મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇનસ્ટ્રીઝના પ્રમુખ પદે શેતલ શેઠની વરણી
News Jamnagar July 12, 2021
જામનગર
પ્રગતિના પર્યાય એવા મહિલા અગ્રણીએ બહેનો માટે દરેક ક્ષેત્રોમા વિવિધ આયામો સાથે સેવા કરવાના સંકલ્પ નો નિર્ધાર વ્યક્ત કર્યો
મહિલા બેંકના ચેરમેન તેમજ સંસ્કૃતિ ફાઉન્ડેશન તેમજ મહિલા ન્યાય મંચ દ્વારા બહેનો માટે કાર્યરત શેતલ શેઠનો ખાસ આગ્રહ કે સહકાર ક્ષેત્રોમા પણ બહેનો ને વધુ સ્થાન મળવુ જરૂરી
જામનગર
અહેવાલ.ભરત ભોગાયતા
જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇનસ્ટ્રીઝના પ્રમુખ પદે શેતલ શેઠની વરણી થઇ છેપ્રગતિના પર્યાય એવા આ મહિલા અગ્રણીએ બહેનો માટે દરેક ક્ષેત્રોમા વિવિધ આયામો સાથે સેવા કરવાના સંકલ્પ નો નિર્ધાર વ્યક્ત કર્યો છેમહિલા બેંકના ચેરમેન તેમજ સંસ્કૃતિ ફાઉન્ડેશન તેમજ મહિલા ન્યાય મંચ દ્વારા બહેનો માટે અનેકવિધ પ્રવૃતિઓ તેમજ સફળ રજુઆતો કરનાર શેતલ શેઠ બહેનો ના આદર્શ બની રહ્યા છે
જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસ ના પ્રમુખ બનવા સમય ની ક્ષણો ને અમૂલ્ય ગણી તેમજ સાથી હોદેદારો જ્યોતિ બેન ભારવાડીયા – ઉપ પ્રમુખ, નિમીષા બેન ત્રિવેદી – સેક્રેટરી , રચના બેન નંદાણીયા – જોઈન્ટ સેક્રેટરી , બીનાબા જાડેજા – ખજાનચી , ભાવિષા બેન ધોળકિયા – સહ ખજાનચી , જેનબ બેન ખફી – કૅનવીનર ( ગૃહ ઉદ્યોગ ના મહિલાઓ નું ઉત્ત્થાન ), ચેતના બેન માણેક – કૅનવીનર ( સોશ્યિલ મીડિયા ), અંકિતા બેન વોરા – કૅનવીનર ( મેમ્બરશિપ ), મનહરબા જાડેજા – કૅનવીનર ( સોશ્યિલ વર્ક ), મીના બેન જીવરાજાની – કૅનવીનર ( એક્સહિબીશન ), દીપ્તિ બેન બુચ – કૅનવીનર ( એડયુકેશન ), ગીતા બેન દવે – કૅનવીનર ( પ્રોગ્રામ મેનેજમેન્ટ )ચંદા ધંધુકિયા – કૅનવીનર ( લીગલ સેલ ), મમતા બેન મેહતા , માધવી બેન ભટ્ટ , હીરી બેન ગોઢાણીયા સાતે બોર્ડ મેમ્બર્સ તરીકે શપથ લીધા હતા. આ તકે પાસ્ટ પ્રેસિડેન્ટ સહારા બેન મકવાણા એ શેતલબેન ને બેજ અર્પણ કર્યો હતો અને જ્યોતિ બેન માધવાણી એ શપથ વિધિ કરાવી અને કલ્પના બેન ખંડેરિયા એ શુભેચ્છા પાઠવી હતી સંસ્થા ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઊર્મિબેન મેહતા એ સૌ ને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા
સંસ્થા દ્વારા મહિલાઓ ના પ્રશ્નો ને વાચા આપવાનો મારો પૂરો પ્રયત્ન રહેશે અને સાથે સાથે મહિલાઓ ને સ્વ નિર્ભર કરવા માટે હું ને મારી ટીમ કટી બદ્ધ રહેશું તેમ આ તકે પ્રમુખ શેતલબેન એ જણાવ્યુ છે
મહિલાઓને સ્વરોજગાર -શિક્ષણ અને નોકરીઓ યોગ્ય સમયે મળતી રહે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના આત્મનિર્ભર ભારત ના આહવાન ને સાર્થક કરી શકાય તે દિશામા લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના માધ્યમથી સૌ સાથી હોદેદારોના સહયોગથી સક્રિય રહેવાનો દ્રઢ સંકલ્પ આ તકે શેતલ શેઠે વ્યક્ત કર્યો છે
ંઉલ્લેખનીય છે કે મહિલા કો. ઓ.બેંકના ચેરમેન તરીકે તેમજ સંસ્કૃતિ ફાઉન્ડેશન ના ફાઉન્ડર પ્રેસીડન્ટ તરીકે તેઓ જનસેવાઓ ખાસ કરીને મહિલા ઉત્કર્ષ મહિલા સશક્તિકરણ શિક્ષણ આરોગ્ય સહિતની લોકો માટેની સુવિધાઓ પુરી પાડવાની જહેમત તેઓ અવિરત ઉઠાવી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ ગુજરાત મા મુખ્યમંત્રી હતા ત્યારે બહેનો ને પ્રગતી કરાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ કરાવ્યો હતો તેમજ બેટી બચાવો બેટી પઢાઓ ના સુત્ર ને સાર્થક કર્યુ હતુ એટલુ જ નહી કન્યા કેળવણી ઉપર વિશેષ ભાર મુકી ને ઉપરાંત બહેનોના આરોગ્ય રોજગાર ગૃહઉદ્યોગ સલામતી સહિત દરેક આયામથી મહિલા સશક્તિકરણ ની પહેલ કરી હતી જેના સારા પરીણામો આપણે જોઇ રહ્યા છે તેમજ ખાસ કરી ને તેઓએ જ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓમા પચાસ ટકા બહેનો હોવા જોઇએ તે જોગવાઇ અમલમા મુકાવી છે ત્યારે આપણા સૌ ની ફરજ બને છે કે બહેનો દરેક ક્ષેત્રમા આદર સત્કાર શિક્ષણ આરોગ્ય સેવા રોજગાર તેમજ સંસ્થાઓ અને વિભાગોમા તેમજ ગ્રામ્યજીવન ને ધબકતુ રાખનાર બહેનો જે ખેતીવાડી પશુપાલન પરંપરાગત કલા વગેરેમા પ્રવૃત રહે છે તેમને સહકાર ક્ષેત્રમા પણ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓની જેમ જ સ્થાન અપાવી પ્રધાનમંત્રી શ્રીના મહિલા સશક્તિકરણ ના સંકલ્પને વધુ સાકાર કરવા શાસન એ જરૂરી પગલા લેવા જોઇએ જાગૃત લોકોએ રજુઆતો કરવી જોઇએ જેથી તે માટેની જોગવાઇઓ થવી જોઇએ તેમ પણ એક અભિપ્રાય અંગેના પ્રત્યુતરમા શેતલ શેઠ એ ભાર પુર્વક જણાવ્યુ હતુ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024