મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં વિજવિભાગની પ્રીમોન્સુન કામગીરી નબળી તો પ્રદુષણ બોર્ડ--કારખાના નિરીક્ષક -સીવિલ ડીફેન્સ-સિંચાઇ પણ હજુ પુરતા સજ્જ નથી
News Jamnagar July 16, 2021
જામનગર
હાલારમા થોડાક વરસાદમા પણ લોકોને અમુક તંત્રના વાંકે હાલાંકી હજુ ચોમાસુ બાકી
સોલીડવેસ્ટ-ઇ વેસ્ટ-બાયોવેસ્ટ-કેમીકલ વેસ્ટ-રેસ્ટોરન્ટ વેસ્ટ-કન્સ્ટ્રક્શન વેસ્ટ-એનીમલ વેસ્ટ સહિત તમામ ના નિકાલ ની સાવચેતીની લગત વિભાગો ને સુચના…….છતા ય જો કે મોટા ભાગના ના મોનસુન પ્લાન હજુય કાંતો એપ્રુવલમા કાંતો અપડેશનમાં….!!
જામનગર
અહેવાલ ભરતભ ભોગાયતા
જામનગર શહેર અને જિલ્લામા તેમજ દ્વારકા જિલ્લામા હાલ જ્યારે વરસાદ શરૂ થય ગયો છે છતાય વિજવિભાગની પ્રીમોન્સુન કામગીરી સો ટકા પુરી થઇ ન હોય નબળી સેવાથી લોકો ત્રાસ્યા છે હજુ ચોમાસુ બાકી છે તો શુ થશે?? વળી પ્રદુષણ બોર્ડ–કારખાના નિરીક્ષક હવે આસી.ડા.ઇન્ડ.સે.એન્ડ હેલ્થ તેમજ -સીવિલ ડીફેન્સ-સિંચાઇ પણપુરતા સજ્જ નથી થયા તો આરોગ્ય રોડ એન્ડ બીલ્ડીંગ ટેલીફોન ફોરેસ્ટ વગેરે આયોજન ફાયનલ કાગળ પર કરી પ્રેક્ટિોકલી કાર્યવાહી માટે સજ્જ નથી થયા તેમ જાણકારો કહે છે
બીજી તરફસોલીડવેસ્ટ-ઇ વેસ્ટ-બાયોવેસ્ટ-કેમીકલ વેસ્ટ-રેસ્ટોરન્ટ વેસ્ટ-કન્સ્ટ્રક્શન વેસ્ટ-અેનીમલ વેસ્ટ સહિત તમામ ના નિકાલ ની સાવચેતીની લગત વિભાગો ને સુચના અપાઇ છે છતા ય તે મુજબ સો ટકા થયુ નથી જો કે મોટા ભાગના ના મોનસુન પ્લાન હજુય કાંતો એપ્રુવલમા કાંતો અપડેશનમાં છે….!! જો કે દરેક લગત વિભાગો એમ જણાવે છે કે અમે સજ્જ છીએ અને પ્લાન મુજબ કામગીરી તૈયારી થઇ ગઇ છે
જામનગર pgvcl જેના કાર્યક્ષેત્ર હેઠળ જામનગર અને દ્વારકા બે જિલ્લા આવે છે તેમા અર્થીંગ અને ટ્રાન્સફોર્મર ગાર્ડ તેમજ પ્રીમોન્સુન કામગીરીની તપાસ જરૂરી છે કેમકે હાલ હજુ વરસાદ શરૂ થયો ન હોવા છતા વીજ પુરવઠા મામલે લોકો હેરાન છે તેમજ લાઇનોમા શોર્ટ સરકીટ વાયર તુટવાના તણખા ઝરવાના બનાવ ટ્રાન્સફોર્મર બગાડવાના સહિત અનેક બનાવ બને છે ત્યારે કરોડોનુ ખર્ચ જે મેન્ટેનન્સ કે પ્રિમોન્સુન મા થયા બાદ પણ પરિસ્થિતિ નિયમીત નથી તે મામલે લોકો હેરાન થાય છે
બીજી તરફ જોઇએ તો દર વરસની વાસ્તવિકતા પરથી તારણ કાઢીએ તો …… કેટલુ પ્રિમોનસુન કામ કર્યુ કેટલુ બાકી છે કેટલુ હજુ થશે ?એ પણ ઠોસ કર્યુ કે માત્ર જુજ દેખાડો કરી બીલ તગડા ને પુરતા બનાવ્યા??( આ શંકા એટલા માટે કે બાર કરોડ અલગથી પ્રિમોન્સુન ના જ વપરાય તો ય નુકસાન તો થાય જ છે ખર્ચ જેટલુ ય વળતર નમલે ઉપરથી વીજગ્રાહકો હેરાન થાય તે જુદુ તેનુ વળતર તો આપતા જ નથી ને!!??)
તેમ છતા જામનગર પીજીવીસીએલ નો દાવો છે કે અ ચોમાસામા ખામી નથાય તેજોવાશે પરંતુ બંને જિલ્લામા હજુ સામાન્ય વરસાદ મા પણ તકલીફો શરૂ થય ગય છે છતાય પી.જી.વી.સી.એલ.-જામનગર સર્કલ એ જણાવ્યુ છે કે પ્રિમોન્સૂન માટે, આપણે પોલ લાઇન ટ્રાન્સફોર્મરને નડતા વૃક્ષો ડાળીઓ કાપવા, જમ્પિંગ વર્ક, ટી.સી. મેન્ટેનન્સ, ઢીલા ગાળાના કંડકટરો ફીટ કરવા તેમજ તેના સહિત સમગ્ર સીસ્ટમ વગેરેની જરૂરી લાઈન મેન્ટેનન્સ કરવાની , ટૂંકમાં, લાઈન મેઈન ટેનન્સી સાથે સંકળાયેલ કઇ કામગીરી જે ચોમાસા દરમિયાન ખામી સર્જી શકે છે તેવુ તમામ સરખુ કરવાનુ ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિઓ-પ્રિમોન્સુન હેઠળ આવરી લેવાયા છે પરંતુ બીજી તરફ થોડા વરસાદ મા પણ લોકો હાલાકી ભોગવે છે તેનુ શુ??
જામનગર જિલ્લામા આ ચોમાસામા કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે જુદા જુદા અઢી ડઝન વિભાગોના વડાઓનીમીટીંગ કરી જીલ્લા કલેક્ટર તેમજ એડીશનલ કલેક્ટર એ માર્ગદર્શન આપી જરૂરી સુચનાઓ આપી છે બીજી તરફ આ મીટીંગ ને બે મહિના થયા બાદ ઘણા વિભાગમા પ્લાન એપ્રુવલમા છે કાંતો અપડેશન મા છે જોકે કલેક્ટરે સમયસર વેલઇન એડવાન્સ પ્રદુષણ–મ્યુચ્યુઅલ એડ ઔદ્યોગીક સલામતી આસી.ડાયરેક્ટે-સીવિલ ડીફેન્સ ને ઢંઢોળી નવા ડીઝાસ્ટર પ્લાન આપવા જણાવેલુ હતુ ઉપરાંત સોલીડવેસ્ટ-ઇવેસ્ટ-બાયોવેસ્ટ-કેમીકલ વેસ્ટ-રેસ્ટોરન્ટ વેસ્ટ-કન્સ્ટ્રક્શન વેસ્ટ-અેનીમલ વેસ્ટ સહિત તમામ ના નિકાલ ની સાવચેતીની લગત વિભાગો ને સુચના અપાઇ છે જેથી વરસાદી પાણી સાથે ગંદકી વગેરે ભળે નહી અને પાણી -જમીન-હવા વગેરે દુષીત ન થાય અને જન આરોગ્ય પણ ન બગડે તે જોવા ઓવરઓલ હેલ્થ માટે પણ અલગથી જીજી હોસ્પીટલ મેડીકલ કોલેજ સીડીએચઓ ને સુચના ઓ અપાઇ છે
વધુ મા મ્યુચ્યુઅલ એઈડ સ્કીમના કંટ્રોલરૂમ ૨૪×૭×૧૨ કાર્યરત રહે અને ત્યાં ફરજ બજાવતા સ્ટાફે અત્રેના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેવાનુ રહેશે. કચેરી બંધ હશે અને સંપર્ક નહી થાય તો આ અંગેની જવાબદારી મ્યુચ્યુઅલ એઈડ સ્કીમના સેક્રેટરીશ્રીની રહેશે. પુર, વાવાઝોડા કે ભારે વરસાદ અને અન્ય કોઈ આફતની ચેતવણીની જાણ અત્રેના ડી.ઈ.ઓ.સી. થી મ્યુચ્યુઅલ એઈડ સ્કીમના કંટ્રોલરૂમને કરવામાં આવશે તે સંદેશો/ચેતવણી મ્યુચ્યુઅલ એઈડ સ્કીમના તમામ સભ્યોને પહોચી જાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. તથા તમામ ઔદ્યોગીક એકમો પાસેની સંસાધનોની અદ્યતન માહિતી મેળવી રાખવી તથા રોડ અકસ્માત, ઝાડ પડવાથી, બંધ થયેલા રસ્તા પુનઃ ચાલુ કરાવવા જીલ્લા વહીવટી તંત્ર સાથે સહયોગ આપવાનો રહેશે તેમ સુચના છે જો કે આ એક રૂમની કચેરીમા એ કજ ટેમ્પરરી કર્મચારી હાજર હોય છર
ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરકારી આવાસ યોજના હેઠળ કરવામાં આવતા બાંધકામો ડેમ સાઈટના હેઠવાસમાં કે નિચાણવાળા વિસ્તારમાં કરવામાં ન આવે તે અંગેનુ યોગ્ય આયોજન કરવા કહેવાયુ છે
ખાસ કરીનર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તેમના વિભાગનો ડીપાર્ટમેન્ટલ પ્લાન તૈયાર કરી તેમની પાસે રહેલ સંસાધનોની યાદી સાથે અધિકારી તથા નોડલ ઓફીસર ની સંપુર્ણ સંપર્ક નંબરોની યાદી જામનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખાને આપવાની રહેશે તેમજ કેમિકલ લિકેજ થવાના સમયે ત્વરીત પ્રતિભાવ આપી અદ્યતન માહિતી આપવાની રહેશે. તેમજ આસીસ્ટન્ટ ડાયરેકટર ઈન્ડસ્ટ્રીયલ, સેફટી એન્ડ હેલ્થ દ્વારા પણ ગાઈડ લાઈન મુજબ જરૂરી એકશન પ્લાન તથા જિલ્લામાં આવેલ જુદીજુદી રીફાઈનરીઓ અને ફેકટરીઓની અદ્યતન યાદી રજુ કરવી તથા કોઈપણ કુદરતી કે કૃત્રીમ બનાવ સંદર્ભેના જરૂરી સંદેશાઓ પરત્વે ત્વરીત કાર્યવાહી કરી તે અંગેની કલેક્ટર કચેરીને અવશ્ય જાણ કરવી તેમ સુચના છે
વધુમા આસીસ્ટન્ટ ડાયરેકટર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા ઓફસાઈટ પ્લાન–૨૦૨૧ ની સ્થિતી અદ્યતન કરી તેની એક નકલ મંજુરી અર્થે મોકલવી તેમજ ઔદ્યોગીકે એકમોમાં બનતા બનાવોની જાણ ત્વરીત કલેક્ટર ને કરવા આદેશ કર્યા છે
ત્યારે આ બધા તંત્રો દાવો તો કરે છે કે અમે સજ્જ છીએ અને એક્શન પ્લાન અપડેટ કરી તે મુજબ કામ કરીએ છીએ જ અને પ્રિમોન્સુન કામગીરી યોગ્ય રીતે થય ગય છે પરંતુ સારો અને વધુ વરસાદ આ બધા વિભાગોની દર વકજતની જેમ ખામીની પોલ ખોલશે ત્યારે ખ્યાલ આવશે કે કેવી તૈયારી કરી હતી કેમકે હજુ બંને જિલ્લાના થોડા વરસાદમા ય હાલાકી શરૂ થય ગય છે અને સરકારી અર્ધસરકારી ઘણી સેવાઓના ધાંધીયા લોકો ભોગવે છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024