મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકા માં જગત મંદિરની બાવન ગજની ધ્વજાને આકાશી વીજળી અડતા ધ્વજ દંડ ને થોડુ નુકસાન
News Jamnagar July 14, 2021
દેવભૂમિ દ્વારકા
જામનગર અહેવાલ.ભરત ભોગાયતા દ્વારા.
આસ્થાનુ પ્રતીક રહેલ દ્વારકા મા આવેલા સુપ્રસિદ્ધ જગત મંદીરે વિશ્વ ભરના આસ્તિકો શીશ જુકાવવા આવે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે આજે જગત મંદિર પર ગજબની સંયોગ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે બાવન ગજની જે ધ્વજા ફરકી રહી છે તેની પર વીજળીનું આલિંગન થયું હતું. જેના કારણે ધ્વજાજીને થોડું નુકશાન થયું હતું. જોકે મંદિરને કોઈ અસર થઈ ન હતી. વીજળીને અને ભગવાન શ્રી કૃષ્ણને શુ સબંધ છે આવો જાણીએ.
કેવો સંબંધ છે વીજળી અને ભગવાન શ્રી કૃષ્ણને ??
જેલવાસ વખતે સતીએ યશોદાના ગર્ભથી મહામાયાના રૂપમાં જન્મ લીધો હતો. વાસુદેવ નવજાત બાળ શ્રીકૃષ્ણને લઈ ગોકુળમાં લાઇ ગયા અને યશોદાજી પાસે છોડી ગયા, પરત ફરતી વખતે તેમની દીકરીને સાથે લઈ આવ્યા હતા. જેથી કૃષ્ણ જન્મ છુપાવી શકાય. જ્યારે કંસએ મહામાયા બાળકીને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના હાથમાંથી છૂટી ગઈ અને વીજળી રુપે આકાશમાં સમાઈ ગઈ, આમ વીજળીના રુપે અલિપ્ત થયેલ મહામાયા ભગવાનની બહેન ગણાઈ છે.
શુ કહે છે એસડીએમ ?
આજે દ્વારકા ખાતે 55 મીમી વરસાદ પડ્યો,
બપોરે વરસાદ વચ્ચે જગત મંદિરની ટોચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી. જો કે ધ્વજાજીનો દંડ થોડો તૂટ્યો છે બાકી જગત મંદિરને કોઈ નુકશાની થઈ નથી એમ દ્વારકા એસડીએમ ભેટારિયાએ જણાવ્યું છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024