મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એસ.ટી વિભાગ, જામનગર દ્વારા કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટથી વાહનો મેળવવા ઇચ્છુકને સુવિધા આપવામાં આવશે
News Jamnagar July 20, 2021
જામનગર
એસ.ટી વિભાગ, જામનગર દ્વારા કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટથી વાહનો મેળવવા ઇચ્છુકને સુવિધા આપવામાં આવશે
વાહનો મેળવવા ઇચ્છુકએ વિભાગીય પરિવહન અધિકારીશ્રી, જામનગરનો સંપર્ક કરવો
જામનગર તા. ૨૦ જુલાઇ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા લોક ઉપયોગી સેવાઓની સાથે લગ્ન પ્રસંગે, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં કોન્ટ્રાક્ટના ધોરણે બસ સેવા પૂરી પાડવા ઉપરાંત લાંબા ગાળાના કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે ઔદ્યોગિક એકમો માટે પણ મુસાફરી કરવા બસ સેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
બસ સેવાનો વ્યાપ વધારવા અને સંસ્થાઓ તેમજ નાગરિકોની જરૂરિયાતો અને માંગણીઓને ધ્યાને લઇ સામાજિક સંસ્થાઓ, કંપનીઓ, ઔધોગિક એકમો, અન્ય સંસ્થાઓ વગેરે પોતાના સ્ટાફને લાવવા-લઈ જવા વોલ્વો એ.સી. ૨×૨-૪૫ સીટર, પ્રીમિયમ સર્વિસ, સુપર ડિલક્ષ, ગુર્જરનગરી, મીની વગેરે પ્રકારની બસોમાં લાંબાગાળાના કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટથી રસ ધરાવનાર પાર્ટીને ભાડા પેટે એસ.ટી. નિગમ તરફથી સુવિધા આપવામાં આવનાર છે.
આ અંગે રસ ધરાવનારએ પોતાની જરૂરિયાત અનુસાર વોલ્વો એ.સી. ૨×૨-૪૫ સીટર, પ્રીમિયમ સર્વિસ, સુપર ડિલક્ષ, ગુર્જરનગરી, મીની વગેરે પ્રકારની બસોમાં લાંબાગાળાના (વાર્ષિક) કેઝયુઅલ કોન્ટ્રાક્ટથી વાહનો મેળવવા ઇચ્છુક પાર્ટીએ વિભાગીય નિયામકની કચેરી, એસ.ટી. જામનગર ખાતે વિભાગીય પરિવહન અધિકારીના મોબાઈલ નં. ૬૩૫૯૯ ૧૮૫૨૯ ઉપર સંપર્ક કરવા વિભાગીય નિયામક એસ.ટી. જામનગરની યાદી દ્વારા વિનંતી કરવામાં આવે છે.
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025