મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જામનગર ક્રિકેટ એસોસિયેશનના હોદેદારો સાથે બેઠક યોજતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar June 25, 2021
જામનગર તા.૨૫ જુન, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ. બ્રાન્ચના અધિકારીશ્રીઓ તથા જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશનના હોદેદારો સાથે બેઠક યોજી હતી અને જામનગર ક્રિકેટ એસોસિયશનના હોદેદારો દ્વારા રજૂ થયેલ પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અજયભાઈ સવાદીયા, ઉપ પ્રમુખશ્રી વિનુભાઇ ધ્રુવ, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા સભ્યો સર્વ ભીખુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, ઘનશ્યામસિંહ રાઠોડ, કિરીટભાઈ બૂધ્ધભટ્ટી, નરેન્દ્રસિંહ જાડેજા વગેરેએ મંત્રીને ક્રિકેટ મેદાનના ડેવલોપ્મેન્ટ અંગે વિવિધ રજૂઆતો તેમજ સૂચનો કર્યા હતા. જે અંગે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ. બ્રાન્ચના અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સાથે સાથે મંત્રીશ્રીએ હેરીટેઝ ક્રિકેટ બંગ્લો તેમજ કચેરીની મુલાકાત લઈ સમગ્ર ગ્રાઉન્ડનુ નિરીક્ષણ કર્યુ હતું.
બેઠકમાં શહેર અધ્યક્ષ વિમલ કગથરા, પી.આઈ.યુ. બ્રાન્ચના ચીફ એન્જિનિયર દિલીપભાઈ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર જે.આર.પટેલ, સેકશન ઓફિસર આઈ.સી. પટેલ વગેરે ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024