મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કુદરતી સંપતીના સંરક્ષણ ની દિશામા જામનગર કોર્પોરેશન ની રાજ્યકક્ષાની પહેલ વરસાદી પાણી ના ભરાવા અટકાવાની સાથે સંગ્રહનો મેગા પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પુર્ણ.
News Jamnagar July 06, 2021
અધીકારીઓ પદાધીકારીઓની ઇચ્છા શક્તિના સુભગ સમન્વય સાથે જનસુવિધા અને પ્રકૃતિ જતન નુ ઉતમ ઉદાહરણ
જામનગર
અહેવાલ ભરતભાઈ ભોગાયતા
કુદરતી સંપતીના સંરક્ષણ ની દિશામા જામનગર કોર્પોરેશન દ્વારા રાજ્યકક્ષાની પહેલ કરાઇ છે જેમાં
વરસાદી પાણી ના ભરાવા અટકાવાની સાથે આ વરસાદી પાણી ના સંગ્રહના મેગા પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પુર્ણ થવામા છે જે માટે કોર્પોરેશન ના લગત અધીકારીઓ પદાધીકારીઓની ઇચ્છા શક્તિના સુભગ સમન્વય સાથે જનસુવિધા અને પ્રકૃતિ જતન નુ ઉતમ ઉદાહરણ બની રહ્યુ છે
જામનગરમાં બે કરોડ છ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે જેમાં 100 ફૂટ ઊંડા અને 10 ઇંચ ડાયામીટર વાળા 75 બોર બનાવાઇ રહ્યાં છે25 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા કુવા બનાવવામાં આવી રહ્યાં છે જેથી શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે તેમજ રસ્તા પર પાણીનો બગાડ અટકાવી શકાશે. આ પાણીને પાઇપલાઇન થકી, કુવા અને બોરની મદદથી જમીનના તળ ઉંચા લાવવામાં આવશે બોરના પાણી સંગ્રહથી જમીનમાં ખારાશનું પ્રમાણ ઓછું થશે તેમ વિસ્તૃત વિગત સીટી એન્જીનિયર શૈલેષ જોશીએ જણાવ્યુ છે
આ કામગીરી અંતર્ગત રોડનું પાણી પાઈપ મારફતે એક કુવામાં આવે, જે કુવામાં પાઈપ દ્વારા ઉંડા બોરમાં પાણી જાય, જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે. આ પ્રોજેકટને વોટર હાર્વેસ્ટીંગ કહેવાય છે. જે રાજયનો પ્રથમ પ્રોજેકટ જામનગરમાં તૈયાર થયો રહ્યો છે જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી વરસાદી પાણીનો બગાડ ઓછો અને સંગ્રહ કરીને જમીનના તળમાં ઉતારી શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ વધુ કુવા-બોર તૈયાર કરવામાં આવી રહ્યા છે
વોટર હાર્વેસ્ટિંગ માટે તંત્રએ સ્વસ્તિક ગાર્ડનમાં 2, ડિકેવી કોલજ કમ્પાઉન્ડમાં 2 અને તપોવન સોસાયટી સદગુરુ વિસ્તારમાં જૈન ઉપાશ્રય સામે 1, ખાખીનગર વિસ્તારમાં સમર્પણ પ્રાર્થના કોમન પ્લોટમાં એક રાવડીની જગ્યામાં કુવા બનાવ્યા છે. જે માટે 43 લોકેશન પર વોટર હાર્વેસ્ટિંગ માટે જગ્યા પસંદ કરી છે સ્ટેન્ડિંગ કમિટી ની મંજૂરી બાદ જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખાના એન્જિનિયરોએ ત્રણ સિવિલ ઝોનમાં જ્યાં સૌથી વધારે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન સર્જાય છે તેવા વિસ્તારોને સર્વે કરીને શહેરના 43 લોકેશન પર વોટર હાર્વેસ્ટિંગ માટે જગ્યા પસંદ કરી હતી.
તંત્રએ શહેરની અલગ અલગ જગ્યાઓએ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વસ્તિક સોસાયટીથી લઇ પાર્ક કોલોની અને ત્યાંથી પંચવટી સોસાયટી સુધીના બે કિલોમીટરના પટ્ટામાં પાઈપ લાઈન નાખીને દર 30 મીટર 100 ફૂટ ઊંડા અને 10 ઇંચ ડાયામીટર વાળા 75 બોર અને અલગ અલગ જગ્યાઓ પર 25 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા 5 કુવા બનાવવામાં આવી રહ્યાં છે. શહેરના 41 વિસ્તારોમાં પણ ઝડપથી કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
સમગ્ર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નોપ્રથમ તબક્કો પુર્નબ થયો છે ત્યારે આ સમગ્ર પ્રોજેક્ટ ઝડપથી સાકાર થાય તેમજ ખુબ જ ઉપયોગી બની રહે તે માટે મેયર બીનાબેન કોઠારી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મનીષ કટારીયા ડેપ્યુટી મેયર તપન પરમાર શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા દંડક કેતન ગોસરાણી સહિતના પદાધીકારીઓ સીવીલ શાખાની ટીમને પ્રોત્સાહન આપી આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂચી દાખવી રહ્યા છે જ્યારે દુરંદેશીતા સાથે વહીવટી કુશળતા ધરાવતા કમીશનર વિજય ખરાડી આ કામગીરીનો રીવ્યુ કરતા રહે છે અને સીટી એન્જીનિયર શૈલેષ જોશી ના માર્ગદર્શન હેઠળ સીવિલ શાખાના નાયબ ઇજનેર એમ.કે.મકવાણા જુનિયર ઇજનેર હરીશ વાણીયા આસીસ્ટન્ટન્ટ વિવેક કનખરા સહિતની ટીમ સતત જહેમત ઉઠાવી રહ્યા છે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024