મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
News Jamnagar September 14, 2021
મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને તમામ સહાયની ખાતરી આપી
સૌનું જીવન બહેતર બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, એક પણ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર તા ૧૪ સપ્ટેમ્બર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસર પામેલા જામનગરના ધુંવાવ ગામ, જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર તેમજ લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે, જન પ્રતિનિધિઓ જનતાની પડખે ઊભા છે. કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પદગ્રહણ પછી તત્કાલ જ પુરની સ્થિતીમાં સંકટમાં ઘેરાયેલા જામનગર જિલ્લાની મુલાકાત લઇ તમામ મદદ કરવા માટે તત્પરતા દર્શાવી છે.
મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ વગેરે પણ જોડાયા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024