મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામ્યુકો ની સ્ટેન્ડીંગ કમીટીમા વિકાસનો રોડમેપ આગળ ધપાવી પ્રાયોરીટી સાથે સંતુલીત સુવિધાઓના ઠરાવ કરતા ચેરમેન કટારીયા
News Jamnagar June 25, 2021
જામનગર અહેવાલ.( ભરત ભોગાયતા દ્વારા)
ત્રણ કરોડ થી વધુ કાર્યો મંજુર સાથે નગરને ઓળખ અપાવનારા વધુ પ્રોજેક્ટ હાથ ધરાશે અને નવા ફાયર સ્ટેશન તેમજ વોટર નેટવર્ક વધારવા મહત્વ અપાયુ
જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન ની સૌથી અગત્યની કમીટી સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન મનીષ કટારીયા એ જણાવ્યુ છે કે વિકસતા જતા જામનગરમા પ્રાથમીક સુવિધાઓ સાથે સાથે શહેરની આગવી ઓળખ માટે પણ આયોજન અવિરત કરવા ઉપર અમોએ ભાર મુક્યો છે સતાપક્ષના સૌ જવાબદારો સંકલિત પ્રયાસથી એ દિશામા આગળ ધપીએ છીએ કેમકે જામનગર ને હજુ વધુ સુચારૂ વિકસીત સુવિધાસભર અને માણવા લાયક શહેર બનાવવુ છે
બીજી તરફ કોર્પોરેશનમાંથી મળેલી વિગતો મુજબ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ તા. ૨૪-૦૬-૨૦૨૧ ના રોજ ચેરમેન મનિષ પી. કટારીયાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડે. મેયર તપનભાઇ પરમાર, નવનિયુકત કમિશ્નર ખરાડી , ડે. કમિશ્નર વસ્તાણી, આસી. કમિશ્નર (વ.) ડાંગર હાજર રહેલ અને નવયુકત કમિશ્નરનું પદાધીકારીઓ, સભ્યઓ, અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેમજ કમિશ્નરએ સ્વાગતના અનુસંધાને સૌ સાથે મળી ટીમ જામનગર તરીકે કામ કરીએ તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો
આ મીટીંગમા જે ઠરાવ કરાયા તેમા.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત વોટર વર્કસ શાખા હસ્તકના ગુલાબનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાક્ટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૨૨.૮૩ લાખ મંજુરવોટર વર્કસ શાખા હસ્તકના શંકર ટેકરી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૧૫.૭૦ લાખ મંજુર બેડી અને માધાપર ભુંગા ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૨૨.૮૦ લાખ મંજુર – ગત વર્ષના મંજુર થયેલ ભાવે કામ કરાવવાનું મંજુર રવી પાર્કઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ
કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૯.૯૫ લાખ મંજુર
જામનું ડેરૂ તથા પાબારી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્કીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૨૦.૫૦ લાખ મંજુર ગોકુલનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાક્ટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૨૧.૨૬ લાખ મંજુર
પવનચકકી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૧૫.૨૭ લાખ મંજુર સમર્પણ
ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્કીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયેબે વર્ષ માટે ખર્ચ રૂા. ૧૫.૨૭ લાખ મંજુર
જ્ઞાનગંગા ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાક્ટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૭.૬૧ લાખ મંજુર મહાપ્રભુજી બેઠક ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયેબે વર્ષ માટે ખર્ચ રૂા. ૧૦.૫૬ લાખ મંજુર
રણજીતનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપ લાઇન નેટવર્કના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૧૬.૩૩ લાખ મંજુર જામનગર શહેરના ઇ.એસ.આર. / ઝોનમાં સ્ટ્રેન્કીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વાલ્વ રીપેરીંગ કરવાના કામ માટે રેઇટ કોન્ટ્રાક્ટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૨૯.૭૫ લાખ મંજુરસીટી વિસ્તાર તથા હેડ વર્કસ ઉપર સ્પેશીયલ પ્રકારના કામ માટે એમ.એસ. સપ્લાય કરીને ફીટીંગ કરવાના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરશ્રીની ૨જુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૨૯.૨૭ લાખ મંજુર
ડંકી વિભાગ માટે છકડો રીક્ષા ભાડે રાખવાના કામ માટે રેઇટ કોન્ટ્રાકટ (૨ વર્ષ) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૩.૭૯ લાખ મંજુર કરાયા છે તેમજ વોટર વર્કસ શાખાના જુદા જુદા કામો માટે માનવશક્તિ પુરી પાડવાના કામનો વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે વાર્ષિક ખર્ચ રૂા. ૨૨.૯૬ લાખ મંજુર રણજીતસાગર ડેમ ખાતે જંગલ કટીંગ, મોરમ પાથરવાનું તેમજ ચોમાસાની ઋતુ પહેલા ડેમ, પંપ હાઉસ તેમજ અન્ય જગ્યાએ જરૂરીયાત મુજબ રેતીના બાચકા ભરી સ્ટેક કરવાના કામ (બે વર્ષ માટે) અંગે રેઇટ કોન્ટ્રાકટ મંજુર કરવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે બે વર્ષ માટે ખર્ચ રૂા. ૫.૬૨ લાખ મંજુર કરાયુ છે
ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૧ ની શહેરી સડક યોજનાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૫ માં વી.એમ. મહેતા કોલેજની કમ્પાઉન્ડ વોલ તથા ગેઇટ બનાવવાના કામ અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ખર્ચ રૂા. ૧૪.૩૬ લાખ મંજુર
૨૦૨૦-૨૧ ની શહેરી સડક યોજનાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૧૫ માં લાલપુર રોડ રાજપુત કન્યા છાત્રાલયથી બાયપાસને જોડતો સી.સી. રોડ બનાવવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ખર્ચ રૂા. ૬૨.૯૬ લાખ મંજુર
કરાયા છે ઉપરાંત કાલાવડ રોડ પર આવેલ ઇ.એસ.આર.ની સામેની સાઈડ પ્લોટ નં. ૬૨/૨ માં ફાયર સ્ટેશન બનાવવાના કામ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર થવા કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય
સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો છે અને
લાલપુર રોડ પર આવેલ પંપ હાઉસ ખાતે ફાયર સ્ટેશન બનાવવાના કામ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર થવા કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો છે
રણમલ તળાવ પ્રવેશદ્વાર-૫ પાસે આવેલ બાલ્કનજીબારીવાળી જગ્યાને બાળકો માટે સાયન્સ નોલેજ પાર્ક તરીકે ડેવલોપ કરવાના કામ બાબતે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો તથાલાઇટ શાખા ખાતે ઇલેકટ્રીકલ લાઇનમેનની જગ્યા ઉપર કોન્ટ્રાકટબેઇઝની નવી નિમણુંક આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે૧૧ માસ માટે મુદત વધારો મંજુર કરાયો અને ફાયર શાખા ખાતે ફાયરમેન કમ ડ્રાયવ૨ કમ પંપ ઓપરેટરની જગ્યા ઉપર કોન્ટ્રાકટબેઇઝની નવી નિમણુંક આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે૬ માસ માટે મુદત વધારો મંજુર કરાય છે તેવીજ રીતેએકાઉન્ટન્ટની જગ્યા ઉપર કોન્ટ્રાકટબેઇઝની નવી નિમણુંક આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ૧૧ માસ માટે મુદત વધારો મંજુર કરાયો છે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ગાંધીનગર પાસે આવેલ બ્રુકબોન્ડવાળી જમીનને લગત શનિવારી બજા૨વાળી ખુલ્લી જગ્યા બાબતે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ઝોન ચેન્જ અંગે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામા આવ્યુ છે
ઉપરાંત મિોલકત વેરા માં રીબેટ યોજનાની મુદત ૧ માસ માટે વધારવામાં આવી છે આમ
ટોટલ અંદાજીત ખર્ચ મંજુરી રૂા. ૩૪૬.૭૯ લાખ ના ખર્ચના કામો ના કમીટીમા ઠરાવ થયા છે
જામ્યુકોની હાલની યંગજનરેશન ની નવી બોડી શહેરની સુવિધા વધારવા જહેમત ઉઠાવે છે તેમજ કોરોના કાળમા આ વિકાસ કામો સાથે સાથે આરોગ્ય સફાઇ વેક્સીનેશન નિયમપાલન લોકપ્રશ્ર્નોના નિકાલ વગેરે કામગીરી સઘન કરી રહ્યાનુ ઘણા વિસ્તારના નાગરીકો જણાવે છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025