મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
CM અને PM માટે કરોડોના પ્લેન ને દેશની પ્રજાને બેરોજગારી- મોંઘવારીની ભીસ જામનગરમા પગ જમાવવા આમ આદમી પાર્ટીના પ્રયાસ મા સંગઠન વધારવા જહેમત
News Jamnagar July 09, 2021
જામનગર
અહેવાલ. ભરતભાઈ ભોગાયતા
ઉદ્યોગપતિ સહિત ૧૫૦ તરવરીયા જોડાયા આપમા પ્રજા માટે લડી લેવાનો મુડ
આપ ગુજરાતમા સફળ થાય કે નહી તે અવઢવ હોવાનો રાજકીય વિશ્ર્લેષકોનો મત
CM અને PM માટે કરોડોના પ્લેન ને દેશની પ્રજાને બેરોજગારી- મોંઘવારીની ભીસ મા છે તેવા આક્ષેપ સાથે બીજા શહેરોની જેમ
જામનગરમા પગ જમાવવા આમ આદમી પાર્ટીના પ્રયાસ મા સંગઠન વધારવા જહેમત થઇ જેમા આપના નેતા ઇસુદાનભાઇ ગઢવી ની ઊપસ્થિતીમાં નગરના ઉદ્યોગપતિ જીગ્નેશ મુંગરા સહિત ૧૫૦ તરવરીયા જોડાયા આપમા જોડાયા છે અને પ્રજા માટે લડી લેવાનો મુડ દર્શાવ્યો છે જોકેઆપ ગુજરાતમા સફળ થાય કે નહી તે અવઢવ હોવાનો રાજકીય વિશ્ર્લેષકોનો મત છે
તાજેતરમા જીગ્નેશભાઇ એ પ્રજા માટે કઇક કરી છુટવા ઈશુદાનભાઈ ગઢવી ના હાથે આમ આદમી પાર્ટી નો ખેશ પહેર્યો હતો તેમજ તેમની સાથે બીજા ૧૫૦ થી વધારે લોકો પાર્ટી મા જોડાયા છે
આપ ના આગેવાનો એ આ તકે જણાવ્યા મુજબ અત્યારે ગુજરાત મા કોંગ્રેસ મજબુત વિપક્ષ તરીકે નિષ્ફળ ગયું છે, માટે ભાજપા એ ઉજ્જડ ગામ માં એરંડા પ્રધાન જેવી પરિસ્થિતિ છે. તેમજ
વર્તમાન દિલ્હી મોડલ જેવી શાળાઓ, હોસ્પિટલ, અને લોકોને સુખાકારી સગવડો મળે તથા ભસ્ટાચાર રૂપી રાક્ષસ ને દૂર કરવા અંગે પક્ષ આગળ ધપવા માંગે છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો તેમજ
સમગ્ર દેશ મા નોંધ એ લેવાય છે અત્યારે આપ ની દિલ્હી સરકાર ફ્રી વીજળી,પાણી જેવી સુવિધાઓ આપી ને પણ નફો કરે છે તેમ ઉમેર્યુ હતુ
વળી આ વર્તમાન સરકારે હેલ્થ અને શિક્ષણ નું ખાનગીકરણ કરી નાખ્યું છે જો મુખ્યમંત્રી માટે 190 કરોડ નું પ્લેન અને વડાપ્રધાન (કહેવાતા પ્રધાનસેવક) માટે 9000 કરોડનું વિમાન હોઈ અને રાજ્ય કે દેશ ની પ્રજાએ એમ્બ્યુલન્સ માટે રઝળતી હોય, ભટકવું પડે તો પ્રજાએ આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે તેમ પણ આપના આગેવાનો એ જામનગરમા જણાવ્યુ છે
બીજી તરફ સમીક્ષા કરીએ તો કોંગ્રેસ આપને ભાજપની બી ટીમ ગણાવે છે પરંતુજે રીતે આપના આગેવાનો ઉપર કાર્યક્રમો મા હુમલા વગેરે થાય છે અટકાયતો પણ થાય છે તે જોતા ભાજપ ની બી ટીમ લાગતી નથી જો કે આ તો રાજકારણ છે એવી પણ ચર્ચા છે કે અમુક વિસ્તારમા આપનુ પ્રભુત્વ થાય તેમ ભાજપના જ અમુક નેતાઓ ઇચ્છે છે
ઉપરાંત આ સમીક્ષા આગળ ધપાવીએ તો ભાજપ ના કહેવા મુજબ ગુજરાત મા ત્રીજો મોરચો એટલે કે ત્રીજો પક્ષ ક્યારેય સફળ નથી થયો પરંતુ હાલની કોંગ્રેસની સ્થિતિ જોતા આપ જહેમત કરી છ મહિનામા મુખ્ય વિપક્ષ બની જાય તો ગત વિધાનસભાની ચુંટણિ ની જેમ કસોકસ બહુમતી મળે અથવા વધુ નુકસાન થાય તે રીતે આપ શાસકપક્ષને નુકસાન કરી શકે તે શક્યતા નકારી શકાતી નથી જોકે ભાજપ ના ગુજરાતના સેનાપતી આ વખતે તમામ બેઠકો જીતવા અત્યારથી જ લેશન આપવા લાગ્યા હોય કોઇ બીજી હવા અસર ન કરે તે દિશામા મહેનત શરૂ થય છે પરંતુ ભાજપ ના આંતરીક ખટરાગ જુથબંધી નડી શકે માટે જ તેમાથી આપ તરફ પ્રવાહ છે જે આંખ ઉઘાડનારી બાબત છે છતાય ભાજપના નેતાઓ ચિંતા ન હોવાના હાવભાવ હાલ તો વ્યક્ત કરે છે ત્યારે અંદરખાને ચિંતા હોય પણ શકે છે
રાજકીય સમીક્ષકિના અભિપ્રાય મુજબ કોંગ્રેસ હાલ સુસ્ત છે માત્ર પ્રસિદ્ધી ખાતર વિરોધ વ્યકત કરવાના ધરપકડ વહોરવાના ફોટા પડાવી શાંત થાય છે અને આ વિરોધ નો પ્રજાને કઇ દેખીતો ફાયદો થઇ રહ્યો નથી ત્યારે બીજી તરફ આપ ભાજપ ને ભ્રષ્ટાચાર કરનાર પક્ષ ચીતરી પ્રજા સમક્ષ જાય છે અને દિલ્હિ ના ઉદાહરણોના આધાર સાથે પ્રજા વચ્ચે જાય છે ત્યારે કેન્દ્ર મા પ્રજા ને મોદી જોઇએ છે પરંતુ સ્થાનીક રીતે તો લોકો મહામારી મોંઘવારી બેરોજગારી મંદી અસુવિધાથી કંટાળી ગયા હોઇ આપ ના જો ઠોસ પ્રચાર થાય સંગઠન ખુબ મોટુ થાય અને નક્કર પરીણામલક્ષી વિરોધ થાય તો ગુજરાત મા જંગી બહુમતી મેળવવામા ભાજપને પરસેવો વળી શકે તેમ પણ તારણ છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025