મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાંથી મેફેડ્રોન પાવડર સાથે શખ્સ ઝડપાયો એસઓજીની ટીમનો દરોડો રૂા.2.70 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી
News Jamnagar July 12, 2021
જામનગર
અહેવાલ.ભરતભાઈ ભોગાયતા
જામનગર શહેરના શાકમાર્કેટ મીનારાફળી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન 27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં શાકમાર્કેટ મીનારાફળી વિસ્તારમાં રહેતા સમીર શેખ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની એસઓજીના દિનેશ સાગઠિયા, સંજય પરમાર તથા હર્ષદ ડોરિયાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફે રેઈડ દરમિયાન સમીર ઉર્ફે જીમી ઉર્ફે સેમ મેહમુદ અલી શેખ નામના શખ્સના મકાનમાંથી તલાસી લેતા રૂા.2.70 લાખની કિંમતનો 27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે રૂા.10 હજારની કિંમતનો એક મોબાઈલ, રૂા. 2,130 ની રોકડ, પ્લાસ્ટિકની કોથળીઓ સહિત રૂા.2,82,130 નો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી.
એસઓજીની ટીમે સમીરની પૂછપરછ હાથ ધરતા મેફેડ્રોન ડ્રગ્સના વેચાણમાં નદીમ મેહમુદ અલી શેખની સંડોવણી ખુલ્લી હતી. એસઓજીની ટીમે આરોપી અને મુદ્દામાલ સિટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યા હતાં જેના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે સમીરની ધરપકડ કરી નદીમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025