મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.૮૨૯.૦૩ લાખના ૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા
News Jamnagar June 28, 2021
જામનગર
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.૮૨૯.૦૩ લાખના
૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
જામનગર, તા.૨૮ જૂન, જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટરશ્રી સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં મંત્રી સૌરભભાઇ પટેલ અને કલેકટર ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ કલેકટર કચેરીના સભાખંડ ખાતેથી મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોથી તાલુકા અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ બેઠકમાં જામનગર મંત્રીઓ જિલ્લામાં તેમજ તાલુકાઓમાં, ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજો વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવેલ અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
પ્રભારી મંત્રી તરીકે સૌરભભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી ૧૫% વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ.૭૨૮.૦૩ લાખના ૩૨૧ કામો, અનુ.જાતિ જોગવાઇનાં રૂ. ૮૧ લાખના ૪૯ કામો તથા ૫% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.૨૦ લાખના ૮ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.૮૨૯.૦૩ લાખનાં કુલ ૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેન્દ્ર રાયજાદા, આયોજન અધિકારીશ્રી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024