મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.વધુ વિગત વાંચવા અહીં ક્લિક કરો.
News Jamnagar July 06, 2021
જામનગર
લોક અદાલત એ તકરારના સમાધાન માટેનું સુખદ નિવારણ ફોરમ છે જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે
જામનગર તા.૦૫ જુલાઈ, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા જામનગર જિલ્લાની કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દીવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા. ૧૦ જુલાઇ,૨૦૨૧ના રોજ “રાષ્ટ્રીય લોક-અદાલત” યોજાશે.
આ લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્જમેન્ટ એક્ટની કલમ ૧૩૮નાં મુજબના ચેકના કેસ, બેંક રીકવરીના દાવા, એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ (સમાધાનપાત્ર ન હોય તે સિવાયના), કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડીસ્ટ્રીક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ ), અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વગેરેના કેસો માટેની રાષ્ટ્રીય લોક અદાલતનું તા.૧૦-૦૭-૨૦૨૧નાં રોજ નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરેલ છે.
આથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને સચિવશ્રી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની યાદી દ્વારા જણાવાયું છે કે, ઉપરોક્ત જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનુ નિવારણ કરવા, તેઓના વકીલશ્રી મારફત જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટનો કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરવો. લોક અદાલત તકરારના સમાધાન માટેનું એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક ફાયદાની સાથે સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં.૨૫૫૦૧૦૬ ઉપર કરવો તેમજ દરેક તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જણાવેલ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024