મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઓખા હાવડા ટ્રેન નીચે ઝંપલાવી આપધાત કરતી બેલડી આપધાતનું કારણ પ્રેમ પ્રકરણ
News Jamnagar July 12, 2021
એક જ જ્ઞાતિના હોવા છતા એક ન થઈ શકતા આપધાતનું પગલું ભર્યું.
જામનગર
અહેવાલ.ભરતભાઈ ભોગાયતા
જામનગર પાસેના દ્વારકા જિલ્લામા ઓખા હાવડા 02905 ટ્રેન જે ઓખાથી 8.40 કલાકે ટ્રેન ઉપડી હતી અને આશરે વીસ કિલોમીટર દુર શિવરાજપુર ફાટક પાસે ઉભેલા એક યુવાન તથા યુવતીએ આવતી ટ્રેન નીચે ઝંપલાવી આપધાત કર્યો હતો. ટ્રેન ડ્રાઇવરને ધટનાની જાણ થતા ટ્રેન થોભાવી દ્વારકા આરપીએફને જાણ કરી હતી. દ્વારકા આરપીએફ એ લાશનો કબ્જો લઈ દ્વારકા પોલીસને જાણ કરી હતી.
પ્રાપ્ત વિગતોનુસાર દ્વારકા ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ધર્મેશભા નાયાણી ઉ. વર્ષ 21 તથા દ્વારકાના શિવરાજપુર ગામે રહેતી સંતુબેન નાયાણી ઉ. વર્ષ 19 એકબીજાને પ્રેમ કરતા હોય, પરંતુ વડીલોને આ સબંધ મંજુર ન હોય, યુવક તથા યુવતી બન્નેએ ઓખાથી હાવડા જતી ટ્રેન નીચે મકનપુર પાટીયા પાસે પડતુ મુકી આપધાત કર્યો હતો. બન્ને એકજ કુટુંબના હોય જેના કારણે લગ્નગ્રંથિથી જોડાઇ ન શકતા મોતને વ્હાલુ કર્યું હતું. આ અંગે પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી, તથા પરીવારનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025