મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જાબુંડાગામ ના પાટીયા પાસેથી એક ઇસમને પિસ્ટલ તથા બે કાર્ટીશ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar September 24, 2021
જામનગર
જામનગર તાલુકાના જાબુંડાગામ ના પાટીયા પાસેથી એક ઇસમને પિસ્ટલ તથા બે કાર્ટીશ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી પોલીસ જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન નાઓએ એલ.સી.બી. ના પો.ઇન્સ . એસ.એસ.નિનામાને જામનગર જીલ્લા માંથી પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના વધુમાં વધુ કેશો શોધી કાઢવા અંગે અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય , જેથી એલ.સી.બી. પો.ઇન્સ. ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી બી.એમ. દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના કેશો શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી અસામાજીક ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ દરમ્યાન.
એલ.સી.બી. સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા તથા યશપાલસિંહ જાડેજા ને મળેલ હકિકત આધારે આરોપી સલીમભાઇ હમીદભાઇ વહેવારીયા રહે . લાલવાડી આવાસ કોલોની , હાપારોડ , જામનગર વાળાને જાબુંડાગામ ના પાટીયા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ કિ.રૂ. ૨૫,૦૦૦ / – તથા જીવતા કાર્ટીસ નંગ -૨ કિ.રૂ. ૨૦૦ / – મળી કુલ રૂ . ૨૫,૨૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો.હેડ કોન્સ . દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. કે . કે.ગોહીલએ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે . મજકુર ઇસમને પિસ્ટલ તથા કાર્ટીશ સલીમભાઇ ઇબ્રાહીમભાઇ કુરેશી રહે . ગોમતીપુર જામનગર વાળાએ આપેલ હોવાનું જણાવેલ હોય , જેને પકડવાની કાર્યવાહી ચાલુમા છે . આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા , પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી , કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા , સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , અશ્વિનભાઇ ગંધા , દિલીપભાઇ તલવાડીયા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , વનરાજભાઇ મકવાણા , રઘુભા પરમાર , ધાનાભાઇ મોરી , યશપાલસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , યોગરાજસિંહું રાણા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024