મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય અનલોક શાળાઓમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચ્યા
News Jamnagar July 16, 2021
જામનગર
અહેવાલ. સબીર દલ
સોશિયલ ડિસ્ટન્સ,માસ્કની તકેદારી સાથે અભ્યાસ શરૂ કરાયો
કોરોનાકાળમાં ઘણા લાંબા સમય બાદ શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
શાળા સંચાલકો દ્વારા કોવિડ ગાઇડલાઇન સાથે શાળાઓ શરૂ કરાઈ
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટી રહ્યું છે . ત્યારે આજથી રાજ્ય સરકાર દ્વારા ધો . 12 ની શાળા તથા કોલેજો શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે . કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકાર દ્વારા લોકોને ધીમે – ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે ત્યારે હવે જામનગરની શાળામાં ઓફ લાઇન શિક્ષણ પણ શરુ થઇ રહ્યું છે . આજથી શાળા – કોલેજોમાં ધો . 12 નું શિક્ષણ તેમજ હોસ્ટેલો શરુ કરવા સરકારે જાહેરાત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા 15 જુલાઇથી ધો . 12 ની શાળા તેમજ કોલેજો શરુ કરવા મંજૂરી આપી હતી . આ અંગે સરકાર દ્વારા છેલ્લી ઘડીએ માર્ગદર્શિકા અને પરિપત્ર જાહેર કર્યો હતો . જેને કારણે શાળા સંચલકો કફોડી હાલતમાં મૂકાયા હતાં . પરંતુ આખરે આજથી સરકારની ગાઇડલાઇન મુજબ શાળાઓ શરુ થઇ હતી . સરકાર દ્વારા 50 ટકા કેપેસીટી સાથે શાળા શરુ કરવા તેમજ વિદ્યાર્થીના વાલીની સહમતિ બાદ જ ઓફ લાઇન શિક્ષણની મંજૂરી અપાઇ છે . આ ઉપરાંત ઓફલાઇન શિક્ષણ ન પસંદ કરનાર વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે . આજથી ધો . 12 ની શાળા શરુ થતાં જામનગરમાં પણ શાળામાં ધો . 12 ના ઓફ લાઇન વર્ગો શરુ થતાં વિદ્યાર્થીઓની ચહલ – પહલ જોવા મળી હતી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024