મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચાલુ ફરજ પર મોબાઇલમાં મશગુલ 6 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા
News Jamnagar June 25, 2021
રાજકોટ
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબે ખાનગી વાહનમાં ટ્રાફિક નિયમન યોગ્ય રીતે કરવામાં આવે છે કે કેમ તે જાણવા સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતું.
આજે તેમણે જિલ્લા પંચાયત ચોક, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, ડો. યાજ્ઞિાક રોડ, માલવીયા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, બસ સ્ટેન્ડ, ભૂતખાના ચોક, કેકેવી ચોક, બીગ બજાર ચોક, ઈન્દિરા સર્કલ, રૈયા ટેલીફોન એકસ્ચેન્જ સહિતનાં મહત્વનાં પોઈન્ટ પર સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું. જેમાં જયાં બ્રીજનાં કામને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યાં ટ્રાફિક સમસ્યા ઉદભવે નહીં તે માટે ફરજ પરનાં ટ્રાફિક બ્રાન્ચનાં પોલીસમેનોને જરૂરી સુચનાઓ આપી હતી.
અમુક નવા પોઈન્ટની ઓળખ કરી ત્યાં ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત મૂકવાથી તો જયાં ટ્રાફિક સમસ્યા મેઈન પાવરથી હલ થઈ શકે તેમ હોય તેવા પોઈન્ટ પર વધારાનાં માણસો મૂકવા સહિતની સુચનાઓ આપી હતી.
છ જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક નિયમનની કામગીરી કરાવાને બદલે મોબાઈલમાં મશગુલ અને સાઈડમાં બેઠેલા હોવાનું દેખાતા તમામને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા હતાં.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024