મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બ્રાસ સીટી જામનગરને મળશે વૈશ્વિક ઓળખ જામનગરના બ્રાસ ઉદ્યોગની મુલાકાત લેતા યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મહમદ
News Jamnagar July 07, 2021
જામનગર
બ્રાસ સીટી જામનગરને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા યુગાન્ડાના એમ્બેસેડર સાથે ઉદ્યોગકારોની વિચાર ગોષ્ઠિ
જામનગર તા. ૦૬ જુલાઈ, બ્રાસ સીટી જામનગરના બ્રાસ ઉદ્યોગોમાં બનતા વિવિધ પ્રકારના પાર્ટસની રાષ્ટ્રીય સ્તરે એક અનેરી ઓળખ છે ત્યારે જામનગરને બ્રાસ સીટી તરીકે વૈશ્વિક સ્તરે ઓળખ મળે તે હેતુથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા તા. ૦૪ જુલાઈ ૨૦૨૧ને રવિવારના રોજ આફ્રિકન દેશો સાથે વેપાર બાબતે બેઠક તથા ફેકટરી વિઝિટનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સેમિનારમાં યુગાન્ડાના એમ્બેસેડર તથા ડેપ્યુટી હેડ ઓફ મિશન કેઝાલા મહમદ, ઓફિસ ઇન્ચાર્જ મિસ બીરૂંગી સોફી, કોન્સ્યુલર ઓફિસર મીસ ઝિન અમોંગએ જામનગરની મુલાકાત લઇ બ્રાસ ઉધોગકારો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી.
બેઠકમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ કોઈ અન્ય દેશના એમ્બેસેડર જામનગરના બ્રાસ ઉદ્યોગની મુલાકાત લેવા પધારેલા હોય તેવા ઐતિહાસિક પ્રસંગને જામનગરના સોનરી ભવિષ્યના પ્રારંભ જેવો જણાવ્યો હતો તેમજ ઉદ્યોગકારએ પોતાના ઉત્પાદનોને દેશ-વિદેશમાં ઓળખ મળે તથા આફ્રિકન દેશો સાથે વ્યાપાર કરવાની તક ઊભી કરવા માટે સંસ્થા દ્વારા જે મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેનો લાભ લઈ જામનગરની અનેરી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અગ્રેસર બનવાની લાગણી વ્યક્ત કરી હતી.
યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મોહમ્મદએ બ્રાસ ઉદ્યોગના ઉત્પાદનો વિશેનું પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ ખૂબ પ્રભાવિત થઈ આફ્રિકન દેશો સાથે વ્યાપારની તકો અને તેનો લાભ આપવા તેમના દેશ તરફથી ઉદ્યોગકારોને પૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
એમ્બેસેડરશ્રીએ આફ્રિકાની ભૌગોલિક તથા આંતરિક માળખાકીય સુવિધાઓની માહિતી આપી ત્યાં રહેલી વિકાસની વિશાળ તકોથી ઉદ્યોગકારોને અવગત કરેલ હતા.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરના જનરલ મેનેજર કિશોર મોરી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રમણીકભાઈ અકબરી,જી.આઇ.ડી.સી. પ્લોટ/ શેડ હોલ્ડર્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા સંલગ્ન સંસ્થાના હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ અને ઉદ્યોગકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ફેકટરી ઓનર્સ એસોસિએશનના માનદ મંત્રી અશોકભાઈ દોમડીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સહમંત્રી શ્રી હર્ષદભાઈ પણસારાએ યુગાન્ડાના ડેલિગેશને જામનગરના બ્રાસ ઉદ્યોગ વિશેની માહિતી આપી હતી.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025