મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો . પ્રશાંત કોરાટની જામનગર જિલ્લાની મુલાકાતથી યુવાઓમાં નવા ઉત્સાહનો સંચાર
News Jamnagar July 17, 2021
જામનગર
પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો . પ્રશાંત કોરાટની જામનગર જિલ્લાની મુલાકાતથી યુવાઓમાં નવા ઉત્સાહનો સંચાર : રમેશભાઈ મુંગરા – જિલ્લા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડો . પ્રશાંતભાઈ કોરાટ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ મનીષભાઈ સાંગાણીએ તાજેતરમાં જામનગર જિલ્લાની સંગઠન શુભેચ્છા મુલાકાત લીધેલ . તેઓએ સૌ પ્રથમ સુપ્રસિધ્ધ તીર્થધામ ‘ સીદસર ખાતે ઉમિયામાતાના દર્શન કરી પોતાની પ્રથમ યાત્રાની શરૂઆત કરેલ . આ સમયે પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા , જીલ્લા ભાજપ મંત્રી કૌશીકભાઈ રાબડીયા એ યુવા આગેવાનોને આવકારેલ . ત્યારબાદ જામજોધપુર ખાતે પરિચય બેઠક યોજાયેલ જેમાં ઉપરોકત આગેવાનો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેલ . સૌ આગેવાનો તથા સ્થાનીક કાર્યકરોએ પ્રદેશ યુવા પ્રમુખને ઉત્સાહપૂર્વક આવકારેલ . ત્યારબાદ લાલપુર ખાતે પરિચય બેઠક યોજવામાં આવેલ .
જેમાં લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા સહિત પદાધિકારીઓ , અગ્રણીઓ ઉપસ્થિત રહેલ અને સ્થાનીક યુવા ટીમ દ્વારા નવનિયુકત પ્રદેશ યુવા પ્રમુખને વધાવેલ . સમગ્ર જિલ્લાનો મુખ્ય આવકાર – પરિચય તથા સન્માન કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજવામાં આવેલ . જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા , મહામંત્રીશ્રી દિલીપ ભોજાણી , પ્રવિણસિંહ જાડેજા , મનોજભાઈ જાની , પ્રદેશ કારોબારી સભ્યો ડો . વિનોદ ભંડેરી , દિલીપસિંહ ચુડાસમા , જામનગર તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા , મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા તથા તાલુકા ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો – આગેવાનો ઉપસ્થિત રહેલ . જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ મુંગરાએ પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખને આવકારતાં વધુમાં વધુ યુવાનો પાર્ટીના કાર્યક્રમોમાં જોડાય તે માટે સમગ્ર ટીમને શુભેચ્છાઓ આપી , પ્રદેશ યુવા મોરચાના પ્રમુખની મુલાકાતથી જિલ્લાની યુવા ટીમમાં પણ ઉત્સાહનો સંચાર થયેલ હોવાનું જણાવેલ . જિલ્લા સંગઠન વતી સૌનું સ્વાગત કરેલ તેમજ આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખને મોમેન્ટો આપી સન્માનીત કરેલ . સન્માનના પ્રત્યુતરમાં ડો . પ્રશાંતભાઈ કોરાટે સૌનો આભાર માની યુવા શક્તિ માન . નરેન્દ્રભાઈ મોદીની વિકાસયાત્રાથી પ્રેરાઈ સતત ને સતત પક્ષના કાર્યક્રમોમાં રસ લે તે પ્રકારના કાર્યક્રમો આપવા કટિબધ્ધતા દર્શાવેલ . ડો . પ્રશાંતભાઈની આ સમગ્ર યાત્રા દરમ્યાન જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભુમીતભાઈ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવાટીમના પદાધીકારીઓ મહામંત્રી જાડેજા ગિરીરાજસિંહ બકુલસિંહ , પરમાર આશીષભાઈ હંસરાજભાઈ ઉપપ્રમુખ રવિકુમાર હસમુખભાઈ દેલવાડીયા , વરૂણભાઈ ખીમાણીયા , હાર્દિકભાઈ સચદેવ , નિખીલભાઈ હીરપરા , મંત્રીઓ વિશાલ ઘાટોડીયા , સાગર અશોકભાઈ ફલીયા , ગરેવાભાઈ રબારી , જિલ્લા યુવા કોષાધ્યક્ષ મનીષ અમૃતલાલ વાછાણી , સોશ્યલ મીડીયા ઈન્ચાર્જ રાજશી બંધીયા ( નટખટ ) તથા કાર્યાલય મંત્રી તરૂણભાઈ ચૌહાણ સહિત જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ પટેલ , જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ જયેન્દ્રભાઈ મુંગરા , પ્રદેશ યુવા કારોબારીના પૂર્વ સભ્ય હિતેશભાઈ ચનીયારા , જિલ્લા યુવા ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ ભવદીપભાઈ પંડ્યા , તથા સમગ્ર પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ અને જહેમત ઉઠાવેલ.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024