મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત નું ગૌરવ ધીરજલાલ હિરાચંદ અંબાણી એટલે કર્મના સિદ્ધાંતને સાકાર કરનારા વ્યક્તિ વિશેષ
News Jamnagar July 06, 2021
જામનગર
અહેવાલ.ભરતભાઈ ભોગાયતા
ધીરજલાલ હિરાચંદ અંબાણી
જન્મ :- ૨૮ ડિસેમ્બર ૧૯૩૨
મૃત્યુ :- ૬ જુલાઇ ૨૦૦૨
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જૂનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ અંબાણી હતું. આજે તેમનો બિઝનેસ તેમના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંભાળી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એની શરૂઆત કેવી રીતે થઈ હતી અને કેટલી નામી ઉંમરમા થઈ હતી.
ધીરુભાઇ અંબાણીએ ૫૦,૦૦૦ રૂપિયા અને બે સહાયકો સાથે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પોતાનો પહેલો ધંધો શરૂ કરવા ધીરુભાઈ પાસે ૩૫૦ ચોરસ ફૂટનો એક જ ઓરડો હતો. જેમાં ટેબલ, ત્રણ ખુરશીઓ, બે સહયોગી અને એક ટેલિફોન હતો. ધીરુભાઇ અંબાણીએ 16 વર્ષની વયે ૧૦મું ધોરણ પાસ કર્યું અને ૧૭ વર્ષની વયે તેઓ પૈસા કમાવવા ૧૯૪૯ માં યમનમાં તેમના ભાઇ રમણિકલાલ પાસે જતાં રહ્યાં. ત્યાં તેમણે ગેસ સ્ટેશન પર એટેન્ડન્ટ તરીકે દર મહિને ૨૦૦ રૂપિયામાં કામ કર્યું. ઉલ્લેખનીય છે કે, આર્થિક મુશ્કેલીને કારણે તેણે નાની ઉંમરથી જ નાના નાના કામ કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા વર્ષો પછી ભારત પાછા ફર્યા અને ગિરનારની તળેટીમાં ભજીયા વેચવાનું શરૂ કર્યું.
ધીરુભાઈ અંબાણીએ પોતાનો પહેલો બિઝનેસ ૩૫૦ ચોરસ ફૂટના એક ઓરડાથી ૫૦ હજારની મુડી સાથે શરૂ કર્યો હતો. જેમાં એક ટેબલ, ત્રણ ખુરશીઓ, એક ટેલિફોન અને બે સહાયક હતા. થોડા દિવસો સુધી બજારમાં અવલોકન કર્યું અને નજીકથી જોયું ત્યારપછી ધીરુભાઇ સમજી ગયા કે ભારતમાં પોલિએસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશમાં માગ છે ભારતીય મસાલાની અહીંથી તેમને બિઝનેસનો વિચાર આવ્યો.
ધીરૂભાઈ પ્રત્યેક વ્યાવસાયિક કે ઔદ્યોગિક કદમ દેશના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને લેતાં. તેઓ દેશના જ નહીં પણ વિદેશના અર્થ-પ્રવાહોથી પોતાને માહિતગાર રાખતાં અને તે માહિતીનો ઉપયોગ પોતાના વ્યવસાય અને ઉદ્યોગને કેવી રીતે મજબૂતી પ્રદાન કરે અને તે દ્વારા દેશના અર્થતંત્રને શો ફાયદો થાય તે પ્રકારનાં પગલાં લેતાં. દેશના વધુને વધુ લોકોને પોતાના ઉદ્યોગ-વ્યવસાય સાથે સાંકળીને તેઓ જાતે તો સમૃદ્ધ થતાં, બીજા હજારો લોકોને પણ સમૃદ્ધ કરતાં જતાં અને તે રીતે દેશના આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક વ્યવસ્થામાં માતબર પ્રદાન કરતાં રહેતાં.
આજે જે કોર્પોરેટ સોશિઅલ રીસ્પોન્સિબિલીટીનો વિચાર સી.એસ.આર. તરીકે સરકાર અને સમાજમાં સ્વીકૃત બન્યો છે તે ધીરૂભાઈએ જે રીતે નાવિન્યસભર બનાવ્યો હતો તે જોઇને તો દંગ રહી જવાય તેવું છે. તેઓ માનતાં કે રાજા-મહારાજાઓ, પૂર્વજો અને શેઠ-મહાજનો તો પોતપોતાની રીતે દાન-પુણ્ય કરી સામાજિક જવાબદારીનું વહન કરતા જ. આ પરંપરાગત ભારતીયતા છે. દરેકે પોતપોતાની હેસિયત અને શક્તિ પ્રમાણે જેટલું શક્ય હોય તેટલું કરવું જોઇએ. એક ઉદ્યોગપતિ તરીકે કદાય દુનિયાના ઔદ્યોગિક ઇતિહાસમાં એ પહેલીવાર બન્યું હશે કે કોઇપણ ઉદ્યોગપતિએ પોતાના કારખાનામાં ઉત્પાદન શરૂ થાય તે પહેલાં સામાજિક જવાબદારી નિભાવવાનું શરૂ કર્યું હોય !
જામનગરમાં દુનિયાની મોટામાં મોટી ક્રૂડ ઓઇલ રીફાઇનરીના જંગી મૂડી રોકાણનું વળતર (ROI) મળવાનું શરૂ થાય તે પહેલાંથી જ ધીરૂભાઈએ ગ્રામ્ય વિસ્તારમાં વિશિષ્ટ સમાજલક્ષી કાર્યોનો પ્રારંભ કર્યો હતો. રીફાઇનરીની આજુબાજુના ગામોની ગાયોને નિયમિત ધોરણે ઘાસચારો પૂરો પાડવાનું અને ગામેગામ ગૌશાળાઓ બાંધવાનું કાર્ય કોઇ ઉદ્યોગગૃહ કરે, કોઇ ઉદ્યોગપતિ કાયમી ધોરણે તે કામને પોતાનું ગણી માથે લે તે ધીરૂભાઈ અંબાણી જ કરી શકે! તેમણે પોતાના સંકુલમાં પ્રોસેસ વોટરની જરૂરિયાત માટે સ્થાપેલ દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટમાંથી નાગરિક વપરાશ માટે પુષ્કળ પાણી સપ્લાય કર્યું! ગામડાંઓમાં ધુમાડાબંધ જમણ અને લોકસાહિત્યના કવિઓ-કલાકારો-વાર્તાકારોના ડાયરાઓનું આયોજન અને આ પ્રકારનાં કામોમાં સક્રિય ભાગીદારી અને વ્યક્તિગત ઉપસ્થિતિ ધીરૂભાઈની ખાસિયત પણ હતી ને ખૂબી પણ. કારણ કે તેમની નસોમાં ભારતીય સંસ્કારો વહેતા હતા.
ધીરૂભાઈ ટેકનોલોજી અને પ્રોસેસ પ્લાન્ટો આયાત તો કરતા જ, પરંતુ તેમાંથી ઉત્પાદન તો દેશમાં જ કરતા. કારણ કે તેઓ માનતા કે જેમાં દેશનું શ્રેય છે તેમાં જ રીલાયન્સનું શ્રેય છે. (What is good for India is good for Reliance). તેથી જ જ્યારે આજકાલ દેશના તવંગરોમાં ઇટાલી જેવા દેશોમાં લગ્ન પ્રસંગ ઉજવવાનો ઉન્માદ છે ત્યારે મૂકેશભાઈ દીકરીનાં લગ્ન દેશમાં જ અંબાણી પરિવારને છાજે તેવી ભવ્યતા અને ગરિમાથી કરે તે ધીરૂભાઈ અંબાણીના સંસ્કાર નહીં તો બીજું શું? ભારતીયતા નહીં તો બીજું શું? કારણ કે ગમે તેટલા ધન વૈભવ છતાંય फिर भी दिल है हिन्दुस्तानी!
સંસ્કારિતા એવી કે દેશનાં તીર્થોના દેવીદેવતાઓને કંકોતરી અર્પણ થાય છે. સેવાપરાયણતા એવી કે લગ્ન સમારંભનું પ્રથમ ભોજન ‘નારાયણ સેવા સંસ્થાન’ જેવી સેવાભાવી સંસ્થાના પાંચ હજાર વૃદ્ધો-બાળકો-વિદ્યાર્થીઓથી શરૂ થાય છે, જેમાં યજમાન પરિવાર મૂકેશ અંબાણી – નીતા અંબાણી સહિત સૌ પ્રેમથી ભોજન પીરસે છે અને આગ્રહ કરીને જમાડે છે. ભોજન સમારંભ ત્રણ દિવસ સુધી ચાલે છે. ઇશ્વર-પ્રીતિ એવી કે વિદેશી મહેમાનો સહિત સૌ કોઇ ભેગા મળી ‘જય જગદીશ હરે’ આરતી ભાવપૂર્વક ગાય છે. અને વિનમ્રતા, કૃતજ્ઞતા એવી કે મૂકેશ અંબાણી સ્વયં એમ કહે કે ‘દીકરીવાળા છીએ, કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો.’ ભારતીય સંસ્કારિતાની આ પરાકાષ્ઠા છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આ સંસ્કારો છે. આ છે ભારતીય પરંપરા. આ છે દેશની ધરતીની સુગંધ.
રીલાયન્સ માત્ર વ્યવસાય ક્ષેત્રે જ ટોચ પર છે તેટલુ જ નથી પરંતુ રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અને સીએસઆર એક્ટીવીટી હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા તેમજ રાજ્યભરમા અને દેશભરમા જ્યા જ્યા જરૂર હોય ત્યારે લોકઉપયોગી અનેકવિધ સેવાઓ તેમજ જુદા જુદા ક્ષેત્રોમા કાયમી સુવિધાઓ ની બાબતે અગ્રેસર રહે છે તાજેતરમા દ્વારકા જામનગર થી માંડી ગુજરાતભરમા અને દેશના અનેક શહેરોમા દરદીઓ માટે ઓક્સીજન પુરૂ પાડવાનુ ભગીરથ કાર્ય સાથે કોવિડ કેર સેન્ટરો અને હોસ્પીટલો સહિતની તેમજ સાધનો રક્ષક ઉપકરણો વગેરે પુરાપાડવા અને મેડીકલ સહાય સાથેની અનન્ય સેવાઓ વિશેષ નોંધપાત્ર રહી છે તેવીજ રીતે પર્યાવરણ જતન શિક્ષણ આરોગ્ય સ્વરોજગાર ઉચ્ચશિક્ષણ સાંસ્કૃતિક અને ઐતિહાસીક ધરોહરની જાળવણી અને સુવિધાઓની વૃદ્ધિ કરવા માટેના ક્ષેત્રોમા નીતા અંબાણીના નેતૃત્વમા રીલાયન્સ ફાઉન્ડેશન નુ યોગદાન સરાહનીય રહ્યુ છે તો બીઝનેસ ક્ષેત્રની બુલંદી સર કરનાર મુકેશ અંબાણીએ સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યુ છે આ દંપતી એ વૈશ્ર્વીક સ્તરની વ્યવસાય અને સેવા બંને ક્ષેત્રમા પ્રગતી તદન વિનમ્ર ભાવથી કરી છે જે આ પરીવારની મહતા છે
પિતા ધીરુભાઇના વારસાને કુનેહપૂર્વક આગળ ધપાવનાર પુત્રો તેમજ હવે તેમના સંતાનો આગળ આવી રહ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સંતાનોમાં બે પુત્રો આકાશ અને અનંત તેમજ પુત્રી ઇશા છે જ્યારે આકાશ અને ઇશા રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિ.ના બોર્ડ મેમ્બર્સ છે તો વિશ્ર્વનુ સૌથી મોટુ ઝુ નો પ્રોજેક્ટ અનંત અંબાણી લુકઆફટર કરે છે આમ, કુશળ બિઝનેસમેન ધીરુભાઇના સંતાનોએ વારસાને આગળ ધપાવી તેમના નામને જીવંત રાખ્યું છે.તેમજ માતા કોકીલાબેન પરિવારની પ્રગતી જોઇ અવિરત આશીર્વાદ આપતા રહે છે તેમનુ આધ્યાત્મબળ સમગ્ર પરીવારમાટે ઉર્જા કવચ પુરૂ પાડે છે
કચ્છના કલમ કસબી અને રાજ્યના પાટનગર થી ગુજરાતભરના અહેવાલો તેમજ સમાચારોની જાણકારી મેળવી સમાચારો અને સાહિત્ય નુ સુભગ સમન્વય કરનારા માંડવી રત્ન અજય ખત્રીએ આ વિષદ છણાવટ સાથે ઉમેર્યુ છે કે રીલાયન્સ પરીવાર એ ભારતના ઇન્ડસ્ટ્રીઝ અને બીઝનેસ ક્ષેત્રમા નવા આયામો સર કર્યા છે અને નવા શીખરો સર કર્યા છે તે ધીરૂભાઇના મુળભૂત આદર્શ કર્મ ના સિદ્ધાંતના પાલન ની પ્રસંશનીય ફલશ્રુતી છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024