મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચલો...સ્કુલ....ચલે ...હમ...પણ ..ખાનગીમા નહી...સરકારીમા....હો...ટ્રેન્ડ બદલ્યો.
News Jamnagar July 14, 2021
જામનગર.
વર્ષ ૨૦૨૧-૨૨ માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૨૫૬ બાળકોએ ખાનગી શાળામાંથી નામાંકન રદ્દ કરાવી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
હજુ સ્ટાફ સહિતની સુવિધા વધશે જનસેવાનો વ્યાપ વધશે તેમ તેમ સરકારી શિક્ષણ સહિતના સેવાના ક્ષેત્રોમા હજુ ધસારો વધે સેવા કેન્દ્રો નુ ધ્યેય હોઇ ગુજરાત રાજ્ય બન્યુ મોડેલ.
જામનગર
અહેવાલ. ભરતભાઈ ભોગાયતા
પ્રત્યેક માતા-પિતા તેમના બાળકોને સુ-સંસ્કારીત અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેમ ઈચ્છતા હોય છે. આ માટે વાલીઓ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ પોતાના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે તેમનું ખાનગી શાળાઓમાં નામાંકન કરાવતા હોય છે, પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ બદલાઈ છે. રાજ્યની પ્રત્યેક સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓની સાથે તજજ્ઞ શિક્ષકો ઉપલબ્ધ બને તે માટેના રાજ્ય સરકારના નિષ્ઠાવાન પ્રયાસોએ શિક્ષણમાં ધરમૂળથી બદલાવ કર્યો છે. જેના પરિણામે જે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળાના બદલે ખાનગી શાળામાં પ્રવેશ અપાવતા હતા તે વાલીઓ હવે તેમના બાળકોનું નામ ખાનગી શાળામાંથી કઢાવીને પૂન: તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યાં છે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ સંજયસિંહ ચાવડા એ ગુણવતાસભર અહેવાલ બનાવવાની સાથે જણાવ્યુ છે કે
સમગ્ર દેશના લોકો પોતાના સંતાનોના ઉજવળ ભવિષ્યના નિર્માણ માટે મોંઘીદાટ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ તરફ દોટ મુકી રહયા છે, તેવા સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓમાં જુદુ જ ચિત્ર જોવા મળી રહયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી શાળાઓમાં જ્ઞાનની સરીતાનો પ્રવાહ હવે પલટાયો છે. દેવભૂમિવાસીઓ તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે જિલ્લાની ખાનગી શાળામાંથી તેમના બાળકોનું નામ કઢાવીને તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યાં છે.
તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા માહતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી યુ.જે.બરાળના માર્ગદર્શન હેઠળ અહેવાલ બનાવતા માહિતી મદદનીશ સંજયસિંહ ચાવડા તથા એચ.એ. ગોજીયાં અને ફોટોગ્રાફર જીજ્ઞેશ ગોજીયાંએ વિસ્તૃત વિગતો આપતા ઉમેર્યુ છે કે આજના આ ટેકનોલોજીના યુગમાં કાર્યદક્ષ અનુભવી શિક્ષકો, શાળાનું વાતારવરણ, શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા વગેરેની ચકાસણી કરીને જ વાલીઓ તેમના સંતાનોના ભવિષ્યનો નિર્ણય લેતા હોય છે, તેવા સમયે રાજય સરકારે શિક્ષણને નવા આયામ સુધી પહોંચાડવા માટે શિક્ષણનિતિમાં સુધારણાની સાથે-સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવી ઉચ્ચકક્ષાની પરિક્ષાઓ પાસ કરેલ શિક્ષકોની ભરતી કરી છે. વિદ્યામંદિરો રૂપી સરકારી શાળાઓમાં તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી શાળાઓમાં વાલીઓની તમામ અપેક્ષાઓ પુરી થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. જેનાથી પ્રેરાઈને અહિંના વાલીઓએ તેમના ખાનગી શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા ૧૨૫૬ બાળકોનું ખાનગી શાળામાંથી નામાંકન રદ્દ કરાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ ખાનગી શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં ૧૨૫૬ બાળકોને તેમના વાલીઓએ સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. જેમાં ખંભાળીયા તાલુકાની શાળામાં ૫૩૨, કલ્યાણપુર તાલુકાની શાળામાં ૨૫૩, ભાણવડ તાલુકાની શાળામાં ૨૭૬ અને દ્વારકા તાલુકાની શાળામાં ૧૯૫ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એચ.વાઢેરના જણાવ્યા અનુસાર સરકારની શિક્ષણને ધબકતું બનાવી પ્રત્યેક સરકારી શાળાઓમાં વધુ સારૂ શિક્ષણ ઉપલબ્ધ બને તે માટેની કટીબધ્ધતાના પરિણામે આજે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ થયેલા તજજ્ઞ શિક્ષકો ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઈન્ટરનેટ કનેકટીવીટી ધરાવતા ઈ-કલાસ રૂમો જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની છે. જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાલીઓ ખાનગી શાળાના બદલે તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહયાં છે.
રાજ્યનું પ્રત્યેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે પ્રમાણે ૧૦૦ ટકા સાક્ષરતાના ધ્યેયને હાંસલ કરવા માટેના યથાર્થ પ્રયાસોની ફળશ્રુતિ અહીંની શાળાઓમાં જોવા મળી રહી છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025