મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એસ.સી.સી.(રીપીટર માટે)ની પરીક્ષાના કેન્દ્રોની ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમયે કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
News Jamnagar July 13, 2021
જામનગર
જામનગર તા.૧૩ જુલાઇ, આગામી તા.૧૫-૦૭-૨૦૨૧ થી ૨૭-૦૭-૨૦૨૧ સુધી એસ.એસ.સીની પરીક્ષાઓ (રીપીટર માટે) યોજાનાર છે. જે પરીક્ષાઓ દરમ્યાન ચોરીના દૂષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. ચોરીના દૂષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઇલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.
આ પરીક્ષાઓ શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને “પરિશિષ્ટ”માં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રોમાં તા.૧૫-૦૭-૨૦૨૧ થી ૨૭-૦૭-૨૦૨૧ સુધી સવારના ૯:૩૦ થી બપોરના ૦૧:૧૫ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તેમજ નિયત કરેલ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે.
પરિશિષ્ટ
જામનગર શહેરમાં પરીક્ષા માટે નક્કી કરાયેલ કેન્દ્રો
ક્ર્મ
પરીક્ષા કેન્દ્ર શાળા/કોલેજનુ નામ ક્ર્મ પરીક્ષા કેન્દ્ર શાળા/કોલેજનુ નામ૧ શ્રી આર. આર. શાહ હાઇસ્કુલ શ્રી બ્રિલિયન્ટ હાઇસ્કુલ શ્રી નેશનલ હાઇસ્કુલ સનસાઇન સ્કુલ
શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય શ્રી એલ.જી.હરીયા હાઇસ્કુલ
સોઢા રસીલાબા કન્યા વિધાલય શ્રી ઓધવદીપ હાઇસ્કુલ
શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કુલનંદન હાઇસ્કુલ શ્રી પી.વી મોદી હાઇસ્કુલ.શારદા મંદિર હાઇસ્કુલ શ્રી પ્રાઇમ માધ્યમિક શાળા.શ્રી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
પ્રતીકાત્મક તસ્વીર
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024