મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચોરીના બે મોટરસાઇકલ સાથે 2 ઈસમો ને પકડી પાડતી એલ.સી.બી.દેવભૂમિ દ્વારકા
News Jamnagar July 08, 2021
દેવભૂમિ દ્વારકા
વાડીનાર વિસ્તારમાં વાહન ચોરીના બે ઇસમોને બે ટુ – વ્હીલર વાહનો કી.રૂ. ૪૫,૦૦૦ / – ના મુદામાલ પકડી પાડતી એલ.સી.બી. , દેવભૂમિ દ્વારકા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશી સાહેબનાઓના સુચના અને માર્ગદર્શન મુજબ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ. ચાવડાનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે વાડીનાર મરીન પો.સ્ટે . માં નાઇટ પેટ્રોલીંગમાં હતા .
દરમ્યાન એ એસ , આઇ . ભરતભાઇ ચાવડા , હેડ કોન્સ . મસરીભાઇ આહીર , બોઘાભાઇ કેશરીયાનાઓને સંયુકતમાં બાતમી મળેલ કે , નીચે જણાવેલ બંને ઇસમઓએ સાથે મળી રિલાયન્સ કંપનીના ગેઇટ અને કંપનીના પાર્કીગ એરીયામાંથી ટુ વ્હીલર મોટર સાઇકલોની ચોરી કરી , ૧ વાળાના ઘરે સંતાડી રાખેલ છે . આ ટુ વ્હીલરો લઇ જામનગર તરફ વેચવા જવાની પેરવી કરે છે .
તેવી હકીકત આધારે પંચો સાથે વોચ કરી નીચે જણાવેલ મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડેલ અને પુછપરછ કરતા એક ટુ – વ્હીલર છ માસ પહેલા અને બીજુ ટુ – વ્હીલર દશ દીવસ પહેલા ખાવડી પાસે રીલાયન્સ કંપનીના પ્રોજેકટ ગેઇટ પાસેના પાર્કીગમાથી ચોરી કરેલાની કબુલાત કરેલ .
દશ દીવસ પહેલા થયેલ ચોરી બાબતે ફરીયાદી કરીમભાઇ ઇશાભાઇ મલેક રહે . ગાગવા ગામ ગરબી ચોક પાસે તા.જી. જામનગરવાળાએ મેઘપર પડાણા પો . સ્ટે.માં એ પાર્ટી ગુ.ર.નં. ૧૧૨૦૨૦૩૮૨૧૦૫૦૯/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ કરાવેલ છે . આ ચોરીનો મુદામાલ નીચે મુજબનો કજે કરેલ સદરહું ગુનાના વાહનની નંબર પ્લેટમાં નંબરો બદલી , ચેસીસ નંબર સાથે ચેડા કરેલનું જણાયેલ . જેથી નીચે જણાવેલ ઇસમોને ચોરીના કજે કરેલ ટુ – વ્હીલર વાહનો – ૨ કી.રૂ. ૪૫,૦૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી વાડીનાર મરીન પો.સ્ટે . આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે . આરોપીઓના નામ – ( ૧ ) ફીરોજભાઇ અનવરભાઇ સંભણીયા ઉ.વ. – ૨૭ રહે.વાડીનાર સંઘાર પાડો તાજામ ખંભાળીયા ( ૨ ) અફજલ ઉર્ફે અજુ રસીધભાઇ ભરી ઉવ .૨૧ રહે.- સીકકા નાઝ સીનેમા રોડ ભદી વાસ તા.જી. -જામનગર કબજે કરેલ મુદામાલ ( ૧ ) હીરો સ્પલેન્ડર પ્લસ સીલ્વર કલરનું બ્લ પટાવાળુ એજીન નં . HA10EWFHH34690 કી.રૂ .૨૫000 / – ( ૨ ) હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ ખોટા રજી ને , જી.જે .૧૦ બી.એફ. ૬૦૧૫ લગાડેલ એ જીન નં , HA10EFEHJ72718 તથા સાચા નંબર સોચા રજી નં . જી.જે .૧૦ બીઇ -૩૮૪૯ વાળાની કિ.રૂ. ૨૦૦૦૦ /
એલ.સી.બી પો.ઇન્સ . જે.એમ. ચાવડા નાઓની સુચના મુજબ પો.સ.ઇ. એસ.વી.ગળચર , પી.સી.શીંગરખીયા , ASI ભરતભાઇ ચાવડા દેવસીભાઇ ગોજીયા , વિપુલભાઈ ડાંગર , સંજુભા જાડેજા , અજીતભાઇ બારોટ , કેશુરભાઇ ભાટીયા , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમા Hc મસરીભાઇ આહીર , બોઘાભાઇ કેશરીયા , લાખાભાઇ પિંડારીયા , અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , જેસલસીહ જાડેજા , સહદેવસીહ જાડેજા , જીતુભાઇ હુણ , મહેન્દ્રસીહ જાડેજા , હસમુખભાઇ કટારા PC વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025