મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બે વર્ષથી નાસતા ફરતા ૮ આરોપીને પકડી પાડતી જામનગર એલ.સી.બી
News Jamnagar July 16, 2021
જામનગર
બે વર્ષથી નાસતા ફરતા ૮ ( આઠ ) આરોપીને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ ફરીયાદી જેઠાભાઇ ગોરાભાઇ વાઘેલા રહે . જામનગર હનુમાન ટેકરી ચામુડા ગરબી ચોક નાઓએ ગત તા .૨૦ / ૦૬ / ૨૦૧૯ ના રોજ તેઓની ફરીયાદ જાહેર કરેલ જેમાના લગ્ન પ્રસંગ દરમ્યાન ફરીયાદી તથા આરોપીઓ ( ૧ ) અશ્વિનભાઇ રમેશભાઇ ( ર ) જયેશ ગોવીંદભાઇ ( 3 ) દિનેશભાઇ જેન્તીભાઇ તથા ( ૪ ) રાજેશ જેન્તીભાઇ ( ૫ ) રમેશભાઇ મેઘજીભાઇ ( ૬ ) જયેશભાઇ મુકેશભાઇ ( 6 ) દિલીપભાઇ મોહનભાઇ ( ૮ ) સુંદરજીભાઇ બાબુભાઇ રહે.જામનગર વિગેરે નાઓ વચ્ચે બોલાચાલી ઝગડો થયેલ જેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી ગેરશબ્દ બોલી ફરીયાદી તથા સાહેદો ઉપર પથ્થરમારો કરી મુંઢ ઇજાઓ કરી મકાન ના પતરા તોડી નાખેલ જે તમામ આરોપીઓ વિરૂધ્ધ જામનગર સીટી સી ડીવી પો.સ્ટે . ગુરનં- ૭૭/૨૦૧૯ ઇપીકો કલમ ૧૪૩ , ૧૪૭ , ૧૪૯,૩૨૩ , ૩૨૪,૩૩૭,૫૦૪,૪૨૭ મુજબ ના ગુનામાં તમામ આરોપીઓ છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા , જામનગર જીલ્લા ના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જામનગર જીલ્લાના પોલીસ વડા .દીપન ભદ્રનું નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ ,એસ.એસ.નિનામા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સબ ઇન્સ . બી.એમ. દેવમુરારી નાઓ તથા એલ.સી.બી.ની ટીમો જામનગર શહેર વિસ્તારમાં નાસતા કુરતા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા અજયસિંહ ઝાલા તથા સુરેશભાઇ માલકીયા ને મળેલ બાતમી આધારે જામનગર શહેરમાં , નીલકમલ સોસાયટીમાથી નીચે મુજબના નાસતા ફરતા આરોપીઓ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે .
( ૧ ) અશ્વિનભાઇ રમેશભાઇ દુદાકીયા રહે . જામનગર ખોડીયાર કોલોની , નીલ કમલ સોસાયટી પાછળ , ( ર ) જયેશભાઇ ગોવીંદભાઇ વાઘેલા રહે . જામનગર ખોડીયાર કોલોની , નીલ કમલ સોસાયટી પાછળ , ( ૩ ) દિનેશભાઇ જેન્તીભાઇ વાધેલા રહે . જામનગર ખોડીયાર કોલોની , નીલકમલ સોસાયટી પાછળ , ( ૪ ) રાજેશભાઇ જેન્તીભાઇ દેગામા રહે . જામનગર ખોડીયાર કોલોની , નીલકમલ સોસાયટી પાછળ , તેમજ એલ.સી.બી. સ્ટાફના યશપાલસિંહ જાડેજા , યોગરાજસિંહ રાણા તથા દિલીપભાઇ તલાવડીયા ને મળેલ બાતમી આધારે જામનગર શહેરમાં સમપર્ણ સર્કલ પાસેથી નીચે મુજબના નાસતા ફરતા આરોપીઓ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે ( ૧ ) રમેશભાઇ મેધજીભાઇ વાધેલા રહે , જામનગર સદગુરૂ સોસાયટી , સાત નાલા પાસે , ( ૨ ) બળદેવભાઇ ઉર્ફે જયેશ મુકેશભાઇ દેગામા રહે . જામનગર વામ્બે આવાસ કોલોની પાસે , ( ૩ ) દિલીપભાઇ મોહનભાઇ પારેજીયા રહે . જામનગર ખોડીયાર કોલોની , નીલકમલ સોસાયટી ( ૪ ) સુંદરજીભાઈ બાબુભાઇ પારેજીયા રહે . જામનગર , ખોડીયાર કોલોની , નીલકમલ સોસાયટી પાછળ ,
આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામા નાઓની સુચનાથી પો.સ.ઇ. કે.કે.ગોહીલ , શ્રી બી.એમ. દેવમુરારી , આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઈ વસરા , સંજયસિંહ વાળા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ , ભરતભાઇ પટેલ , નાનજી ભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપભાઇ તલવાડીયા હીરેનભાઇ વરણવા ભગીરથસિંહ સરવૈયા હરદિપભાઇ ધાધલ , વનરાજભાઇ મકવાણા યશપાલસિંહ જાડેજા , અજયસિંહ ઝાલા યોગરાજસિંહ રાણા , રઘુભા પરમાર , પાનાભાઇ મોરી , નિર્મળસિંહ જાડેજા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024