મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડેમ તૂટી જવાની ભીતિ ને લઈ હવન કરી તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કર્યો.
News Jamnagar July 12, 2021
દેવભૂમિ દ્વારકા
અહેવાલ મોહમ્મદ ચાકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીક આવેલ સામોર ગામે સ્થાનિકો એ ડેમ તૂટી જવાની ભીતિ ને લઈ હવન કરી તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કર્યો ડેમ તૂટી જવાના આક્ષેપ સાથે અગાઉ અનેક વાર જિલ્લા કલેક્ટર અને સાંસદ સુધી કરી ચુક્યા છે રજુઆત..
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સામોર ગામે સામોરિયો ડેમ તૂટી પડવાની ભીતિ ને લઈ ગ્રામજનો એ ગત શનિવારે તંત્ર ને જગાડવા માટે હવન કર્યો હતો આજ રોજ સામોર ગામ ના લોકો દ્વારા ડેમ પર જઈ ને ઉભા રહ્યા સાથે જ હવન કરી તંત્ર ને જગાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો ડેમ તૂટી જવાના આક્ષેપ કરતા સ્થાનિકો નું કહેવું છે કે નીચાણવાળા વિસ્તારમાં રહેતતા લોકો ના મકાન , ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ખેતનો ઉભો પાક અને ખેતરોની માટી તેમજ અન્ય વસ્તુઓ ડેમ ના પ્રવાહમાં તણાઈ ન જાય તે માટે તંત્રમાં બેઠા અધિકારીઓ અને નેતાઓ તેઓનું સાંભળે અને અને ડેમ ને રીપેર કરાવવામાં આવે સામોરિયો ડેમ વર્ષ 1987 માં બન્યો હતો અને હવે છેલ્લા ઘણા સમય થી ડેમ જર્જરિત હાલત માં છે. ચાલુ વર્ષે જો ચોમાસુ સારું જાય અને વધુ પ્રમાણમાં વરસાદ આવે તો આ ડેમ ની દિવાળી તૂટી પડે તેવી સંભાવના સેવાઇ રહી છે સામોર અને આસપાસ માં કોઠાવિસોત્રી અને ગોઇંજ ગામ માં નુકશાન પહોંચાડે તેવી શક્યતા છે ત્યારે જો વધુ વરસાદ થાય અને જેને લઈ દીવાલ તૂટી પડે તો તેનું પાણી ગામ માંથી નીકળે અને બાદમાં ખેતરોમાંથી પાણી પસાર થાય તોખૂબ મોટા પાયે નુકશાની જવાની સંભાવના છે તેમજ નીચલા વિસ્તારોમાં પણ મકાન તૂટી પડે તેવી પણ સંભાવના છે ત્યારે સામોર ગામમાં આવેલ સામોરિયા ડેમ ની દીવાલ ને તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરાઈ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025