મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઈવર 5000 હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો.મહિલા પી.એસ.આઇ. ફરાર એ.સી.બી.ની.સફળ ટ્રેપ.
News Jamnagar June 26, 2021
જામનગર
જામનગરમાં એસ.પી. કચેરી અને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક જ આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં ACBની ગાઈકલે મોડીરાત્રે રેઇડથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જોવા મળી હતી.
જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી એસીબીની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા છે. જ્યારે મહિલા પી.એસ.આઈ. ફરાર થઈ ગયા હતા.
જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના વર્ગ-3ના મહિલા PSI યુ.આર.ભટ્ટ દ્વારા એક વ્યક્તિ પાસે તેની સાળીને કોઈ વ્યક્તિ ભગાડી ગયો હતો.જેની તપાસ દરમ્યાન તેના ખર્ચ માટે 5000ની માંગણી કરી હતી.
એસીબી સફળ ટ્રેપ તા.૨૫/૦૬/૨૧ ફરિયાદી- એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી
આરોપી (૧)યુ.આર.ભટ્ટ, મહિલા પો.સ.ઈ. વર્ગ-૩, મહિલા પોલીસ સ્ટેશન, જામનગર (૨)દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા આર્મ લોકરક્ષક (ડ્રાઈવર), વર્ગ-૩,મહિલા પોલીસ સ્ટેશન, જામનગર ફરીયાદીના સાળીને કોઈ ઈસમ ભગાડીને લઇ ગયેલ અને તેની તપાસ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી નં.(૧) પાસે ચાલતી હતી. આ કામના આરોપી નં.(૧)નાએ ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે અવાર નવાર બોલાવી ફરિયાદી પાસે તેમની સાળીના કેસની વ્યવસ્થિત તપાસ કરેલ તેના ખર્ચા પેટે રૂ.૫૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ.
ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા, ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવતા, આ કામના આરોપી નં. (૧)નાએ ફરિયાદીને લાંચના રૂ.૫૦૦૦/- આરોપી નં. (૨)ને આપવા જણાવેલ. આરોપી નં.(૨)નાએ ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ જઈ, બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, ગુનાહિત ગેરવર્તણુક કરી ગુનો કર્યા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ટ્રેપીંગ અધિકારી: એ. ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, તથા એસીબી પોસ્ટે જામનગર અને દેવભૂમિ દ્વારકા સ્ટાફ.
સુપરવિઝન અધિકારી:- બી. એલ. દેસાઈ,ઇન્ચાર્જ મદદનીશ નિયામક, રાજકોટ. દ્વારા કરવામાં આવી હતી
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024