મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બેડી સહિત સંખ્યાબંધ વિસ્તારમા વિજગ્રાહકો ને યાતના ઉકેલવા પ્રબળ રજુઆત કરતા જનસેવક નુરમામદ
News Jamnagar June 29, 2021
જામનગરમા વીજધાંધીયા અંગે લોકોની સમશ્યાને વાચા આપતા કોર્પોરેટર
જામનગર
અહેવાલ .ભરતભાઈ ભોગાયત
શહેરના અનેક વિસ્તારોમા વીજધાંધીયાએ માજા મુકી છે ત્યારે લોકોની સમશ્યાને કોર્પોરેટરે વાચા આપી છે તેમજ બેડી સહિતના અનેક વિસ્તારોમા વીજગ્રાહકોના પ્રશ્ર્નો ઉકેલવાની પ્રબળ માંગણી કરી છે અને ગરીબોને ઇલેક્ટ્રીક સીટી રેગ્યુલર સપ્લાય કરી સકુન આપવુ જોઇએ તેમ જણાવ્યુ છે
જામનગર કોર્પોરેશન ના વોર્ડ નં.1માં બેડી પોર્ટ ફિડર, રણજીતવિલા ફિડરમાં થતાં વિજ ધાંધીયા અંગે કાર્યવાહી કરવા અને એકડે એક શા બાપુ વાળા વિસ્તારોને રોજી પોર્ટ ફિડરમાં બદલવા વોર્ડ નં.1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદભાઇ પલેજા દ્વારા કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા 15 દિવસ થી બેડી પોર્ટ ફીડર માં આવતા વિસ્તાર, એક્ડે એક શા બાપુ, બેડી ઈદ મસ્જીદ, નૂરી રઝા ચોક, દિવેલીયા ચાલી, આઝાદ ચોક, ચાંદની ચોક, જુમ્મા મસ્જીદ વિસ્તાર, થરી વિસ્તાર, ખારી વિસ્તાર, ફારુકે આઝમ ચોક, ઈકબાલ ચોક, શેરે રઝા ચોક, ગઢવાળી સ્કૂલનો વિસ્તાર તેમજ રણજીત વિલા ફીડરમાંથી લાઈટ મેળવતા માધાપર ભૂંગા, જોડિયા ભૂંગા, ગરીબનગર પાણાખાણ વિસ્તાર અને બેડેશ્વર વિસ્તારમાં દિવસમાં રોજે રોજ 15 દિવસથી રેગ્યુલર રીતે 8 થી 10 કલાક લાઈટ બંધ કરી દેવામાં આવે છે.જેથી હાલ ગરમીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે અને બીમાર દર્દીઓને અસહાય તકલીફો પડે છે.
આમાં વારંવાર લાઈટ ફોલ્ટ ના કારણે લોકોના ઘરો ના ઉપકરણો પણ સળગી જાય છે.અને નુકશાન થાય છે.તેમજ જાનમાલની નુકશાનીનો પણ સંભવ રહેલ છે. જેથી ઉપરોક્ત ફીડર માંથી લાઈટ ફોલ્ટ તાત્કાલિક દુર કરવા અને તેમાં કાયમી નિરાકરણ કરવા ઘટતા પગલા ભરવા ખુબ જ જરૂરી છે.
હાલ બેડી પોર્ટ માં વીજ ધાંધિયા રહેતા હોય અને ત્રણ ફીડર ઉપરથી લાઈનો પસાર થતી હોવાથી એકડે એક શા બાપુ નો વિસ્તાર હાલ નવા રોઝી પોર્ટ ફીડર માં કરવામાં આવે તો થોડા અંશે રાહત મળે તેમ છે.જેથી એકડે એક શા બાપુનો વિસ્તાર રોઝી પોર્ટ ફીડર માં કરી આપવા તેમજ ઉપરોક્ત વિસ્તારમાં વીજ ફોલ્ટ દુર કરવા અને પાણી વિતરણ સમય માં રેગ્યુલર લાઈટ મળી રહે તે માટે તાત્કાલિક પગલા ભરવા માંગણી કરાઇ છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025