મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અષાઢસ્ય.માહોલ વચ્ચે જામનગરના બે ડેમોમા વરસાદી નીર સમાયા
News Jamnagar July 26, 2021
અષાઢસ્ય……….માહોલ વચ્ચે જામનગરના બે ડેમોમા વરસાદી નીર સમાયા
ઉંડ૧ મા આઠ ફુટ આજી૩ ફુટ પાણી આવ્યુ
જામનગર ( ભરત ભોગાયતા
आषाढस्य प्रथमदिवसे मेधमाश्लिष्टसानु
वप्रक्रीडापरिणतगजप्रेत्क्षणीयंददशॅ
સ્મરણીય કવિ કાલીદાસની સુપ્રસિદ્ધ રચના મેઘદૂત ની આ પંક્તિ જ તરબોળ કરવા સમર્થ છે કેમકે વરસાદી નીર દેહને સ્પર્શે એટલે એક રોમાંચ એક ઉતેજના સ્ફુરે છે તો વનરાજી નવપલ્લવીત થાય તેમજ ધરા જાણે આલીંગન કરે તેવા દ્રશ્યો સર્જાય તે અષાઢી મેઘો પૃથ્વી પર વરસાવા થનગનતો હોય છે હાલ ભલે અષાઢ નો પ્રથમ દિવસ ન હોય પરંતુ અષાઢ વદ ના પ્રારંભીક દિવસો મા પણ વરસાદથી એવો જ નઝારો સર્જાય છે આ વરસાદી કૃપાથી હાલાર પણ હવે તરબોળ થઇ રહ્યુ છે અને જળાશયોમા નવા નીર આવી રહ્યા છે
જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચાર પૈકીના બે ડેમોમાં નોંધપાત્ર પાણીની આવક ગઈકાલે સારા વરસાદ દરમિયાન થયાનું જાણવા મળે છે, જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના પી.સી.બોખાણીના જણાવ્યા મુજબ જામનગર શહેરને પાણી પૂરું પાડતા ઊંડ-1 ડેમમાં 8 ફૂટ જયારે આજી-૩ ડેમમાં 5 ફૂટ નવા પાણીની આવક થઇ છે.આજની સ્થિતિએ રણજીતસાગરમાં 43%, સસોઈમાં 20%, ઊંડ-1માં 45.95 % અને આજી-૩ માં 52.79% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024