મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરત સ્થિત ગુજરાતના પ્રથમ AMAZON ડિજિટલ કેન્દ્ર'નું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કરાયું
News Jamnagar July 08, 2021
ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એમેઝોનના ગુજરાતમાં પ્રથમ એવા ડિજિટલ સેન્ટરનો કર્યારંભ કરાવતા સ્પષ્ટ પણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે.
આ વિશ્વ બજારનો નાના મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટે ખાસ કરીને એમ એસ એમ ઇ ઉદ્યોગો ,હસ્તકલા કારીગીરી,
આદિજાતીઓની પારંપરિક હસ્તકલા ચીજ વસ્તુઓ અને ઝરિકામ જેવા ઉદ્યોગો વેપાર માટે ઓન લાઈન બિઝનેસ ,ટ્રેડિંગની તાલીમ માર્ગદર્શન અને સંસાધન સહાયતા માં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારું બનશે.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગર થી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી એમ કે દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓને અસર પહોંચાડી છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ ,સાહસિકતા અને આપત્તિ ને અવસરમાં પલટાવવાની આગવી કુનેહ પડેલી છે.
ગુજરાતમાં આ કપરા સમયમાં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.
હવે એમેઝોન જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરતના 41 હજાર જેટલા એમ એસ એમ ઇને પોતાના ઉદ્યોગોને વિશ્વ બજાર માં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે એમ પણ શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારીની તકો આ સેકટર પૂરી પાડશે.
આના પરિણામે મેઇડ ઈન ગુજરાત અને પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની આત્મ નિર્ભર ભારતની સંકલ્પના પણ સાકાર થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે કોરોનાના સમયમાં પણ ના ઝુકના હે ના રૂકના હે ના મંત્ર સાથે વેપાર ઉદ્યોગ અને અન્ય ગતિવિધિઓ પણ જાળવી રાખી છે તેમાં હવે આ ડિજિટલ કેન્દ્ર વિશ્વ વેપારની નવી દિશા આપશે તેમ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ગુજરાતે કોરોના સમય માં પણ દેશ ભરમાં સૌથી વધુ 37 ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનોને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આ વિકાસ યાત્રામાં એમેઝોનના આ ડિજિટલ કેન્દ્રના પ્રારંભને આવકારી સહયોગની ખાતરી આપી હતી.
આ અવસરે એમેઝોન ઈન્ડીયા ના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ ,પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝ્યુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024