મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હજારોમાં પગાર ધરાવતા સરકારી બાબુ રૂપિયા 200 ની લાંચ લેતા ઝડપાયા.
News Jamnagar June 24, 2021
વડોદરા
એ.સી.બી. સફળ ડીકોય ફરીયાદી :-સ.ત.એસ.એસ.રાઠોડ પોલીસ ઇન્સપેકટર એ.સી.બી. વડોદરા ફિલ્ડ,વડોદરા. દ્વારા કરવામાં આવેલ.
બનાવની ગત તારીખ – તા.૨૩/૦૬/ર૦૨૧.બનાવનું સ્થળ- મહેસુલ વિભાગની ઓફીસ, મામલતદાર કચેરી, જાંબુઘોડા જી- પંચમહાલ.આરોપી:- રાઠવા નવીનભાઇ નારીયાભાઇ,નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, જાંબુઘોડા જી-પંચમહાલ.ખાતે ફરજ બજાવતા હતા.જાતિનો દાખલો કાઢી આપવા માટે 200 ની લાંચ લેતા ઝડપાયા.
લાંચની માંગણીની રકમ – રૂા.૨૦૦/-કરેલ હતી અને લાંચની સ્વીકાર્યા ની રકમ – રૂ.૨૦૦/- લાંચની રીકવરીની રકમ :- રૂા.૨૦૦/- કરવામાં આવી હતી.
એસીબીને આધારભુત માહિતી મળેલ કે, મામલતદાર કચેરી, જાંબુઘોડા ખાતેના અધિકારી/કર્મચારીઓ મામલતદાર કચેરીમાં આવક તથા જાતિના દાખલા માટે આવતા અરજદારો પાસે કાયદેસરની ફી ઉપરાંત લાંચ તરીકે રૂ.૧૦૦/- થી ૫૦૦/- સુધીની રકમ લાંચ તરીકે લેતા હોવાની અને જાહેર જનતાના માણસોને જે તે વખતે ફરીયાદ આપવાનો અવકાશ રહેતો ન હોય જેથી હકીકતની ખરાઇ કરવા સારૂ અને સત્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ તા.૨૩/૦૬/૨૦૨૧ ના રોજ ડીકોયરનો સાથ સહકાર મેળવી મામલતદાર કચેરી, જાંબુઘોડા જી- પંચમહાલ ખાતે લાંચના ડીકોય છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન ડીકોયર પાસેથી રાઠવા નવીનભાઇ નારીયાભાઇ, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, જાંબુઘોડા જી- પંચમહાલનાઓ જાતિનો દાખલો કાઢી આપી પંચ-૧ ની હાજરીમાં ડીકોયર પાસે હેતુલક્ષી વાતચીત કરી રૂા.ર૦૦/- ની માંગણી કરી, સ્વીકારી લાંચના ડીકોય છટકામાં પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો દાખલ કરાયો છે
ટ્રેપ કરનાર અધિકારી :- એસ.એસ.રાઠોડ, પો.ઇ., એ.સી.બી. વડોદરા ફીલ્ડ, વડોદરા તથા સ્ટાફ.
સુપર વિઝન અધિકારી :- એસ.એસ.ગઢવી, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024