મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્વ.પંકજસિંહ જાડેજાના જીવન-કવન આધારિત પુસ્તકને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
News Jamnagar July 03, 2021
અંબાજી ખાતેના સર્કલના નામાભિધાનની કામગીરી સત્વરે પૂરી કરવા લોકલાગણી
જામનગર
અહેવાલ. ભરતભાઈ ભોગાયતા
યશસ્વી કારકિર્દી સાથે રાજ્ય સરકારમાં નાયબ કલેક્ટર તરીકે કાર્યરત અને ખૂબ નાની ઉંમરમાં અકસ્માતે સ્વર્ગસ્થ થયેલા મુળ હાલારના રત્ન સ્વ. પંકજસિંહ જાડેજાના જીવન-કવન વિષે જાણીતા લેખક અને વક્તા તેમજ ગુજરાત સરકારના કલાસ-1 અધિકારી શૈલેષભાઇ સગપરિયાએ લખેલ પુસ્તક ‘નોખી માટીનો અનોખો માણસ – પંકજસિંહ જાડેજા’ ને તાજેતરમાં જ થયેલી જાહેરાત મુજબ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જીવનચરિત્ર વિભાગના શ્રેષ્ઠ પુસ્તક પૈકીનાં એક તરીકે જાહેર કરવામાં આવતાં સ્વ. પંકજસિંહના ચાહકો અને મિત્રવર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ છે. લેખક સગપરિયાજી અત્યાર સુધી ૩૦ થી વધારે પુસ્તકો લખ્યાં છે. તેઓએ પંકજસિંહજી ઉપરાંત સરદાર પટેલ અને પ્રમુખસ્વામી મહારાજ ઉપર લખેલ યાદગાર જીવનચરિત્રો અનુક્રમે ‘સરદારના સંભારણા’ અને ‘પ્રમુખ પથ’ મુખ્ય છે. પંકજસિંહજીના જીવન પરનું પુસ્તક જાણીતા પ્રકાશક કે. બુક્સ, રાજકોટ દ્વારા સને-૨૦૧૮ માં પ્રકાશિત કરવામાં આવેલ અને તેનું વિમોચન પંકજસિંહના વતન મોટી પાનેલી ખાતે માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ.
રાજ્ય સરકારની સેવા દરમ્યાન મામલતદાર અને નાયબ કલેક્ટર તરીકે ઉત્કૃષ્ટ વહીવટી કામગીરીઓ બદલ બે રાષ્ટ્રપતિ એવોર્ડ અને બેસ્ટ મામલતદાર એવોર્ડ પ્રાપ્ત કરનાર પંકજસિંહજીના જીવનના એવા પ્રસંગોનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવેલ છે કે, જે દરેક વ્યકિતને તેના ક્ષેત્રમાં ટોચ પર પહોંચવાની પ્રેરણા આપે. પંકજસિંહજીએ ગુજરાત સરકારમાં વિવિધ સ્થળોએ સિમાચિહનરૂપ કામગીરી કરેલ હતી, વિશેષ કરીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિરના વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમ્યાન અંબાજીમાં થયેલા વિકાસકાર્યો અને તેના પરિણામ સ્વરૂપે દેશ અને દુનિયામાં શ્રેષ્ઠ સંચાલિત દેવસ્થાન તરીકેની છાપ ઉભી થયેલ છે.
સ્વ. પંકજસિંહના માયાળુ અને પરોપકારી સ્વભાવના કારણે મળેલી અપાર લોકચાહનાને પરિણામે અંબાજીના નગરજનોની માંગણીને ધ્યાનમાં રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાપક સમિતિએ સર્વાનુમતે અંબાજી-આબુ રોડ-ગબ્બર રોડ પરના સર્કલને ‘સ્વ. શ્રી પંકજસિંહ જાડેજા ચોક’ નામ આપવા ઠરાવ કરી મંજુરી અર્થે રાજ્ય સરકારને મોકલી આપેલ છે. દેવસ્થાનના હિતચિંતક અધિકારીની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટેની આ કામગીરી સત્વરે પૂરી થાય તેવી વ્યાપક માંગણી ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, સ્વ. પંકજસિંહજીએ તેમના કાર્યકાળ દરમ્યાન અંબાજી મંદિરમાં વર્ષોથી બંધ યજ્ઞશાળા ફરી શરૂ કરાવવી, મંદિરમાં સંસ્કૃત પાઠશાળાનો પુન:ઉધ્ધાર કરાવવો, દર્શનાર્થીઓ-યાત્રીઓ માટે ફલોરીંગ, શેડીંગ તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેર, ભાવિકોને ભોજનરૂપી પ્રસાદ વિનામુલ્યે આપવાનું શરૂ કરાવ્યું તેમજ મંદિરમાં માતાજીને ચડાવવામાં આવતા કિંમતી દાગીના માટે ઓથોરાઇઝડ વેલ્યુઅરની નિમણુંક કરીને મંદિરનો વહીવટ સુચારૂ કર્યો તે ઉપરાંત પીવાના શુધ્ધ પાણી માટે આર.ઓ. પ્લાન્ટ જેવી અનેકવિધ કામગીરીઓ કરી હતી. .
આ ઉપરાંત મંદિરમાં નાના, હંગામી, કુશળ સમર્પિત માણસોને કાયમી કરવાની તથા કપાતના કારણે બેરોજગાર બનતા પાથરણાવાળા અને નાના વિદ્યાર્થીઓને અલગ જગ્યા ફાળવવાની સેવાકીય કામગીરી કરેલ હતી. આમ સમાજના તમામ વર્ગોના પ્રિય બનેલા સ્વ. શ્રી પંકજસિંહજી કે. જાડેજાની નેત્રદિપક કામગીરી અને અંબાજીના વિકાસમાં આપેલ અવિસ્મરણીય યોગદાનના ઋણ સ્વીકાર તરીકે સ્થાનિક પ્રજાની માંગણી અને દેવસ્થાન સમિતિના ઠરાવને સત્વરે બહાલી મળે અને અંબાજી-આબુ રોડ-ગબ્બર રોડ પરના સર્કલને ‘સ્વ.શ્રી પંકજસિંહ જાડેજા ચોક’ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024