મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર માં દરેડમાં ગર્ભવતી મહિલાના ખૂન કેસનો ગણતરી ના દિવસો માં ભેદ ઉકેલી એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
News Jamnagar July 19, 2021
જામનગર
જામનગર માં દરેડમાં મહિલાના ખૂન કેસનો ભેદ ઉકેલી એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી પોલીસ ગઇ તા .૧૧ / ૦૭ / ૨૦૨૧ ના કલાક ૧૩/૧૫ થી ૧૫/૩૦ ના સુમારે દરેડ સી.એન.જી. પંપની પાછળના ભાગે ગોડાઉન ઝોન સર્વે નં ૪૫ ના પ્લોટ નં .૯૬ માં વિજયભાઇ લાધાભાઇ રૈયાણીના પ્લોટમાં બનવા પામેલ છે . જે ગુનો તા .૧૧ / ૦૭ / ૨૦૨૧ ના કલાક ૧૯/૩૦ વાગ્યે જાહેર થયેલ છે.
આ ગુનાના ફરીયાદી ઇન્દ્રબહાદુર ઉર્ફે રાજુ નરબહાદુર બદુઆલ નેપાલી ઉ.વ .૪૫ રહે.દરેડ જી.જામનગર વાળા એ ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદ હકિકત માં આ ફરીયાદીશ્રીના પત્નિ ભુમીશા ઉર્ફે અંજુ જેઓ ગર્ભવતી હોય તેઓ તેમના રહેણાંક મકાને હાજર હતા ત્યારે કોઇ પણ અજાણ્યા ઇસમએ ચોરી લુંટ કરવાના ઇરાદે શેડ માં ગે.કા. પ્રવેશ કરી રહેણાંકે હાજર ફરીયાદીના પત્નિ ને માથાના ભાગે તેમજ નાક કપાળ ના ભાગે હથેળી આંગળીઓમાં તીક્ષણ હથિયાર થી ગંભીર ઇજાઓ કરી ખુન કરી ફરીના ઘરમાંથી રોકડ રૂ .૩૦૦૦ / – તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી રૂ .૯૦૦૦ / – ના મુદામાલની લુંટ કરી અજાણ્યા ઇસમો નાશી ગયેલ હતા . જે અન્વયે જામનગર પંચ બી ડીવી . પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં .૧૧૨૦૨૦૪૬૨૧૦૭૦૮૨૦૨૧ ઇપીકો કલમ -૩૦૨,૩૯૭,૪૪૭ તથા જી.પી.એકટ -૧૩૫ ( ૧ ) થી ગુન્હો નોંધાયેલ હતો . આ વણશોધાયેલ ખૂનના બનાવ બનતા ત્વરીત ગુનો શોધી કાઢી આરોપી પકડી પાડવા માટે નગરના પોલીસવડા દીપન ભદ્રન નાઓની સુચના મુજબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કૃણાલ દેસાઇ ના ઓના માર્ગદર્શન મુજબ આ વણશોધાયેલ ખૂન , લુંટ નો ગુન્હો શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા એલ.સી.બી. એસ.ઓ.જી. પંચ બી ડીસ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી .
આ કામે બનાવ સ્થળ તેમજ તેમની આજુબાજુના રોડ ઉપર ના સીસીટીવી ફુટેજો ને ચેક કરવામાં આવેલ હતા અને ટેકનીકલ સર્વેલન્સ ની મદદ લેવામાં આવેલ હતી અને અલગ અલગ ટીમોને તેમજ અંગતવિશ્વાસુ બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા આ દરમ્યાન એલ.સી.બી.ના એ , એસ , આઇ . સંજયસિંહ વાળા તથા પો.હેડ.કોન્સ . ભગીરથસિંહ સરવૈયા ને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે , આ બનાવને અંજામ આપનાર ઇસમ મહમદ ફૈજ જમાલુદીન અસારી રહે . હાલ – દરેડ તા.જી જામનગર મુળ રહે . ખટીમા , વોર્ડનં ૫ , આપાજી ગોલ્ડન મેરેઝ હોલ , ઇસ્લામ નગર , થાના -ખટીમા જી.ઉધમસીંગનગર ઉતરાખંડ વાળાને બાતમીદારો તેમજ ટેકનીકલ નો ઉપયોગ કરી મજકુર આરોપીને ઉતરાખંડ રાજયમાં તેમના વતન હોવાની હકિકત આધારે ઉતરાખંડ થી મજકુર ઇસમને પો.સ.ઇ. કે.કે.ગોહીલ નાઓએ પકડી પાડેલ છે .
મજકુર આરોપીની પ્રાથમીક પુછપરછ માં મજુરી કામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લુંટને અંજામ આપવા માટે ખૂન કરેલ નું જણાવે છે.આ ગુન્હાની તપાસ જામનગર પંચ બી ડીવી . પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . સી.એમ.કાટેલીયા નાઓ ચલાવી રહેલ છે . આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ..એસ.એસ.નિનામાનાઓ તથા એલ.સી.બી. પો.સ.ઇ. કે.કે.ગોહીલ , બી.એમ.દેવમુરારી , પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એસ.ઓ.જી. પો.સ.ઇ. આર.વી.વીંછી તથા પો.સ.ઇ. વી.કે.ગઢવી તથા પંચ બી ડીવી પો.સ્ટેના પો.સબ ઇન્સ . સી.એમ.કાટેલીયા વિગેરે તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી . જામ પંચ બી ડીવી . તથા ટેકનીકલ સ્ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025