારના માધ્યમના ઓનફીલ્ડ ઇનફીલ્ડ તેમજ પ્રત્યક્ષ ને પરોક્ષ સમાચારો ને ઓપ આપવા એક યા બીજા પ્રકારે જે જવાબદારી સંભાલકે છે તેમને સૌ ને મુબારકબાદ આપીએ છીએ અને આભાર માનીયે છીએ તેમ દીગુભા અને નુરમામદભાઇ સહિત પ્રજાજનો માટેના સૌ લડવૈયાઓ એ એક નિવેદનમા jamnagar news ને ખાસ જણાવ્યુ છે આ સાથો સાથ અપીલ કરી છે કે, આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ જવાબદારો ના નામ ખુલ્લા નપડે અને એટેન્ડન્ટ યુવતીઓને સંપુર્ણ ન્યાય મળે ત્યાં સુધી સાથ સહકાર સંપૂર્ણપણે આપતા રહ.
જીજી હોસ્પીટલ મેડીકલકોલેજ મા કારણ વગર સન્નાટો…..શુ થશે…?? કોના તપેલા ચડશે?? ની ચર્ચા
મહત્વની બાબત આ અંગે જાણકારોમા ચર્ચાય છે તે એ છે કે એક તરફ કોંગ્રેસનીલડત તેમજમહિલાઓ ની લડત બીજી તરફ પોલીસની ગુનો નોંધી ઠોસ કાર્યવાહીના પગલા વગેરે બાબત થી હવે જીજીજીએચ કોવિડ જાતીય સતામણી મામલા ની ચર્ચા કરતા પણ હોસ્પીટલ અને મેડીકલ કેમ્પસ મા અમુક અમુક ફાનસના ફોટા ની જેમ ભડકે છે અમુક અમથા અમથા શીયાવીયા થય ગયા છે અમુક તો કિનારે બેસી ઉંડાણ માપવામા વ્યસ્ત છે તો વળી અમુક એમ કહે છે આ મામલામા હજુ બીજા કોઇ સંડોવાયેલા હશે કે શુ?? હજુ કોઇ ઉપર પસ્તાળ પડશે કે શું?? તો કોઇ કહે હજુ કોક માથા ના નામ ખુલશે કે એમને વ્યુહાત્મક રીતે અળગા રખાશે?? વગેરે પ્રશ્ર્નોની ચર્ચા કરનારાઓ એ એ યાદ રાખવુ ઘટે કે હવે પોલીસ તપાસ કરે છે માટે જીજી હોસ્પીટલના કોક હોય શકે મેડીકલ કોલેજ ના કોઇ હોય શકે કે કોઇએ આખ આડા કાન કર્યા હશે……..વગેરે ચર્ચા કરવાની જ જરૂર નથીકેમકે પોલીસ તપાસ મા બધુ જ સામે આવશે દુધ નુ દુધ પાણીનુ પાણી થઇ જશે માત્ર વછેરા જ નહી નંદવાય સૌ સહયોગીઓ ને કાયદાના સ્વાદ ચાખવા મળશે જ કેમકે આપણે ત્યા કાયદાનુ સંતુલીત શાસન છે માટે પોલીસ કાર્યવાહી હવે થવા દેવી જોઇએ તેમ જ ક્યાય પણ આવુ ચાલતુ હોય તો પણ પોલીસને ખાનગીમા વિગત આપવી જોઇએ ઉપરાંત મહિલા સંસ્થાઓ આગેવાન બહેનો અગ્રણીઓ ભદ્રસમાજ વિરોધપક્ષ સૌ રજુઅાત કરવા કાયમ તૈયાર જ છે વળી શાસકપક્ષ મા તો ખુદ મુખ્યમંત્રી જ સંવેદનશીલ હોઇ સૌ સમાજના હિત મા શક્ય સહયોગ આપશે પગલા લેશે અને લેવડાવશે તે ધરપત રાખવી હાલ જરૂરી છે અને તંત્ર ની તપાસ દાખલારૂપ તબક્કે પહોચે તેની અપેક્ષા સાથે શાંતિથી પ્રતિક્ષા પણ સૌ જાણકારો ને જાગૃત લોકો કરશે જ તેમ વિશ્ર્લેષકો માને છે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024