મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમા કોંગી પ્રમુખ તેમજ ધારાસભ્ય સાથે પોલીસની ચકમક મોંઘવારીના વિરોધ પ્રદર્શન વખતે થોડી વખત તંગ વાતાવરણ બાદ હળવોમાહોલ
News Jamnagar July 12, 2021
જામનગર
જામનગર
અહેવાલ.ભરત ભોગાયતા
રવિવારે જામનગર કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે સતત વિરોધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આજે પાંચમા દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી. એક તબક્કે મામલો બંને તરફે જોઈ લેવા સુધી આવી પહોંચ્યો હતો. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યએ મધ્યસ્થિ કરતા મામલો થાળે પડ્યો હતો.
જીવન જરૂરી ચીજવસ્તતુઓના સતત વધી રહેલા ભાવને લઈને ગરીબ મધ્યમ વર્ગ હાડમારી વેઠી રહ્યો છે. ભાવ નિયંત્રણ તો દુરની વાત સતત વધી રહેલા ભાવ પર પણ સરકારનું કોઈ નિયંત્રણ નથી રહ્યું. આવા આક્ષેપ સાથે આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બર્ધન ચોક ખાતે ધારાસભ્ય કોર્પોરેટરો અને કાર્યકરોએ ખાદ્ય તેલ, સિલિન્ડર અને અને સ્કુટરની નનામી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો.ભાવ વધારા બાબતે સરકારની નીતિનો વિરોધ દરસાવતા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. બર્ધન ચોક ખાતે કાર્યક્રમની શરૂ થાય તે પૂર્વે કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝક થવા પામી હતી.જોકે બંને પક્ષે મધ્યસ્થી થયા બાદ બર્ધન ચોક થી નિકળેલી રેલી માંડવી ટાવર સુધી લઈ જવાય હતી.
જે જગ્યા એ કાર્યક્રમ હતો એ જગ્યા પાસે જ નગરના પ્રથમ નાગરિક સહિતનાઓ હાજર હતા. કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે કોંગ્રેસના કાર્યકરો નનામી બંધતા હતા ત્યારે પોલીસ આવી ગઈ હતી. પીએમની નનામી કાઢવામાં આવે તો પોલીસ પર ગાજ ગરજે એમ પોલીસને લાગતા તેઓએ શહેર કોંગ્રેસ પ્રમુખ સામે જીભાજોડી કરી હતી. બંને તરફ વાત ઉગ્રતાથી માંડી જોઈ લેવા સુધી પહોંચી હતી.
પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખને જોઈ પછી લેવાની વાત કરતા મામલો બીચકાયો હતો. જેને લઈને પીઆઇ જલુ સહિતના બર્ધન ચોક પહોંચ્યા હતા. જો કે આ જાણ થતાં ધારાસભ્ય વિક્રમ માડમ પણ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ બંને તરફ ચકમક જરી હતી. વિક્રમ માડમે પીઆઇ સમક્ષ ચોખ્ખું કહ્યું હતું કે જો વાત જોવાની જ હોય તો દિગુભા દિવસ રાત બજારમાં એકલા જ હોય છે. જોઈ લેજો…ત્યારબાદ બંને તરફ સમાધાનકારી વલણ અપનાવી લેવામાં આવ્યું હતું અને કાર્યક્રમ રાબેતા મુજબ થયો હતો
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024