મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના મહામારીથી માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
News Jamnagar July 08, 2021
જામનગર
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જામનગરના ૨૪ બાળકોને સહાય અર્પણ
જામનગર તા. ૦૭ જુલાઇ, કોરોના મહામારીથી માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનવાની સંવેદનશીલતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દર્શાવી છે. આજરોજ કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પ્રતિ બાળક દર મહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યમંત્રીશ્રી એ આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.
આ યોજના અંતર્ગત જામનગરના ૨૪ બાળકોને સહાય અર્પણ કરાઇ હતી.
જામનગર કલેકટર કચેરી ખાતેથી મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, કલેકટર સૌરભ પારધી, અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા સહિતના પદાધિકારીઓ અને લાભાર્થી બાળકો તેમજ વાલીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત ૧૫ બાળકોને કીટ એનાયત કરવામાં આવી હતી. આ તકે લાભાર્થી બાળકો અને વાલીઓએ મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દરમહિને ૪,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે.
મુખ્યમંત્રીશ્રીએ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિતની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી માટે વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી આ ઈશ્વરીય કાર્ય તેમણે કર્યું છે તેને બિરદાવ્યું હતું.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024