મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમા કન્ટ્રી ક્લબના નામે જંગી છેતરપીંડી થતા ગૃહીણીએ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દાખલ કરાવી ફરિયાદ
News Jamnagar July 09, 2021
જામનગર
અહેવાલ ભરતભાઈ ભોગાયતા
દાગીના-વસ્તુ-ફાયદા-ફ્રી હોટલબુકીંગ-ફ્રી લંચ ડીનર વગેરે સ્કીમો મા નાણા ભરતા પહેલા ચેતવા જેવુ
વરસોથી લોકો છેતરાય છે છતા કારસા કરનાર ને શિકાર મળી જ જાય છે તે ચિંતાની બાબત છે
કન્ટ્રી ક્લબના નામે ૯૦૦૦૦ ઓળવિ લઇ લાભ ન આપતા પરત લેવા ગયેલ દંપતિને સીક્યુરીટી દ્વારા ધક્કા મારી કાઢી મુક્યા……!!!!
જામનગરમા કન્ટ્રી ક્લબના નામે જંગી છેતરપીંડી થતા ગૃહીણીએ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદ દાખલ કરાવી છે સૌ માટે લાલબતી એ છે કેવાહન- મકાન- ડ્રો- સ્કીમ- દાગીના-વસ્તુ-ફાયદા-ફ્રી હોટલબુકીંગ- ફ્રી લંચ ડીનર વગેરે સ્કીમો મા નાણા ભરતા પહેલા ચેતવા જેવો સમય છે કેમકે
વરસોથી લોકો છેતરાય છે છતા કારસા કરનાર ને શિકાર મળી જ જાય છે તે ચિંતાની બાબત છે
જામનગરમા બનેલી વધુ એક છેતરપીંડીની બાબત અરજદાર ગૃહીણીના શબ્દોમા જોઇએ તો
પ્રવીણકુમાર એન ગજેરા ના પર્ની મંજુલાગૌરી વેકરીયા એજામનગર ગ્રાહક સુરક્ષા મંડળ, ધણ શેરી, બેડી ગેટ, જામનગરના મંત્રી કિશોરભાઈ મજીઠીયા ને લેખીત જણાવ્યુ છે કે કન્ટ્રી ક્લબ ના સેલ્સ એક્ઝીક્યુટીવ અક્ષરા ચૌહાણ નો તેમને ફોન અને મેસેજ આવેલ જેથી તેણી પતિ સાથે જામનગરમાં આવેલ તેમની ઓફિસે મીટીંગમાં ગયેલ કન્ટ્રી ક્લબ દ્વારા તેમને રૂબરૂ જણાવેલ છે કે, સરકારી નિયમો મુજબ જો તમે તમારા નામે પૈસા ભરોતો ૧,૩૫,૦૦૦/- ભરવાના થશે અને લેડીસના નામે ભરોતો ૯૦૦૦૦/ રવાના થશે. આથી પૈસાની લાલચે પ્રવિણભાઇએ પત્નીના નામે પૈસા ભરેલ છે.
આ મીટીંગમાં અક્ષરા ચૌહાણ અને કંપનીના અધિકારી દ્વારા જુદી-જુદી સ્કીમો દ્વારા એવું સમજાવવામાં આવેલ કે જો તમે અમારી ક્લબ કન્ટ્રી માં સભ્ય થશો તો તમને ભારતના કોઇપણ શહેરમાં એક માસ માટે કંપની તરફથી રહેવા, જમવાની સગવડ આપવામાં આવશે અને સાથોસાથ ત્યાં આવવા જવા માટેની ટીકીટ પણ ફ્રી આપવામાં આવશે. આવી મૌખિક ખાતરી અને ભરોશો ત્યાં હાજર કંપનીના અધિકારી દ્વારા આપવામાં આવેલ.
આ કંપનીના અધિકારીના વચન અને વિશ્વાસના આધારે મેં તારીખ ૧૩/૦૬/૨૦૨૧ ના રોજ કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ રૂપિયા ૪૦૧૯૮/- રસીદ નંબર ૧૩૨૫૬૨૦૧૪૦૫ થિયા અને રૂપિયા ૫૦૧૯૮/- રસીદ નંબર ૧૩૨૫૬૩૩૬૯૭૩ થી ત્યાં હાજર અધિકારીના કહેવા મુજબ કંપનીના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી આપેલ અને તેઓએ ૪ (ચાર) પેજના અંગ્રેજી ભાષાના એગ્રીમેન્ટમા શું લખેલ છે તે જણાવ્યા વિના મારી સહી લીધેલ. મેં ત્યાં હાજર અધિકારીના કહેવા મુજબ રૂપિયા ભરી આપેલ કેમકે આ દંપતીને ફેમિલી સાથે બેંગ્લોર અને આસપાસના સ્થળે એક માસ માટે ફરવા જવાનો પ્લાન હતો.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળમા આપેલી ફરિયાદમાં વધુમા જણાવાયુ છે કે તેઓએ ૧૪/૦૬/૨૦૨૧ ના રોજ કંપનીની જામનગર આવેલ ઓર્ડ બેંગ્લોરમાં આવેલ રિસોર્ટ અંગે તેમજ અન્ય માહિતી અને આવવા જવાની ટીકીટ અંગે કરવા જામનગર ઓફિસે રૂબરૂ ગયેલ પરંતુ ત્યાંથી રિસોર્ટ અને કે મુસાફરીની આપવામાં આવેલ નથી. બેંગ્લોરની ટીકીટ ના આપતા ૯૦૩૮૬/- રૂપિયાની રિફન્ડની માગણી કરેલ. પરંતુ ઉધ્ધત વર્તન કરી અપમાનિત કરી સિક્યુરીટી ગાર્ડ દ્વારા આ દંપતીને ધક્કા મારી બહાર તગડી મુકેલ હતા
આથી કંપની અને તેના અધિકારી દ્વારા ફ્રોડ કર્યું હોવાની શંકા જત તારીખ ૧૪/૦૬/૨૦૨૧ ના રોજ કંપનીની હેડ ઓફીસ અને જામનગર ઓફિસમાં ભરેલ રૂપિયા ૯૦૩૯૬/- પરત મેળવવા માટે લેખિતમાં અરજી કરેલ. પરંતુ, કંપની દ્વારા આજ દિ સુધી ચૂકવેલ રકમ પરત આપવામાં આવેલ નથી કે નાથીતો તે અંગે કોઈ જવાબ આપવામાં આવેલ.
માટે કંપની દ્વારા કરવામાં આવેલ દગો, વિશ્વાસઘાત અ છેતરપીંડી કરવામાં આવેલ હોવાનું જણાય છે. આથી ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે કન્ટ્રી ક્લબ સામે કાયદાકીય પગલા લઇ કન્ટ્રી ક્લબ સામે કાર્યવાહી કરવા તેમજ ભરેલ રકમ રૂપિયા ૯૦૩૯૬/- પરત અપાવવા જરૂરી કાર્યવાહી કરવા મંડળમા અરજી કરી છે
ગ્રાહક સુરક્ષા મંડળના તેમજ વાલીમંડળ સંચાલક અને લોકસમશ્યાને વાચા આપી સફળ લડત કરનાર કિશોરભાઇ મજીઠીયા એ જણાવ્યુ છે કે જાગો ગ્રાહક જાગો કેમકે કન્ટ્રી ક્લબ દ્વારા ગ્રાહક સાથે ૯૦૦૦૦/- રૂપિયાની થયેલ છેતરપીંડી. ગ્રાહક દ્રારા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ દાખલ કરેલ ફરિયાદ.જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ હવે કરશે કન્ટ્રી ક્લબ સામે કાર્યવાહી કરશે પરંતુ મગ્રાહકને અનુરોધ કરવામાં આવે છે કે રૂપિયા ભરતા પહેલા કંપનીની લોભામણી અને લાલચભરી જાહેરાતો અને વાતોમાં ફસાતા પહેલા પુરતી તપાસ કરવી બીજુ આ ગ્રાહક મંડળ સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ક્યારે ફી લેવામાં આવતી નથી ફક્ત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે .
જેમા મંત્રી કિશોરભાઈ મજીઠીયા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ ધણ શેરી જામનગર ઉપરાંત કોર્ડિનેટર સદેવંત આર મકવાણા રાજુભાઈ ગોરી અતુલભાઇ કિશોરભાઈ ભીંડી કાંતિલાલ મકવાણા રાજભા જાડેજા મનીષભાઈ રાયચા ભરતભાઈ ગોરી શૈલેષભાઇ જોષી રાજેન્દ્રસિંહ જાડેજા અનિરુદ્ધ સિંહ ઝાલા સનતભાઈ મકવાણા. રાજુભાઈ રાડિયા. પ્રાગજીભાઈ નાવિયાણી. ભરતભાઈ મેતા જીમ્મી ભાઈ ભરાડ. હસમુખ ભાઈ ગોહિલ . બિરજુ ભાઈ કનખરા.. જયસુખભાઇ નકુમ . જયેશ ભાઈ મકવાણા તુલસીભાઈ મકવાણા સહિતના સેવાભાવીઓ લોકો માટે જહેમત ઉઠાવતા રહે છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024