મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સીએમ રૂપાણી સરકારનો મોટો નિર્ણય ધો.12ના ક્લાસ અને કોલેજો ખોલવાની મંજૂરી
News Jamnagar July 10, 2021
ગાંધીનગર
સીએમ રૂપાણી સરકારનો મોટો નિર્ણય ધો.12ના ક્લાસ અને કોલેજો ખોલવાની મંજૂરી 15 જુલાઇથી ધો.12 વર્ગો થશે શરૂ
50 ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી વાલીઓની લેવાની રહેશે મંજૂરી.
વાલીઓની સંમતિ મેળવીને વર્ગો શરૂ થશે – વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો નિર્ણય
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, ઉચ્ચશિક્ષણ કોલેજ-સંસ્થાનો અને ટેકનીકલ સંસ્થાનો તા.૧પમી જુલાઇ-ર૦ર૧, ગુરૂવારથી પ૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોર કમિટીની બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.
કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ-૧ર ઉચ્ચત્તર માધ્યમીકની ૮૩૩૩ શાળાઓના ૬ લાખ ૮ર હજાર વિદ્યાર્થીઓ, સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ અને યુનિવર્સિટીઓની કુલ ૧૬૦૯ ઉચ્ચશિક્ષણ સંસ્થાનોમાં ૮ લાખ ૮પ હજાર ર૦૬ વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી, ફાર્મસી અને પોલિટેકનીક કોલેજ મળીને કુલ ૪૮૯ ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં ર લાખ ૭૮ હજાર ૮૪પ વિદ્યાર્થીઓ છે*
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025