મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોલીસ ઇન્સપેક્ટરે કરી ઠંડા કલેઝે પત્ની ની હત્યા આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને મળી મોટી સફળતા.
News Jamnagar July 26, 2021
વડોદરા
વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના રહસ્ય પરથી ભેદ ઉંચકાયો છે. આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની હત્યા PI પતિ અજય દેસાઈએ જ કરી છે. આરોપી PI એ.એ.દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.અજય દેસાઈએ પોતાના કરજણ સ્થિત ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં જ ગળાટૂંપો દઈ હત્યા કરી દીધી હોવાની વાત સામે આવી છે.
4 જૂનની રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું.
અટાલી સ્થિત મિત્રની બંધ હોટલમાં લાશ સળગાવી
સ્વીટીની હત્યા બાદ લાશને પોતની કમ્પાસ ઝીપમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ સ્વીટીને શોધવા આવેલા ભાઈને પીઆઈએ કીધું કે હું સ્વીટીને શોધવા જાઉં છું. બીજા દિવસે સ્વીટીની લાશ પોતાના ઘરેથી 49 કિલો મીટર દૂર આવેલી કિરીટસિંહ જાડેજાની અટાલી સ્થિત બંધ હાલતમાં રહેલી હોટલમાં લઈ જવાઇ હતી. જ્યાં લાકડા અને ઘાસ નાખીને લાશ સળગાવી દેવામાં આવી હોવાની વાત સામે આવી.
હાડકાં મળેલાં ત્યાંથી PIનું લોકેશન પણ મળેલું
પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકાં મળી આવતા પોલીસે અવાવરું મકાનની આસપાસના મોબાઇલ ટાવરોની તપાસ કરી હતી. જેમાં સ્વીટીના પતિ એ.એ.દેસાઇના મોબાઈલ ફોનનું લોકેશન મળી આવ્યું હતું.
નવેસરથી તપાસનો દોર શરૂ થયો હતો થોડા દિવસમાં જ આ કેસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા હતા. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી.ચૂડાસમાને સોંપવામાં આવી હતી.ત્યાર બાદઅમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે પહોંચી હતી.અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.
તસ્વીર .ફેસબુક સૌજન્ય
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025