મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એક કરોડ 35 લાખ ની છેતરપિંડી આચરનાર નાઝીરીયન ગેંગનો પર્દાફાશ કરતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ
News Jamnagar July 10, 2021
જામનગર
જામનગરના વેપારીને ધંધાની લાલચ આપી વિસ્વાસમાં લઈ રૂ ૧૩૫૭૫૦૦૦ / -પડાવી પાડનાર નાઝીરીયન ગેંગના મુખ્ય આરોપી સહીત ખાતા ધારકને પકડી ગુહાનો ભેદ ઉકેલતી જામનગર સીટી ” બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન જામ . સીટી બી ડીવી . પો.સ્ટે.ના ગુ.ર.ન. – ૧૧૨૦૨૦૦૯૨૧૧૦૮૪ / ૨૦૨૧ ઇ.પી.કો. કલમ -૪૦૬,૪૨૦,૧૨૦ બી મુજબનો ગુન્હો તા : -૧૭ / ૦૩ / ૨૦૨૧ ના સાંજના ચારેક વાગ્યાથી તા : -૦૬ / ૦૫ / ૨૦૨૧ ના બપોર દરમ્યાન મહાવિર સોસાયટી ફરીયાદીની ઓફીસએ જામનગર ખાતે બનેલ છે જે બનાવ અત્રેના પો.સ્ટે.માં તા : -૦૧/૦૬/૨૦૨૧ જાહેર થયેલ હતી .
આ કામેના ફરીયાદી માધવી એન્ટ્રપ્રાઇઝ પ્રો . મનોજભાઇ ધનવંતરાય શાહ રિહે જામનગરવાળા છે . આ કામેના આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ કરી ફરીને ચોક્કસ ટાર્ગેટ કરી ફરીયાદીના મોબાઇલ નંબર કોઇપણ રીતે મેળવી ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના ઇરાદે ટ્રેસી મુરફીએ ફરીને વોટસએપ પર બીઝનેસ કરવા માટે મેસેજ કરી વિશ્વાસમાં લઇ CYCLOVIC H50 લે – વેચ બાબતે જણાવી તેમાં મોટો નફો મળશે તેમ સમજાવી આ મટીરીયલ્સ એમ.બી. શર્મા એન્ટરપ્રાઇઝ નાસીકમા મળશે તેમ જણાવી કોન્ટેકટ પર્સન વિના શર્માના નંબર આપતા ફરીએ તેમની સાથે વાતચિત કરતા cYcLovIC H50 મટીરીયલ્સ મોકલી આપવાનું જણાવતા ટ્રેસી મુરફીએ ડેવીડ હીલેરી ડાયરેકટર ( સી.ઇ.ઓ. ) એસીનો ફાર્મા સ્યુટીકલ કંપની લંડનનો મો +૪૪૭૫૨૦૬૩૩૫૨૫ સંપર્ક કરાવી તેઓએ પોતાના પ્રતિનિધી સોફીયા કેનેડીને તા : ૩૧ / ૦૩ / ૨૦૨૧ ના રોજ ફરી.ની ઓફીસએ આવી એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝમાથી આવેલ મટીરીયલ્સનુ સેમ્પલ લેવડાવી આ સેમ્પલ યોગ્ય હોવાનુ જણાવી ડેવીડ હીલેરી ડાયરેકટર ( સી.ઈ.ઓ. ) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીએ ફરી સાથે ખોટો પરચેઝ ઓર્ડર તૈયાર કરી મેઇલ દ્વારા મોકલી ૧૦૦ લીટર મટીરીયલ્સ ખરીદવાનું જણાવી ફરીને વિશ્વાસમાં લઇ રૂ -૧૩૫૭૫૦૦૦ / – જેટલી રકમ ફરીયાદી પાસેથી પચાવી પાડી સમજુતી મુજબનો માલ ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી ગુનો કરેલ હતો ઉપરોકત ગુન્હાને શોધી કાઢવા અને આરોપીઓને ઝડપી પાડવા સારૂ જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબએ સુચના કરેલ હોય જે સુચના અન્વયે પોલીસ ઈન્સપેકટર કે.જે.ભોયે સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુન્હાને શોધવા માટે પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા સાહેબ તથા આર.એ. વાઢેર સાહેબના નેતૃત્વમાં ટીમ બનાવવામા આવેલ હતી .
અને આ કામે જરૂરી ટેકનીકલી મદદ માટે સાયબર પોલીસ સ્ટેશન ખાતેથી જરૂરી મદદ મેળવવામાં આવેલ હતી અને આ કામે ગુન્હામાં વપરાયેલ અલગ – અલગ ખાતા ધારકો તેમજ મળેલ મોબાઇલ નંબરો તથા ઇ – મેઇલ એડ્રેસો તથા આ કામેની ફર્જી કંપનીના પ્રતિનિધી જામનગર મુકામે આવેલ હોય જેમની એરપોર્ટ ઓથોરીટી તરફથી માહીતી મેળવી આરોપીઓને વેરાફાઇ કરવા કાર્યવાહી હાથ ધરવામા આવેલ હતી દરમ્યાન ટેકનીકલી તપાસ તેમજ મોબાઇલ નંબરોને એનાલીસીસ કરતા તેમજ થયેલ વાતચિતો તેમજ મોબાઇલના આઇ.એમ.ઇ.આઇ. તપાસતા તેમજ આ કામે આવેલ પ્રતિનિધીની પ્રવાસની માહીતી મેળવતા આ ગેંગ હાલમાં મુંબઇ મુકામે હોવાની ખાત્રી થયેલ હતી.
જેથી મુંબઈ મુકામે આરોપીની તપાસ કરવા તેમજ મળેલ લોકેશન તેમજ માહીતીની ખરાઇ માટે પોલીસ સબ ઇન્સ. આર.એ.વાઢેર સાહેબ તથા તેમની ટીમને મુંબઇ ) ખાતે મોકલી ગ્રાઉન્ડ લેવલની તપાસ કરી તેમજ ટેકનીકલી મદદ મેળવી તપાસ હાથ ધરી આરોપીઓના લોકેશન મેળવવામાં આવેલ હતા અને આ કામેના આરોપીઓ નાઇઝીરીયન ( વિદેશી ) નાગરીક હોવાનુ જાણવા મળેલ હતુ.
જેથી આરોપીઓને ઝડપી પાડવા વધુ પોલીસ મદદ માટે પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા સાહેબ તથા તેમની ટીમની મદદ મેળવી આ કામેના આરોપી અને આ ગુન્હાના મુખ્ય સુત્રધાર અને આ ગુન્હાને નિયંત્રણ કરનાર આરોપી ઓનીયે ઝીલીગબો હેપ્રોચી એ ઉર્ફે ચિમા ઉર્ફે એનથોની ઉર્ફે કોંઝા ઉ.વ. – ૪૫ રહે , નિલજે ગાવ ડોંબીવલી ( ઇ ) મુંબઇ મહારાષ્ટ્રના કાસા રીયો ગોલ્ડ જેનેલ્ફીવ કો – ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી ડી વીંગ મકાન નં -૧૦૬ મુળ રહે , અનાબ્રા અસાબા નાઇઝીરીયા તથા આ કામેના મુખ્ય આરોપીને મદદ કરનાર અને કંપનીના પ્રતિનિધી બનીને આવેલ મહીલા બેન કનક્વો પરપેર્ચ્યુઅલ ગીફટ ઉર્ફે માઇકલ ગીફટ ઉર્ફે સોફીયા કેનેડી ઉં , વ . – ૩૭ રહે નિલજે ગાવ ડોંબીવલી ( ઈ ) મુંબઇ મહારાષ્ટ્રના કોસા રીયો ગોલ્ડ જેનલ્ટીવ કો – ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી ડી વીંગ મકાન નં -૧૦૬ મુળ રહે , નં -૩ ઇમોના કયુઆરટી ઓનિયા યુકેયુ ઇસેલે નાઇઝીરીયાવાળા તેમજ આ ગુન્હામા ખાતામાં રૂ -૫૧,૭૫,૦૦૦ / – જેટલી રકમ જમા કરાવવામાં આવેલ છે તે વિાયરલેસ એન્ટરપ્રાઇઝના ખાતાધારક જયેશભાઇ વસંતભાઇ રાહીરાસી ઉવ .૩૨ રહે . ક્રીષ્ના પાટીલ ચા વાઘરીવાડા દત મંદીર રોડ વાકોલા બ્રીઝ , સાંટાક્રુઝ ઇસ્ટ મુંબઇ વાળાને આ ગુન્હામાં ઉપયોગ થયેલ મોબાઇલ ફોન સિમકાર્ડ તથા ફરીયાદીને મળવા આવેલ કંપનીના પ્રતિનિધીએ ધારણ કરેલ ડ્રિસ સહીતનો મુદામાલ મળી આવતા મજકુર તમામના કોવિડ -૧૯ ની તપાસણી કરી તા -૦૭ / ૦૭ / ૨૦૨૧ ના કલાક -૧૮ / ૨૦ વાગ્યે ધોરણસર અટક | કરવામા આવેલ છે તેમજ મહીલાબેનને તા -૦૮ / ૦૭ / ૨૦૨૧ ના કે , ૧/૩૦ વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે . અને આ આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી તા : -૧૭ / ૦૯ / ૨૦૨૧ ના ક , ૧૫ / ૦૦ સુધી રીમાન્ડ પર મેળવવામાં આવેલ છે ,
આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઈન્સપેકટર કે.જે.ભોયે સાહેબના સુચના મુજબ પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા સાહેબ તથા આર.એ.વાઢેર સાહેબના નેતૃત્વમાં બનાવેલ ટીમ દ્વારા તેમજ સાયબર સેલના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે સાહેબના ટેકનીકલી માર્ગદર્શન મુજબ કરવામાં આવેલ છે . આ કામગીરીમાં પોલીસ ઇન્સ . કે.જે.ભોયે તથા સાયબર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે તથા પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા સાહેબ આર.એ.વાઢેર તથા એ.એસ.આઇ. મહેશસિંહ વાળા તથા પોલીસ હેડ કોન્સ અર્જુનસિંહ આર.જાડેજા તથા રવિન્દ્રસિંહ જાડેજા તથા કુલદિપસિંહ જાડેજા ( સાયબર પો.સ્ટે . ) તથા પોલીસ કોન્સ તૌસિફભાઇ કાયાણી તથા શીવભદ્રસીહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024