મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું.
News Jamnagar July 10, 2021
જામનગર
દર શુક્રવારે લોક દરબારના માધ્યમથી મંત્રી નાગરિકોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળે છે
જામનગર તા.૦૯ જુલાઇ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમંત્રીશ્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે.
જેમાં બહોળી સંખ્યામાં જામનગર જિલ્લા તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024