મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
યાત્રાધામ દ્વારકાના જગત મંદિર પરિસર માં નીકળી રથયાત્રા
News Jamnagar July 12, 2021
દેવભૂમિ દ્વારકા
રવિવારે પુષ્ય નક્ષત્ર હોઇ દ્વારકાધીશ મંદિરે યોજાયો અષાઢ બીજઉત્સવનો રથયાત્રા ઉત્સવ
જામનગર
અહેવાલ.ભરતભાઈ ભોગાયતા
અષાઢ સુદ બીજ એટલે હીન્દુ સમાજ નો પવિત્ર આસ્થાદિન, આજના દિન બીજના પુષ્ય નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણ બહેન સુભદ્રા તથા મોટા ભાઇ બલભદ્રજીને સાથે રથમાં સવાર થઈ નગરયાત્રાએ ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા. આ ઉત્સવ ને આજ દિન સુધી લોકો રથયાત્રાના નામથી ઉજવવામાં આવે છે. તેવી જ રીતે આ વખતે પણ દ્વારકાધીશ મંદિર ના વારાદાર પુજારીના જણાવ્યાનુસાર તા.11.07.21 ના રવીવારના રોજ પુષ્ય નક્ષત્ર માં રથયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. સાંજના 2.30 થી 4.30 સુધી ભગવાન દ્વારકાધીશના ચલીત સ્વરૂપ ને ચાંદી તથા તુલસીના લાકડામાંથી બનેલા પૌરાણિક રથમાં બીરાજમાન કરી ઢોલ નગારા અને શાસ્ત્રોક્ત વિધી સાથે મંદિર ની ચાર પરિક્રમા કરાવવામાં આવે છે.
માન્યતા મુજબ પુજારી પરિવાર દ્વારા પરિક્રમા સાથે રથને એક સ્તંભ સાથે અથડાવવામાં આવે છે, અને એવુ માનવામાં આવે છે કે જેટલા જોરથી અથડાવવામા આવે તેટલા જોરથી વરસાદ આવે છે. આથી સારો વરસાદ પડે તે આશાએ રથને અથડાવીને વરસાદના શુભ સંકેતો મેળવવામાં આવે છે. આજના દિન ભગવાને 4 ભોગ તથા 4 આરતી કરવામાં આવે છે. અને વરસાદના અમી છાંટણા પણ વરસ્યા હતા.
હાલ કોરોનાને ધ્યાને લઇને આ રથયાત્રામાં ભાવિકો ભાગ લઈ શક્યા નહી. પરંતુ પરંપરા જાળવવા પુજારી પરિવાર દ્વારા ઉત્સવ ધામધુમ થી ઉજવવામાં આવ્યો હતો.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025