મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બેટ દ્વારકાની માફક જગત મંદિર આસપાસના દબાણો પણ દૂર કરવા જરૂરી - ધનરાજ નથવાણી
News Jamnagar July 12, 2021
દેવભૂમિ દ્વારકા
જામનગર
અહેવાલ.ભરત ભોગાયતા
દ્વારકા નજીકના યાત્રાધામ બેટ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર દબાણો કરનાર સામે કાર્યવાહીના અહેવાલો બાદ દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટ્વીટર પર જણાવ્યુ છે કે, મને આશા છે કે, બેટ દ્વારકાના જમીન દબાણોની સાથે સાથે દ્વારકામાં જગત મંદિરની આસપાસ થયેલા અનધિકૃત બાંધકામો પણ દૂર થશે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિધ્ધ જગત મંદિર આસપાસ થયેલા અનધિકૃત બાંધકામોને પરિણામે શ્રધ્દ્ધાળુ ભક્તોમાં અનેરું મહત્વ ધરાવતા મંદિરના શિખરજી અને ધ્વજાજીના દર્શન અવરોધાય છે અને સ્થાનિક ઉપરાંત દુનિયાભરમાથી આવતા યાત્રાળુઓને ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આમ, ધનરાજ નથવાણીની ટ્વીટ બાદ જગત મંદિર આસપાસના દબાણો દૂર થવાની અને મંદિરના ધ્વજાજી તથા શિખરજીના દર્શનની સુવિધામાં ઉમેરો થવાની આશા સ્થાનિકોમાં ઉઠવા પામી છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025