મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર તાલુકા પ્રાથમીક શૈક્ષીક મહાસંઘની કારોબારીમા સંગઠન નો વ્યાપ વધારવા ચિંતન થયુ તો શિક્ષકોના પ્રશ્ર્ને ચિંતા વ્યક્ત થઇ
News Jamnagar July 19, 2021
જામનગર
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાની કારોબારી બેઠક ડૉ. હેડગેવાર ભવન, હાલાર હાઉસ પાસે ,જામનગર ખાતે યોજવામાં આવેલ. આ કારોબારી બેઠકની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી ત્યારબાદ વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા ઉપસ્થિત રહેલ કારોબારી સભ્યોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ, જિલ્લાના મંત્રી નાથાભાઈ કરમુર દ્વારા સદસ્ય અભિયાન અંતર્ગત આયોજન વિશે માર્ગદર્શન અને સમજ આપવામાં આવી, કારોબારી મિત્રો સાથે ચર્ચા કરી સદસ્યતા અભિયાન અંગે આયોજન કરવામાં આવ્યું .
તેમજ કારોબારીના એજન્ડા વિશેની માહિતી આપ્યા બાદ જિલ્લા અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ દ્વારા સંગઠનના કાર્ય વિશે સમજ આપી, સંગઠન વિસ્તાર કરવા અને વધુમાં વધુ સભ્યો બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.તેમજ શાળા કક્ષાએ શૈક્ષણિક વર્ગો ચાલુ થાય , શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય તે માટે સૌ કારોબારી મિત્રો, શિક્ષકો પ્રયાસ કરે તેમ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ આગામી દિવસોમાં ગુરુ વંદન કાર્યક્રમની રૂપરેખા, આયોજન વિશે માર્ગદર્શન અને સમજ આપવામાં આવેલ, ગુરુ વંદન કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રભારી તથા દરેક તાલુકામાં એક તાલુકા પ્રભારીની જવાબદારી સોપવામાં આવી.
આ કારોબારી બેઠકમાં સર્વ સંમતિથી ધ્રોલ તાલુકામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના તાલુકા અધ્યક્ષ તરીકે લક્ષ્મણભાઈ ભરવાડની વરણી કરવામાં આવી. જિલ્લા ઉપાધ્યક્ષ મહેશભાઈ કરંગીયા દ્વારા જિલ્લા-તાલુકાના શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે વાચા આપવામાં આવી જેમ કે, વર્ધિત પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી જિલ્લાના સહસંગઠન મંત્રી વરવાભાઈ ડુવા દ્વારા તાલુકા બહાર ગયેલ શિક્ષકોને માતૃ તાલુકામાં પરત લાવવા અંગે, વિવિધ ગ્રાંટ અંગે રજૂઆત કરવામાં આવી, જિલ્લાના સહમંત્રી પ્રભુભાઈ ચાવડા દ્વારા પીપીએફ ખાતા સત્વરે ખોલવા અને ખાતાકીય પરીક્ષા માં પ્રાથમિક શિક્ષકોને લાયક ગણવા બાબતે રજૂઆત કરવામાં આવી તેમજ જામનગર તાલુકા અધ્યક્ષ ભાયાભાઇ ભારવાડિયા દ્વારા એચ.ટાટના વિવિધ પ્રશ્નો રજુ કરવામાં આવેલ, તાલુકા મંત્રીશ્રી ધારશીભાઈ ગડારા દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ માટે સર્વિસ બુક ચકાસણી જિલ્લા કક્ષાએ થાય, રાજ્ય કક્ષાએ વધુ સંખ્યામાં સર્વિસ બૂક મોકલવા બાબતે રજૂઆત કરવામાં આવી.
આ તમામ પ્રશ્નોની કારોબારીમાં ચર્ચા કરવામાં આવેલ અને આ પ્રશ્ન માટે યોગ્ય કાર્યવહી કરવા નક્કી કરવામાં આવ્યું.
આ તકે લાલપુર તાલુકા ના અધ્યક્ષ કિશનભાઇ વાછાણી, મંત્રી નિતેશભાઇ લગધીર, કાલાવડ તાલુકાના સંયોજક સાજીદભાઈ દોદાઈ, જામનગર તાલુકા સંગઠનમંત્રીશ્રી વિવેકભાઈ શિલુ ,મહિલા ઉપાધ્યક્ષ હીનાબેન જોષી, હેમાંગિનીબેન દવે, વગેરે કારોબારી સભ્ય ઉપસ્થિત રહેલ,
આ કાર્યક્રમ અંગેની વ્યવસ્થા અને પ્રચાર પ્રસાર જિલ્લા પ્રચારમંત્રી, ડૉ.ભાવેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ, જિલ્લા કોષાધ્યક્ષશ્રી ભાવેશભાઈ ટાંક દ્વારા સદસ્ય અભિયાન માટે પાવતી વિતરણ કરી વધુ ને વધુ સદસ્ય બને તે માર્ગદર્શન આપેલ,કાર્યક્રમનું સંચાલન જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષશ્રી જીજ્ઞેશ ભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાંતિ મંત્ર દ્વારા કાર્યક્રમને વિરામ આપવામાં આવેલ, ત્યારબાદ સો સાથે મળી ભોજન લેવામાં આવેલ.
જિલ્લાના સંગઠનમંત્રી મહેશભાઇ સાપોવડીયા દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવેલ.આ બેઠકમાં રજૂ થયેલ સદસ્યતા અભિયાન અને આચાર્ય વંદન અંગે રાજ્યના અધ્યક્ષશ્રી ભીખાભાઇ પટેલ તથા ઉપાધ્યક્ષશ્રી ખેતસીભાઈ ગજરા તથા સૌરાષ્ટ્ર સંભાગના સંગઠનમંત્રી શ્રીમહેશભાઈ મોરી દ્વારા વિશેષ માર્ગદર્શન મળ્યું હતું સમગ્ર ચિંતન અને આયોજન માટે રવીન્દ્રકુમાર પાલ, જિલ્લા અધ્યક્ષ,
નાથાભાઈ કરમુર જિલ્લા મંત્રી,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ પરિવાર એ જહેમત ઉઠાવી હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024