મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ફોર-વ્હીલર (LMV) માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીજેનાં ગોલ્ડન-સિલ્વર નંબરના ઇ-ઓકસન થાશે જાણો વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
News Jamnagar July 13, 2021
જામનગર
ફોર-વ્હીલર (LMV) માટેની સીરીઝ જીજે-૧૦-ડીજેનાં ગોલ્ડન-સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા અંગે.
જામનગર તા.૧૩ જુલાઇ, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ફોર-વ્હીલર(LMV) માટેની નવી સીરીજ જીજે-૧૦-ડીજે સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૧૬-૦૭-૨૦૨૧ થી ૨૮-૦૭-૨૦૨૧ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૨૯-૦૭-૨૦૨૧ થી ૩૧-૦૭-૨૦૨૧ના બપોરના ૧૧.૫૯ કલાક સુધી અને ઇ-ઓકશનનું પરિણામ તા.૩૧-૦૭-૨૦૨૧ના બપોરના ૧૨.૦૦ કલાક પછી રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૫ માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024