મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરકારી અને ખાનગી શાળા - કોલેજોમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓની 50 % ફી માફી માટે NSUI દ્વારા કરવામાં આવી રજુઆત.
News Jamnagar July 05, 2021
જામનગર
સરકારી અને ખાનગી શાળા – કોલેજોમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓની 50 % ફી માફ કરવા માટે આવેદન પત્ર આપી કરવામાં આવી રજુઆત coVID – 19 કોરોના વાયરસસંક્રમણ અટકાવવા અને ખાસ કરીને બાળકોમાં ચેપ ના લાગે તે માટે રાજ્યમાં આવેલ તમામ શાળા – કોલેજો લોકડાઉન પહેલાથી બંધ કરવાના આદેશ આપેલ હોઈ.
શાળા – કોલેજો બંધ કરવામાં આવી ત્યારથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિસિટી , પાણી , ટ્રાન્સપોર્ટેશન , સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી . બીજી બાજુ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી ધંધા – ધંધા – રોજગાર કરતા પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે .
આવા પરિવારોને રાહત આપવા ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ના ઉધરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લીધા સિવાય રાજ્ય સરકારે ખાનગી શાળા – કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં સંચાલકોની અનુકૂળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફી ન વધારવાનું સ્વીકારીને ખાનગી શાળા સંચાલકોને અનુકૂળતા કરી આપવામાં આવી છે . સરકારે રચેલ ફી નિયમન સમિતિમાં મળતીયાઓને મૂકીને ખાનગી શાળાઓને લાખો રૂપિયાની ફી ઉઘરાવવાના પરવાના અગાઉથી જ આપેલ છે એટલે એક વર્ષ આવી શાળાઓ ફીમાં વધારો ન કરે તો તેને કોઈ ફેર પડવાનો નથી . એકબાજુ ખાનગી શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે
અને બીજી બાજુ કોરોના મહામારીની વચ્ચે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહના ફાફાં છે તેવા સમયે અમુક મોટી શાળાઓ દ્વારા હાલ એડ્વાન્સ માં કરાવવાના સંદેશાઓ પાઠવવામાં આવી રહ્યા છે .
આ બધી જ પરિસ્થિતિઓને જોતાં આગામી સમયમાં પણ NSUI ના જિલ્લા પ્રમુખો અને હોદ્દેદારો દ્વારા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અનેક વખત આપશ્રીને પત્રો લખીને ખાનગી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા મધ્યમ અને નાના વર્ગના બાળકોના પરિવારને રાહત મળી રહે તે ફી માફ કરવાની માંગણી કરેલ છે . છત્તા પણ આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી . શાળા કોલેજો બંધ કરવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે . આગામી સમયમાં શાળા – કોલેજો ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી એટલેકે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોના મહામારીમા શાળા – કોલેજો સૌથી પહેલા બંધ કરવામાં આવી હતી અને સૌથી છેલ્લે શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે . લાખો રૂપિયાની ફી ઉધરાવતી ખાનગી શાળા કોલેજોમાં બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ નથી તેવા સમયે સરકારી અને ખાનગી શાળા કોલેજ સંચાલકો કોરોનાના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણના નામે નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને લૂટે નહિ અને ધંધા રોજગાર બંધ છે તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે અમો માંગણી કરીએ છીએ કે 25 % ફી શાળા- કોલેજો તરફથી માફ કરવામાં આવે તેમજ બાકીની 25 % ફી રાજ્ય સરકાર દ્વારા એમ મળીને કુલ 50 % ફી માફ થાય તેવી માંગણી કરીએ છી.જો વિદ્યાર્થીઓના હિતની આ માંગણી નહીં સ્વીકારાય તો વિદ્યાર્થીઓ અને વાલીઓને માટે એનએસયુઆઇ લડત ચલાવી વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય અપાવવા લડત ચલાવશે તેમ એનએસયુઆઇના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ આવેદન પત્ર આપતી વખતે સાથે તોસીફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, કરણસિંહ જાડેજા, મહાવીરસિંહ ચૌહાણ, રવીરાજસિંહ ગોહિલ, તુષાર થોભાણી, જયરાજસિંહ જાડેજા, હર્ષ ફોફરીયા, દેવ દ્વિવેદી, તેજશ સોની સહિતના વિદ્યાર્થી આગેવાનો
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024