મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાંધણગેસના બાટલા માંથી ગેરકાયદેસર રીફીલીંગ કરી તેનું વેચાણ કરતા બે ઈસમોને મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar June 26, 2021
જામનગર
રાંધણગેસના બાટલા માંથી ગેરકાયદેસર રીફીલીંગ કરી તેનું વેચાણ કરતા બે ઈસમોને કુલ કી.રૂ. ૧,૧૭,૩૪૬ / – ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી. જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓની સુચનાથી એસ.ઓ.જી.ના પો.ઇન્સ . એસ.એસ.નિનામા સા . ના માર્ગદર્શન મુજબ તથા એસ.ઓ.જી.ના પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી ની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના રમેશભાઈ ચાવડા તથા મયુદિનભાઈ સૈયદ તથા સંદિપભાઈ ચુડાસમા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે , જામનગર , રાંદલનગર , મહાસાગર મીનરલ વોટરની સામે રોડ ઉપર બે ઈસમો ગેરકાયદેસર રીતે એક છકડા રીક્ષામાંથી ગેસના ભરેલ બાટલા ઉતારી તે ગેસના ભરેલ બાટલા માથી ખાલી ગેસના બાટલીમાં ભરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે.
તેવી હકીકત આધરે રેઈડ કરતા સદર જગ્યાએ થી ગેસ ભરેલા શીલ બંધ ઈન્ડેન કંપની લાલ કલરનાં બાટલો નંગ -૧૮ જેની કુલ કી.રૂ .૫૦,૭૯૬ / – તથા ખાલી ઈન્ડેન કંપનીના લાલ કલરના બાટલા નંગ -૦૨ જેની કુલ કી.રૂ .૪૦૦૦ / તથા ઈન્ડેન કંપનીના લાલ કલરના શીલ તુટેલ ગેસ ભરેલા બાટલા નંગ -૫ જેની કુલ કી.રૂ .૧૨,૫૦૦ / – તથા ગેસ રીફીલીંગ માટેની નિપલ નંગ -૧ કી.રૂ .૫૦ / – તથા છકડો રીક્ષા રજી . નંબર GJ – 10 – Y – 5492 કી.રૂ .૫૦,૦૦૦ / – ગણી એમ કુલ કી.રૂ. ૧,૧૭,૩૪૬ / – ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સટેબલ સંદિપભાઈ દિનેશભાઈ ચુડાસમા એ ઈપીકો કલમ ૨૮૫ , ૧૧૪ તથા આવશ્યક ચીજ – વસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩ , ૭ , ૧૧ મુજબ સીટી ” બી ” ડીવી . પો.સ્ટે . માં ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે .
આરોપીનુ નામ : – ( ૧ ) મનસુખભાઈ ઉર્ફે મનો નારણભાઈ ટોયટા જાતે ભરવાડ ઉવ .૨૫ ધંધો રીક્ષા ડ્રાઈવીંગ રહે એકડે એક બાપુની દર્ગા પાસે , રબારી ગેઈટની સામે , બેડેશ્વર , જામનગર ( ૨ ) રૂડેશભાઈ ઉંર્ફે રાહુલ હીરાભાઈ સોલંકી જાતે ભરવાડ ઉવ .૨૬ ધંધો ઈન્ડેન ગેસમાં ડિલેવરી મેન રહે રાંદલનગર , મહાસાગર મીનરલ વોટરાની સામે , જામનગર આ કાર્યવાહી પો.ઇન્સ . એસ.એસ.નીનામા સા . ની સુચના મુજબ પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024