મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરના સ્ટેટ પ્રોજેકટ ઇજનેર , વર્ગ -૨ ના અધિકારી 2 લોકર માંથી 2 કરોડ 27લાખ નો.મુદ્દામાલ કબ્જે લેતી.એ.સી.બી
News Jamnagar July 20, 2021
ગાંધીનગર
સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરના સ્ટેટ પ્રોજેકટ ઇજનેર , વર્ગ -૨ , ના અધિકારી નિપુણભાઈ ચન્દ્રવદન ચોકસી , રૂ .૧,૨૧,૦૦૦ / – ની લાંચ લેતા ઝડપાયેલ આરોપીના “ રિમાન્ડ ” દરમ્યાન રૂ .૨,૨૭,૨૫,૦૦૦ / – ( અંકે રૂપિયા બે કરોડ સત્યાવીસ લાખ પચીસ હજાર પુરા ) કબજે કરતી એ.સી.બી. ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૦૬ / ૨૦૨૧ , ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ -૧૯૮૮ ( સુધારા -૨૦૧૮ ) ની કલમ -૭,૧૩ ( ૧ ) મુજબનો ગુનો નિપુણભાઇ ચંદ્રવદન ચોક્સી , સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર , વર્ગ -૨ , સર્વ શિક્ષા અભિયાન , સેક્ટર -૧૭ , ગાંધીનગર નાઓ વિરૂધ્ધ તા .૧૭ / ૦૭ / ૨૦૨૧ ના રોજ નોંધાયેલ .
જેમાં આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી લાંચના રૂ .૧,૨૧,૦૦૦ / -ની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વિકારી પકડાઈ ગયેલ આરોપીના ઘરની ઝડતી દરમ્યાન રૂ .૪,૧૨,૨૦૫ / – ( અંકે રૂપિયા ચાર લાખ બાર હજાર બસો પાંચ પુરા ) મળી આવેલ . આ ગુનામાં આરોપીને અટક કરી મે.નામદાર સેશન્સ કોર્ટ , ( એ.સી.બી. ) ગાંધીનગર ખાતે “ રિમાન્ડ ” ની માંગણી સાથે રજુ કરતા નામદાર કોર્ટે આરોપીના દિન -૨ ના રિમાન્ડ મંજુર કરેલ .
રિમાન્ડ દરમ્યાન આરોપીના ગાંધીનગર નાગરિક કો.ઓપરેટીવ બેન્ક , મીના બજાર , સચિવાલય બ્રાન્ચ ખાતેના આવેલ એક લોકરની ઝડતી દરમ્યાન અલગ અલગ દરની ભારતીય ચલણી નોટો રૂ .૭૪,૫૦,૦૦૦ / – ( અંકે રૂપિયા ચુમ્મોતેર લાખ પચાસ હજાર પુરા ) રોકડા તથા ગાંધીનગર કો.ઓપરેટીવ બેન્ક , ઘ -૨ બ્રાન્ચ , સેકટર -૬ , ગાંધીનગર ખાતે આવેલ અન્ય બે લોકરોની ઝડતી કરતા જેમાં અલગ અલગ દરની ભારતીય ચલણી નોટો રૂ . ૧,૫૨,૭૫,૦૦૦ / ( અંકે રૂપિયા એક કરોડ બાવન લાખ પંચોતેર હજાર પુરા ) રોકડા મળી એમ બન્ને મળી કુલ રૂ .૨ , ૨૭ , ૨૫,૦૦૦ / – ( અંકે રૂપિયા બે કરોડ સત્યાવીસ લાખ પચીસ હજાર પુરા ) મળી આવેલ આજરોજ કેનેરા બેંક , ગાંધીનગરમાં આરોપીના લોકરની ઝડતી કરતા તેમાંથી આશરે ૩૦૦ ગ્રામ સોનાના દાગીના જેની આશરે કિંમત રૂ .૧૦,૦૦,૦૦૦ / – ના સોનાના દાગીના મળી આવેલ છે .
જે અંગેની કાર્યવાહી ચાલુ છે . આ અગાઉ ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે . ગુ.ર.નં. ૦૨/૨૦૨૦ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ -૧૯૮૮ ( સુધારો -૨૦૧૮ ) ની કલમ -૧૩ ( ૧ ) ( બી ) તથા ૧૩ ( ૨ ) મુજબના ગુનાના આરોપી ભાયાભાઇ ગીગાભાઇ સુત્રેજા , પ્રાદેશિક અધિકારી , વર્ગ -૧ , ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ , જામનગરના લોકર સર્ચ કરતા રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ .૧,૨૭,૯૫,૮૩૪ / ની રકમ મળી આવેલ હતી . તેમજ અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે . ગુ.ર.નં .૨૮ / ૨૦૧૫ ના કામે આરોપી રમણભાઇ ચારેલ , ડાયરેકટર બોઈલર શ્રમ અને રોજગાર વિભાગ નાઓના લોકરના સર્ચ દરમ્યાન રૂ .૩૭,૧૯,૦૦૦ / – જેટલી રકમ મળી આવેલ હતી .
આમ એ.સી.બી. ના આજદિન સુધીના ઇતિહાસમાં રૂ .૨,૨૭,૨૫,૦૦૦ / – જેટલી મોટી રકમ પ્રથમવાર કબજે કરવામાં આવેલ છે . સરકારશ્રીના જુદા જુદા વિભાગના અધિકારી / કર્મચારીઓ દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી / કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર .૧૦૬૪ , ફોન નંબર.૦૭૯ ૨૨૮૬૬૭૭૨ તથા ફેકસ નંબર.૦૭૯-૦૦૬૮૯૨૨૮ , ઇ – મેઇલ : astdir – acb f2@gujarat.gov.in , વોટ્સએપ નં.૯૦૯૯-૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી , સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેન ડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024