મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જોડીયા અને ધ્રોલ ખાતે સામાજીક અધિકારીતાના શિબીરમાં દિવ્યાંગજનોને સાંસદ પૂનમબેન માડમ હસ્તે સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું.
News Jamnagar June 26, 2021
જામનગર
જોડીયા અને ધ્રોલ ખાતે સામાજીક અધિકારીતાના શિબીરમાં દિવ્યાંગજનોને સાંસદ પૂનમબેન માડમ હસ્તે સહાયક ઉપકરણોનું વિતરણ જામનગર , માન . પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબએ દરેક નાગરીકને સમાન અધિકાર પ્રાપ્ત થાય તથા દિવ્યાંગજનો આતમનિર્ભર બની સમાજની મુખ્યધારામાં તેઓનું યોગદાન આપી , રાષ્ટ્ર વિકાસમાં જોડાય તેવા પ્રયાસો ચરીતાર્થ થાય તે હેતુથી ભારત સરકારશ્રીના સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ અને એલીસ્કોના સહયોગથી દિવ્યાંગજનોને એડીપ યોજના અંતર્ગત નિઃશૂલક સહાયક ઉપકરણો જામનગર દેવભૂમિ દ્વારકા સંસદીય મતવિસ્તારના જીલ્લામાં અર્પણ કરવા માટેના વિતરણના કાર્યક્રમાં યોજાયેલ છે .
ગઈ કાલ કડવા પટેલ સમાજ વાડી – જોડીયા ખાતે અને જી.એમ.પટેલ કન્યા છાત્રાલય – ધ્રોલ ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમના વરદહસ્તે સહાયક ઉપકરણોના વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા . જેમાં જોડીયા ખાતેના કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા , માજી.ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા , તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા , જીલ્લા ભાજપ અનજાતી મોરચા પ્રમુખશ્રી ભીમજીભાઈ મકવાણા તથા અન્ય ચૂંટાયેલા પદાધિકારી ઓ અને કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતીમાં જોડીયામાં ૧૬૨ લાભાર્થીઓને ૩૬ ૬ સહાયક ઉપકરણોનું વિતરણ કરાયા બાદ ધ્રોલ ખાતે સાંસદ પૂનમબેન માડમની સાથે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા , માજી.ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા ,
બી.એચ.ઘોડાસરા , નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર , તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગીતાબા પોલભા જાડેજા , જીલ્લા પંચાયત ન્યાય સમિતી ચેરમેન ગોમતીબેન મેઘજીભાઈ ચાવડા , જીલ્લા પંચાયત સદસ્ય લગધીરસિંહ જાડેજા , તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મંગરા અને શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ શુકલ વિગેરેની ઉપસ્થિતીમાં ૨૫૬ લાભાર્થીને ૪૯૮ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવેલ હતું .
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દિવ્યાંગજનોને જરૂરી સહાયક સાધનો મળી રહે તે માટે જામગરે સાંસદ પૂનમબેન માડમની જહેમત અને સતત મોનીટરીંગ તથા ભારત સરકારમાં સમયાંતરે રજુઆત તથા યોગ્ય પ્રયાસોથી જામનગર જીલ્લામાં દિધ્યાંગજનોને વિનામૂલ્ય સહાયક સાધનનો લાભાર્થીઓને તબકકાવાર વિતરણના કાર્યક્રમો યોજાયેલ છે , હાલારના બને જીલ્લાના ૩૮૦ પ દિવ્યાંગોને રૂા .૭૩ કરોડ ૫૭ લાખની કિંમતના દ ૨૨૫ ઉપકરણોનું વિતરણ કરવામાં આવનાર છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024