મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાથી નિરાધાર બનેલા જામનગર જિલ્લાના બાળકો કહે છે: થેંક યું મુખ્યમંત્રીજી જામનગરના બાળક સુફિયાનનો મુખ્યમંત્રી સાથે થયો મોકળા મને સંવાદ
News Jamnagar July 15, 2021
જામનગર
જામનગરના ૨૪ બાળકોને મળ્યો છે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ
જામનગર
અહેવાલ.ભરતભાઈ ભોગાયતા
કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર સરકાર બની છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નિરાધાર બાળકો પ્રત્યે પિતૃવત્સલ સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળના અનાથ-નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી દર મહિને રૂ. ૪૦૦૦ની સહાય આપવામાં આવે છે. તેની વયમર્યાદા વધારીને ૨૧ વર્ષ કરવાનો નિર્ણયની જાહેર કર્યો છે તેમ જામનગરના નાયબ માહિતી નિયામક આર.કે.જાની ના માર્ગદર્શન હેઠળ સંવેદનાસભર અહેવાલ બનાવતા માહિતી મદદનીશ દિવ્યા ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે આ નિર્ણયથી અનેક બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારનો સાથ સાંપડ્યો છે.
કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ “મોકળા મને સંવાદ” કર્યો હતો. કોરોના સમય ગાળામાં બંને માતા-પિતા ગુમાવેલ બાળકો માનસિક રીતે પડી ન ભાંગે અને બાળકોને જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને “મનની મોકળાસ’ કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત જામનગરનો ૧૪ વર્ષીય સુફિયાન મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને “મોકળા મને સંવાદ” કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળ્યો હતો.
માહિતી મદદનીશ દિવ્યા ત્રિવેદી એ આ અહેવાલમા ઉમેર્યુ છે કે જામનગરના રબારીપરામાં રહેતો સુફિયાન બ્લોચ ધો. ૯માં અભ્યાસ કરે છે. વર્ષો પહેલા પિતાના કેન્સરમાં અવસાન બાદ કોરોનાએ માતાને પણ છીનવી લેતા હાલ મામા સાથે રહેતા સુફિયાને મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો. આ કિશોરે નાની ઉંમરમાં માતા અને પિતા ગુમાવ્યા છે.
ત્યારે સુફિયાન કહે છે કે, “ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના પૈસાથી હું ખૂબ ભણીશ. આ લાભ માટે થેંક યું મુખ્યમંત્રીજી. ” તો જામનગરની જ ૧૬ વર્ષીય દિવ્યાંગ રાધિકા પરમાર કહે છે કે, એપ્રિલ માસમાં માત્ર બે દિવસના અંતરે મારા મમ્મી અને પપ્પા બંનેનું અવસાન થયું છે. હાલ હું મારા ફઈ સાથે રહું છું. મારુ સપનું સી.એ બનવાનું છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભથી જે રકમ મને મળી રહી છે તેનાથી હું ખૂબ ભણીને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ. આ માટે થેન્ક્યું મુખ્યમંત્રીજી.
કોરોનાએ અનેક પરિવારોના બાળકોના શિરેથી માતા-પિતાની છત્રછાયા છીનવી છે ત્યારે જામનગરના જેન્સી અને હેત પુંભડીયા કહે છે કે, મારા પિતાના અવસાનને વર્ષ થયું છે. પપ્પા પછી અમારા મમ્મી જ અમારા માટે માતા અને પિતા બંને હતા પરંતુ કોરોનામાં એમનું અવસાન થતાં અત્યારે અમે સૌથી મોટી પરિણીત બહેન સાથે રહીએ છીએ. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભથી હવે અમને એવું લાગે છે કે, અમે અમારી દીદી પર ભાર નહીં બનીએ. આ યોજનાના લાભથી અમે ખૂબ પ્રગતિ કરીશું અને આગળ વધશું. આ આધાર બનવા બદલ થેન્ક્યુ મુખ્યમંત્રીજી.
તો માતાની મમતા પણ પિતા પાસેથી મેળવતી ૬ વર્ષીય ધ્યારાએ કોવિડ દરમિયાન પિતાને પણ ગુમાવ્યા. ધ્યારાને પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મળતા તેના ફઇ લીનાબેન પારેખએ મુખ્યમંત્રીની સંવેદનશીલતા બદલ આભાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જામનગરના ૨૪ બાળકોના ખાતામાં દર માસે રૂ. ૪૦૦૦ જમા થાય છે.
જામનગર જિલ્લામાં આ યોજનાનો લાભ મેળવવા માટે જામનગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીર પોરેચાએ તેમની ઓફીસનો સંપર્ક કરવા ભલામણ કરી હતી. આ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, સેવા સદન-૪, રૂમ નં. ૬૧, રાજપાર્ક, જામનગર મો. ૯૮૨૫૨૦૬૫૧૪ પર સંપર્ક કરી શકાશે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024