મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વેકસીનેશન મહાઅભિયાન મા પ્રા.આ કે.વસઇ ના વિસ્તાર નાં ગામો મા ફક્ત 3 દિવસ મા 2500 થી પણ વધુ લોકો નુ રસીકરણ
News Jamnagar June 24, 2021
જામનગર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઇ હેઠળ આવતા તમામ ગામોમા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના મહા અભિયાન અંતર્ગત બધાને વેક્સિન મફત વેક્સિન કાર્યક્રમજાહેર થયા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઇ હેઠળ આવતા તમામ ગામો નાં ગ્રામજનો જાગૃતતા દાખવી રસી લેવા ઉમટી પડ્યા છે. છેલ્લા 3 દિવસ મા 2500 થી પણ વધુ લોકો રસી લઇ કોરાના સામેની લડાઇ મા રક્ષીત થાય છે એમ વસઇ વિસ્તાર ના વેક્સિન ઈનચાર્જ હરપાલ સિંહ ચુડાસમા દ્વારા જણાવવા મા આવ્યું છ.
વેક્સિન ઈનચાર્જ હરપાલ સિંહ ચુડાસમા દ્વારા વસઇ વિસ્તાર માં રસીકરણ કાર્યક્ર્મ વિશે વધુ વિગત જણાવતા કહ્યું છે કે તેમની ટીમ દ્વારા છેલ્લા ચાર માસ થી મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ડો. બીરેન મણવર સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજેશ ગુપ્તા સાહેબ પ્રા.આ.કે. વસઇ ના મેડીકલ ઓફિસર ડો. અજય વકાતર સાહેબ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર રાણાભાઇ વરુ સાહેબના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ સાથે સંકલન કરી લોકો ને સહેલાઇ થી રસી મળી રહે તે પ્રમાણે તેમની ટીમ દ્વારા કામગીરી કરવામા આવી રહી છે જેથી જામનગર જીલ્લા ના પ્રા.આ.કે. વસઇ નો વિસ્તાર રસીકરણ કાર્યક્રમ ચાલુ થયા પછી જામનગર જિલ્લા મા સૌથી વધુ લોકો દ્વારા રસી લઈ આજસુધી પ્રથમ રહ્યો છે.
તેમજ વેક્સિન ઈનચાર્જ હરપાલ સિંહ ચૂડાસમા દ્વારા સમગ્ર પ્રા.આ. કે. વસઇ ના વિસ્તાર માં થયેલ રસીકરણ કામગીરી બદલ આરોગ્ય ટીમ સાથે ખુબજ કઠીન વિસ્તારો મા લોકો ને ઝડપથી રસી મળી રહે તે માટે પોતાની ફરજ નાં સમય કરતા પણ વધુ સમય ફાળવી કામગીરી કરતા પાયા નાં તમામ કર્મચારીઓ FHW,MPHW, CHO તેમજ આશા બહેનો ને અભિનંદન પાઠવ્યા છે
આ મહા અભિયાન અંતર્ગત પ્રા.આ.કે. વસઇ ના વેક્સિન ઇન્ચાર્જ શ્રી હરપાલ સિંહ ચુડાસમા દ્વારા તમામ લોકોને આ મહાઅભિયાન મા જોડાઈ ને પોતાની અને પોતાના પરીવાર ની સુરક્ષા માટે વેક્સિન લગાવવા અનુરોધ કર્યો છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024